SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૫૯ ભાષાંતર] ત્રણ નયોની માન્યતા. વિના મોક્ષ નથી થતો. કારણ કે સંપૂર્ણજ્ઞાન-દર્શન પ્રાપ્ત થવા છતાં પણ તે વખતે તરત જ મોક્ષ નથી થતો, પરંતુ સર્વસંવરરૂપ ચારિત્ર-સામાયિકનો લાભ થાય ત્યારે જ મોક્ષ થાય છે, તેથી તે ચારિત્ર-સામાયિક જ મોક્ષમાર્ગપણે ઈષ્ટ છે. સર્વ સંવરરૂપ ચારિત્રનો લાભ જ્ઞાન-દર્શનરહિત હોય, તેને અકસ્માત્ ઉત્પન્ન થયેલો જણાતો નથી, પણ જે જ્ઞાન-દર્શનયુક્ત હોય તેને જ તે પ્રાપ્ત થાય છે, માટે એ ત્રણે (સમ્યકત્વ-શ્રુત અને ચારિત્રસામાયિક) મોક્ષમાર્ગ છે (નૈગમાદિ નયોનું એ કથન યોગ્ય નથી કેમકે) જો તે જ્ઞાન-દર્શન વિના સંવરરૂપ ચારિત્રની પ્રાપ્તિ ન થતી હોય તો તે બંનેને સર્વ-સંવરરૂપ ચારિત્રનાં કારણ કહેવા યોગ્ય છે, પણ સર્વસંવરરૂપ ચારિત્રથી સાધ્ય એવા મોક્ષના કારણ કહેવાય નહિ. (કારણકે સર્વસંવર પછી તરત જ મોક્ષ થાય છે, જ્ઞાનદર્શન પછી તરત નથી થતું.) (નૈગમાદિ નયોનું આ કથન યોગ્ય નથી, કારણ કે, જો જ્ઞાન-દર્શન વિના સર્વસંવરરૂપ ચારિત્રનો લાભ ન થતો હોય, તો તે તેના કારણ છે એમ કહેવું યોગ્ય છે, પરંતુ સર્વસંવરરૂપ ચારિત્રથી સાધ્ય એવા મોક્ષનું કારણ છે, એમ કહેવું યોગ્ય નથી. કેમ કે જ્ઞાનદર્શનાઅંતર મોક્ષ નથી થતો, પણ સર્વસંવરરૂપ ચારિત્રાનંતર થાય છે.) જ્ઞાન-દર્શન મોક્ષના કારણરૂપ સર્વસંવર ચારિત્રાત્મકના ઉપકારી છે, તેથી તે પણ મોક્ષનું કારણ છે એમ કહેવામાં આવે, તો શેય-શ્રદ્ધેય તથા પ્રવૃત્તિ અને નિવૃત્તિભાવે સર્વભવન, યતિના જ્ઞાનાદિકના ઉપકારી હોવાથી તે પણ તેનાં કારણ થાય તથા સાધનભાવે પણ શરીર વગેરે (માતા-પિતા-વસ્ત્ર-પાત્રઆહાર-ઔષધ વગેરે) પરંપરાથી બહુ પ્રકારે મોક્ષનું કારણ થાય એટલે જ્ઞાનાદિ ત્રણમાં જ મોક્ષનાં કારણનો નિયમ ક્યાં રહ્યો ? (બહુ પ્રકારના કારણ હોય તે છતાં) જે વધારે નજીકનું કારણ હોય, તે જ મોક્ષનો હેતુ કહેવાય; બીજા શરીર વગેરે પરંપરાર્થે ઉપકારી હોય, તો પણ તે તેના હેતુ ન કહેવાય. (માટે જ્ઞાનાદિ ત્રણ જ મોક્ષના હેતુ છે.) એમ કહેવામાં આવે, તો તો સર્વસંવરાત્મક ચારિત્ર જ મોક્ષમાર્ગ થયો, કેમકે તે જ તેનું નજીકનું કારણ છે. (એ પ્રમાણે જુદા જુદા નયોનો મત છે, પણ ખરી રીતે તો) રોગી મનુષ્યને સમ્યક્ ક્રિયાની જેમ જ્ઞાનાદિ ત્રણ સમુદિત હોય તો જ તે શ્રદ્ધાનાદિ ગુણથી ઈષ્ટ અર્થના સાધક છે. અહીં મોક્ષ એ ઈષ્ટ અર્થ છે. ૨૬૨પ થી ૨૬૩૨. વિવેચન :- ઉપર કહ્યા મુજબ જુદા જુદા નયોનો મત છે. એટલે કે નૈગમાદિ ત્રણ નયો જ્ઞાનાદિ ત્રણે સામાયિકને ભિન્ન-ભિન્નપણે મોક્ષના કારણ માને છે, અને ઋજુસૂત્ર વગેરે નયો એક ચારિત્રને જ મોક્ષના હેતુપણે માને છે, પરંતુ વસ્તુતઃ જ્ઞાનાદિ ત્રણે સામાયિક સમુદિત હોય, તો જ તે ઈષ્ટ અર્થના સાધક છે, એમાંના એક અથવા જુદાં જુદાં ત્રણ ઈષ્ટાર્થ સાધક નથી. જેમ રોગથી પીડાતા મનુષ્યને વૈદ્ય-ઔષધ વગેરે સમુદિત સમ્યફ ક્રિયા નિરોગી થવામાં ઉપકારી છે, પણ એમાંની એક અથવા સઘળી જુદી જુદી ક્રિયા ઉપકારક નથી, તેમ અહીં સંસારરૂપ રોગથી પીડાતા જીવને એ જ્ઞાનાદિ ત્રણે અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવામાં ઉપકારી છે. શ્રદ્ધાનાદિ ગુણયુક્ત થવાથી તે આત્મા સમ્યકત્વવડે શ્રદ્ધા કરે છે, જ્ઞાનવડે જાણે છે અને ચારિત્રવડે સર્વસાવધ વ્યાપારથી વિરમે છે. આથી એ ફલિતાર્થ થાય છે કે “સામગ્રી જ ઈષ્ટાર્થની સાધક છે, પણ એકાદ વસ્તુ નથી.” અહીં પ્રસ્તુતમાં મોક્ષ પ્રાપ્તિ ઈષ્ટાર્થ છે, તેને સાધનાર જ્ઞાનાદિ ત્રણનો સમુદાય છે, એમાંનું એક અથવા જાદા જાદા સર્વ સાધનાર નથી. ર૬રપ થી ર૬૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy