SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] અનેકાન્તિકતા અને પૂજ્યતાની સિદ્ધિ. दाणे व पराणुग्गलक्खणसंकष्पमेत्तओ चेव । फलमिह न णु पच्छा तक्कओवगारा ऽवगाराओ ।। ३२७० ।। इहरोवउत्तभत्ताजिन्नाइ वहम्मि दक्खिणेयस्स । दिन्तस्स वहावत्ती तेणादाणप्पसंगोऽयं ॥। ३२७१ ।। ગાથાર્થ :- બીજાના ઉપકારથી નમસ્કાર કરનારને ધર્મ થાય છે, એમ નહિ તેમજ બીજાના ઉપકાર માટે નમસ્કારરૂપ પૂજાનો આરંભ છે, એમ પણ નહિ. પરંતુ સ્વ-પરિણામની શુદ્ધિ માટે આ પૂજાનો આરંભ કરેલો છે. તેથી કિંચિત્ અકૃતાર્થ છતાં પણ આચાર્યાદિ પૂજ્ય છે. પરોપકારનો અભાવ હોવા છતાં પણ જિનેશ્વરાદિકની પૂજા મોક્ષને માટે કરવાની છે. કેમકે બ્રહ્મચર્યની જેમ તે શુભક્રિયા અને પરિણામની વિશુદ્ધિનો હેતુ છે. અન્યહૃદયગત જે મૈત્રી તે જીવોને શું ઉપકાર કરે છે ? અને દૂરસ્થ હિંસાદિકનો સંકલ્પ તે શું અપકાર કરે છે ? કંઇ જ નહિ. તો પણ મૈત્રીહિંસાદિ સંકલ્પ ઉપકાર-અપકારરહિત છતાં પણ ધર્માધર્મનું કારણ થાય છે; તેવી રીતે પૂજાનો સંકલ્પ જિનાદિકને ઉપકારરહિત છતાં પણ ધર્મનું કારણ થાય છે. જેવી રીતે સાધુ આદિને દાન ઉપકાર કરે છે, તેવી રીતે નમસ્કાર પૂજા જિનેશ્વરાદિકને ઉપકાર નથી કરતી, તો પછી તે ધર્મનું નિમિત્ત કેવી રીતે થાય ? એમ પૂછવામાં આવે તો તેનો ઉત્તર એ છે કે દાનમાં પણ પરાનુગ્રહરૂપ સંકલ્પમાત્રથી જ દાતાને ફળની પ્રાપ્તિ થાય છે, પણ પછીથી દાનકૃત ઉપકાર-અપકારથી નથી થતી. અન્યથા ઉપયુક્ત સાધુ આદિએ ભોજન કર્યે છતે અજીર્ણાદિ દોષવડે સાધુ આદિનું મૃત્યુ થવાથી દાતાને વધના દોષની પ્રાપ્તિ થાય, અને તેથી અદાનનો પ્રસંગ ઉપસ્થિત થાય. ૩૨૬૬ થી ૩૨૭૧. હવે અપરિગ્રહહેતુનું નિરાકરણ કરે છે ઃ Jain Education International न परपरिग्गहउ च्चिय धम्मो किंतु परिणामसुद्धीओ । पूया अपरिग्गहम्मि वि सा य धुवा तो तदारंभी ।। ३२७२ ।। इह चोयगमणुमोयगमणिसेहगमेव संपयाणं ति । વડુ-મુનિ-હિમાફ નો ન વાળમપરિચદં તેળ ।।રૂર૭રૂ। दाणमपरिग्गहणम्मि वि धम्मो निययपरिणामसुद्धीओ । अपरिग्गहे वि जइ सा को नाम परिग्गहग्गाहो ? || ३२७४ || किंच परहिययनियिया मेत्तीभूए हिंडसंपरिग्गहिया । हिंसासंकप्पो वा जं धम्माधम्महेउ त्ति ।।३२७५ || एवं जिणाइपूया सद्धासंवेगसुद्धिहेऊओ । अपरिग्गहा वि धम्मा य होइ सीलव्वयाई व्व ॥३२७६ || [૫૦૧ ગાથાર્થ :- પૂજ્ય વડે પૂજાનું ગ્રહણ થવાથી જ ધર્મ નથી થતો, પરંતુ પરિમાણની વિશુદ્ધિથી થાય છે. અને તે શુદ્ધિ પૂજાનું ગ્રહણ નહિ થવા છતાં પણ અવશ્ય થાય છે. તેથી આ નમસ્કારપૂજાનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy