SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] હેતુની અનેકાન્તિકસિદ્ધિ. [૪૯ જે કંઈ ફળ છે તેને માટે આ અહંદાદિના નમસ્કારરૂપ પૂજાનો આરંભ નથી, તેમ જ બીજાને પ્રસન્ન કરવા માટે પણ નથી; પરંતુ પોતાના ચિત્તની પ્રસન્નતા માટે જ આ આરંભ છે. અન્યને પ્રસન્ન કરવા માટે આ આરંભ નથી, એમ શા માટે ? આ પ્રમાણે કહેવામાં આવે, તો આ આરંભ ધર્મને માટે છે, તેથી બીજા પ્રસન્ન થાય એટલે ધર્મ અને કુપિત થાય એટલે અધર્મ, એમ બીજાના પ્રસાદ અને કોપાનુવર્તી ધર્માધર્મ નથી. પરંતુ જીવના શુભાશુભ પરિણામાનુસારી છે. અહંદાદિ શુભતમ પરિણામના આલંબનભૂત થાય છે, શુભ પરિણામથી ધર્મ થાય છે, ધર્મથી અર્થ-કામ, સ્વર્ગ અને અપવગદિ ફળ પ્રાપ્ત થાય છે. ૩૨૪૮ થી ૩૨૫૪. - હવે ધર્માધર્મ બીજાની પ્રસન્નતા અને કોપને અનુસરનારા હોય, તો શો દોષ પ્રાપ્ત થાય છે ? તે કહે છે : तस्साहणसुण्णस्स वि जइवा धम्मो परप्पसायाओ। तो जो जस्स स तस्स देज्जो जगद्धम्मं ॥३२५५॥ कुविओ हरेज्ज सव् दिज्जा धम्म व तहय पावं ति । अकयागम-कयनासा मोक्खगयाणं पि चापडणं ॥३२५६॥ जइ वीयराग-दोसं मुणिमक्कोसिज्ज कोइ दुट्टप्पा । कोव-प्पसायरहिओ मुणि त्ति किं तस्स नाधम्मो ? ॥३२५७॥ सवओ तस्साधम्मो जइ वंदंतस्स तो धुवं धम्मो । कोवप्पसायरहिए तह जिण-सिद्धे वि को दोसो ? ॥३२५८।। हिंसामि मुसं भासे हरामि परदारमाविसामि त्ति । चिंतेज्ज कोइ न य चिंतियाण कोवाइसंभूई ॥३२५९॥ तहवि य धम्मा-ऽधम्मोदयाइ संकप्पओ तहेहावि । बीयकसाए सवओऽधम्मो धम्मो य संथुणओ ॥३२६०॥ तम्हा धम्मा-ऽधम्मा जुत्ता निययप्पसाय-कोवाओ। धम्मत्थिणा पयत्तो कज्जो तो सप्पसायम्मि ॥३२६१॥ सो य निययप्पसाओऽवरसं जिण सिद्धपूयणाउत्ति । जस्स फलमप्पमेयं तेण तयत्थो पयत्तोऽयं ॥३२६२॥ ગાથાર્થ :- દયા, દાન, પ્રસાદ, બ્રહ્મચર્ય આદિ ધર્મના સાધન જેને ન હોય, એવાને પણ જો પરપ્રસાદથી ધર્મ માનવામાં આવે, તો ઇશ્વરાદિ જેને પ્રસન્ન હોય, તે તેને જગતના સર્વ ધર્મ આપી દે; અને તે કોપાયમાન હોય તો દેવદત્તાદિના સર્વ ધર્મ હરી લે અને સર્વ પાપ આપે એમ થવાથી અકૃતઆગમ-કૃતનાશ અને મોક્ષ થયેલાનું પણ પતન થાય. વળી તેનું પૂર્વનું સુકૃત બીજાને જાય અને બીજાનું પાપ તેને વિષે સ્થપાય. તથા રાગ-દ્વેષરહિત મુનિને જો કોઈ દુષ્ટાત્મા આક્રોશ કરે, તો તે વખતે “કોપ-પ્રસાદરહિત મુનિ છે” એથી તે દુષ્ટાત્માને શું અધર્મ નહિ થાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy