SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪] દસમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ इहलोगाओ य परो सोम्म ! सुरा नारगा य परलोओ। पडिवज्ज मोरिआऽकंपिउ ब्व विहियप्पमाणाओ ।।१९५८॥ (ભગવંત :-) ચેતના ભૂત અને ઈન્દ્રિયથી અતિરિક્ત એવા આત્માનો ધર્મ છે. તે આત્મા જાતિસ્મરણાદિના હેતુભૂત છે અને તેવો આત્મા દ્રવ્યથી નિત્ય છે, એમ વાયુભૂતિની જેમ અંગીકાર કર. વળી આત્મા એક નથી. (પણ અનન્તા છે.) સર્વગત નથી. (પણ શરીર માત્ર વ્યાપી છે.) અને નિષ્ક્રિય પણ નથી. (પરંતુ ભોક્તા છે.) ઘટ-પટાદિની જેમ (રાગ-દ્વેષ-કષાયાદિ અધ્યવસાયો વડે ઉપાધિભેદે) લક્ષણાદિના ભેદથી ભેદ છે, માટે ઈન્દ્રભૂતિની જેમ અનંત જીવો છે, એમ અંગીકાર કર. તથા હે સૌમ્ય ! આ લોકથી અન્ય એવો પરલોક તે દેવ-નારકીનો ભવ છે, તેને મૌર્ય અને અકંપિતની જેમ પ્રમાણથી કબૂલ કર. ૧૯૫૬ થી ૧૯૫૮. મેતાર્યની પુનઃ શંકા અને તેનું સમાધાન. जीवो विण्णाणमओ तं चाणिच्चंति तो न परलोगो । अह विण्णाणादण्णो तो अणभिण्णो जहागासं ॥१९५९॥ इत्तो च्चिय न स कत्ता भोत्ता य अओवि नत्थि परलोगो । जं च न संसारी सो अण्णाणाऽमुत्तिओ खं व ॥१९६०॥ मन्नसि विणासि चेया उप्पत्तिमयाइओ जहा कुंभो । नणु एयं चिय साहणमविणासित्तेवि से सोम्म ! ।।१९६१।। જીવ વિજ્ઞાનમય હોય, તો તે વિજ્ઞાન અનિત્ય હોવાથી પરલોકની સિદ્ધિ નહિ થાય, અને જો વિજ્ઞાનથી આત્મા ભિન્ન હોય, તો તે આત્મા આકાશની જેમ અનભિજ્ઞ માનવો પડશે, અને તેથી તે કર્તા કે ભોક્તા નહિ થાય, એમ થવાથી પરલોકનો અભાવ થશે; કેમકે એવો આત્મા આકાશની જેમ અજ્ઞાની અને અમૂર્ત હોવાથી સંસારી નહિ કહેવાય. (ભગવંત) તું કુંભની જેમ ચેતનાને ઉત્પત્તિમાન આદિ સ્વભાવવાળી માનીને એમ કહે છે, પરંતુ તે સૌમ્ય ! તેના અવિનાશીપણામાં પણ એ જ (ઉત્પત્તિજ્વાદિ) સાધન છે. ૧૯૫૯ થી ૧૯૬૧. મેતાર્ય - તમે આત્માને વિજ્ઞાનમય કહો છો, પણ વિજ્ઞાન અનિત્ય હોવાથી, વિજ્ઞાનથી અભિન્ન એવો આત્મા પણ અનિત્ય થયો, અને એથી ભવાન્તરમાં ગતિરૂપ જે પરલોક તેનો અભાવ સિદ્ધ થયો. અને જો વિજ્ઞાનથી આત્મા ભિન્ન છે, એમ માનીને વિજ્ઞાન અનિત્ય છતાં પણ આત્મા નિત્ય છે, એમ કહેવામાં આવે, તો પણ પરલોકની સિદ્ધિ નહિ થાય; કારણ કે એથી આકાશની પેઠે આત્મા વિજ્ઞાનથી ભિન્ન હોવાને લીધે તેને અનભિજ્ઞતા પ્રાપ્ત થશે, અને એથી અનભિજ્ઞ એવા નિત્ય આત્માને કર્તા નહિ કહેવાય, તેમ ભોક્તા પણ નહિ કહેવાય. નિત્ય આત્માને પણ કદિ સ્વભાવવાળો માનવામાં આવે તો તે પણ એકસ્વરૂપ હોવાથી હંમેશાં કર્તાદિ સ્વભાવવાળો જ રહેશે, અને જો તેને કદિ જુદાજુદા સ્વભાવવાળો નહિ માનવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy