SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮] ત્રણ નયોની માન્યતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તપપ્રધાનસંયમ (ચારિત્રસામાયિક), નિગ્રન્થપણું, અને પ્રવચન (શ્રુત સામાયિક તથા ચ શબ્દથી સમ્યક્ત્વ સામાયિક) આ ત્રણ સામાયિક વ્યવહારપર્યંતના ત્રણ નયને મોક્ષમાર્ગપણે ઈષ્ટ છે. પણ શબ્દ-ઋજુસૂત્ર નયને તો સંયમ જ (ચારિત્ર સામાયિક જ) મોક્ષમાર્ગપણે ઈષ્ટ છે. (બીજા બે નહિ, કેમકે સર્વ સંવરરૂપ ચારિત્ર પછી તરત જ મોક્ષ પ્રાપ્ત થાય છે.) ૨૬૨૧. અહીં ક્યા નયને ક્યું સામાયિક મોક્ષમાર્ગપણે ઈષ્ટ છે ? (તેના ઉત્તરમાં) કહે છે કે - નૈગમ, સંગ્રહ તથા વ્યવહાર નયને સર્વ (ત્રણે) સામાયિક મોક્ષ માર્ગપણે ઈષ્ટ છે. તપસંયમ એટલે ચારિત્ર (જૈની દીક્ષા), પ્રવચન એટલે શ્રુતજ્ઞાન, આ બે ગ્રહણ કરવાથી ચ શબ્દવડે સમ્યક્ત્વ સામાયિક જાણવું. નૈગમાદિ પ્રથમના ત્રણ નયો ત્રણે સામાયિકને મોક્ષમાર્ગપણે માને છે, તો પછી તેઓ મિથ્યાર્દષ્ટિ કેમ કહેવાય ? (જૈનો પણ એ જ ત્રણને મોક્ષમાર્ગપણે માને છે. એ ત્રણે સામાયિકને ત્રણે નયો મોક્ષરૂપ કહે છે, પરંતુ તે નયો હોવાથી સર્વને સમુદિત ભાવે નથી કહેતા “જ્ઞાનાદિકથી મોક્ષ નથી.” એમ નિયમ કરે છે. પણ (જૈનો તો ત્રણેને સમુદિતભાવે મોક્ષમાર્ગરૂપે કહે છે.) આથી નયો મિથ્યાર્દષ્ટિ છે. ૨૬૨૨ થી ૨૬૨૪. હવે ઋજીસૂત્ર તથા તે પછીના ત્રણ નયોને જે સામાયિક મોક્ષમાર્ગપણે ઈષ્ટ છે તે જણાવે છે. उज्जुसुयाइमयं पुण निव्वाणपहो चरित्तमेवेगं । ન દિ નાળ-સળાડું, માવેવિ ન તેસિ નું મોવઓ ।।૨૬।। जं सव्वनाण- दंसणलाभेऽवि न तक्खणं चिय विमोक्खो । मोक्खो य सव्वसंवरलाभे मग्गो स एवाओ || २६२६ ।। Jain Education International आह नणु नाण- दंसणरहियरस न सव्वसंवरो दिट्टो | तरसहियस्सेव तओ तम्हा त्तितयंपि मोक्खहो || २६२७॥ जड़ तेहिं विणा णत्थित्ति संवरो तेण ताइं तस्सेव । जुत्तं कारणमिह न उ संवरसज्झरस मोक्खरस | २६२८ ॥ अह कारणोवगारित्ति कारणं तेण कारणं सव्वं । भुवणं नाणाईणं जणो नेयाभावेणं || २६२९॥ तह साहणभावेणवि देहाइपरंपराइबहुभेयं । निव्वाणकारणं ते नाणाइतियम्मि को नियमो ? || २६३० ॥ अह पच्चासण्णतरं हेऊ नेयरमिहोवगारिंपी । तो सव्वसंवरमयं चारितं चेव मोक्खपहो ॥ २६३१ ॥ इट्ठत्थसाहयाइं सद्दहणाइगुणओ समेयाई । સમ્મવિરિયાકરસ વ રૂઠ પુળ નિવામિટ્ટો ર૬રૂરી ઋસૂત્ર અને તે પછીના ત્રણ શબ્દ નયોને એક ચારિત્રસામાયિક જ મોક્ષ માર્ગરૂપે સંમત છે, શ્રુતસામાયિક અને સમ્યક્ત્વસામાયિક માન્ય નથી; કેમકે તે બે હોય, તો પણ ચારિત્ર-સામાયિક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy