SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦] જીવાદિ સર્વ મહાવ્રતના વિષય છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અહીં અનુમત દ્વાર સમાપ્ત થવાથી “ઉદ્દેસે નિદ્સે” ઈત્યાદિ ઉપોદઘાતના પ્રથમ દ્વારમાં (૯૭૩) ગાથાની વ્યાખ્યા પૂરી થઈ. હવે “કિં કઈવિહં” ઈત્યાદિ ૯૭૪ બીજા દ્વાર ગાથામાંના “કિં” દ્વારની વ્યાખ્યાનો આરંભ કરે છે. किं सामइयं जीवो अजीवो दब्बमह गुणो होज्जा। किं जीवाजीवमयं होज्ज तदत्थंतरं वत्ति ? ॥२६३३।। (३६४) आया खलु सामाइयं पच्चक्खायंतओ हवइ आया । तं खलु पच्चक्खाणं आवाए सव्वदव्वाणं ॥२६३४॥७९०।। सद्दहइ जाणइ जओ पच्चक्खायं तओ जओ जीवो । नाजीवो नाभावो सो च्चिय सामाइयं तेण ॥२६३५॥ सामाइयभावपरिणइभावाओ जीव एव सामाइयं । सद्धेय-नेय-किरिओवओगओ सव्वदव्वाइं ॥२६३६॥ સામાયિક જીવ છે કે અજીવ છે ? તેમાં એ સામાયિક દ્રવ્ય છે, કે ગુણ છે ? અથવા જીવાજીવાત્મક ઉભય સ્વરૂપ સામાયિક છે કે તેથી કોઈ અર્થાન્તર છે ? પ્રત્યાખ્યાન કરનાર આત્મા જ સામાયિક છે, અને તેથી જ તે આત્મા સામાયિક થાય છે, કેમકે તે પ્રત્યાખ્યાન જીવપરિણતિરૂપ હોવાથી વિષયની અપેક્ષાએ સર્વ દ્રવ્યોના આપાતમાં (સંબંધમાં) તે ઉત્પન્ન થાય છે. જીવ સ્વયં શ્રદ્ધા કરે છે, જાણે છે, અને પ્રત્યાખ્યાન કરે છે; અજીવ અથવા અભાવ એમાંનું કંઈ નથી કરતો, તેથી જીવ જ સામાયિક છે. સામાયિકના ભાવની પરિણતિરૂપ જીવ સામાયિક રૂપ છે, કેમકે શ્રદ્ધેયશેય-અને ક્રિયાના ઉપયોગથી સર્વ દ્રવ્યો તેનો વિષય છે. ૨૬૩૩ થી ૨૬૩૬. વિવેચન :- શિષ્ય :- ગુરુદેવ ! સામાયિક શું વસ્તુ છે? જીવ સામાયિક છે? અજીવ સામાયિક છે? જીવ-અજીવાત્મક ઉભયરૂપ સામાયિક છે ? કે વધ્યાપુત્રની જેમ અભાવ સ્વરૂપ સામાયિક છે ? આચાર્ય - આત્મા જ સામાયિક છે, પણ અજીવાદિ સામાયિક નથી. કારણ કે સમ્યક્ત્વસામાયિક શ્રુતસામાયિકવડે આત્મા સર્વદ્રવ્યોની શ્રદ્ધા કરે છે અને જાણે છે, તેવી રીતે અજીવાદિ નથી જાણતા. વળી ચારિત્ર-સામાયિકથી સાવધયોગનું પ્રત્યાખ્યાન કરનાર આત્મા ને પ્રત્યાખ્યાનની ક્રિયા વખતે સામાયિકરૂપ થાય છે, કારણ કે “કરાતું હોય તે કર્યું” એ ન્યાયે ક્રિયાકાળ અને સમાપ્તિકાળમાં નિશ્ચયનયના મતે ભેદ નથી. આ સાથે એ પણ સમજી લેવું કે જેણે પૂર્વે પ્રત્યાખ્યાન કરેલું હોય, તે આત્મા પણ સામાયિક રૂપ થાય છે. શ્રદ્ધા-જ્ઞાન-અને સાવદ્ય યોગોની નિવૃત્તિરૂપ સ્વભાવમાં અવસ્થિત હોવાથી જે પ્રત્યાખ્યાનયુક્ત હોય, તે જ પરમાર્થથી આત્મા છે, તે સિવાયના શેષ સંસારીજીવો પ્રચુર ઘાતિકર્મ વડે સ્વાભાવિક ગુણથી આવૃત્ત હોવાને લીધે આત્મા નથી. પ્રત્યાખ્યાન એ જીવની પરિણિતરૂપ હોવાથી જીવાદિ સર્વ દ્રવ્યો સામાયિકવંતને શ્રદ્ધેય-ય-અને પ્રવૃત્તિ, નિવૃત્તિભાવે ઉપયોગમાં આવે છે, તેથી સર્વ દ્રવ્યો તેના વિષયભૂત છે જીવ સમ્યકત્વ અને શ્રુત સામાયિક વડે શ્રદ્ધા કરે છે, જાણે છે અને પ્રત્યાખ્યાન કરે છે, પણ અજીવાદિ તેમ નથી કરતા. ૨૬૩૩ થી ૨૬૩૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy