SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] દસમા ગણધરનો વાદ. [૧૫૫ આવે, તો પરલોકનો અભાવ સિદ્ધ થશે. કદિ સ્વભાવવાળો ન હોવા છતાં પણ પરલોક માનવામાં આવે, તો સિદ્ધાત્માઓને પણ પરલોકની પ્રાપ્તિ થશે. આ જ પ્રમાણે નિત્ય અને અભોક્તા એવા આત્માને પરલોકના હેતુભૂત જે કર્મ ભાગ છે, તેના અભાવે પરલોકની સિદ્ધિ નથી થતી. નિત્ય અમૂર્ત અને અજ્ઞાની એવા આત્માને આકાશની જેમ ભવાન્તર ગતિ રૂપ સંસરણના અભાવે પરલોકનો અભાવ સિદ્ધ થાય છે. ભગવંત - ઘટની જેમ ચૈતન્યને ઉત્પત્તિમાન અને પર્યાય સ્વરૂપ માનીને તું તેને અનિત્ય કહે છે; કેમકે “જે પર્યાય છે, તે સર્વ ખંભાદિમાં નવા-પુરાણાદિ પર્યાયની જેમ અનિત્ય છે.” આ પ્રમાણે અનિત્ય ચૈતન્યથી અભિન્ન એવો આત્મા પણ અનિત્ય હોવાથી તે આત્માને પરલોકનો અભાવ છે, એમ તું માને છે; પરન્તુ તે અયોગ્ય છે, કેમકે ચૈતન્યવિજ્ઞાન એકાન્ત અનિત્ય નથી, પણ કંચિત્ નિત્ય છે, કારણ કે ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય સ્વરૂપ વસ્તુ છે, તેથી ઉત્પત્તિમાનપણાથી જેમ વસ્તુનું વિનાશીપણું સિદ્ધ થાય છે, તેમ ધ્રૌવ્યાત્મકપણાથી વસ્તુનું કથંચિત્ નિત્યપણું સિદ્ધ થાય છે, આથી કથંચિત્ નિત્ય વિજ્ઞાનથી અભિન્ન એવો આત્મા પણ કથંચિત્ નિત્ય હોવાથી તેને પરલોકનો અભાવ નથી. ૧૯૫૯-૧૯૬ ૧. ઉત્પત્તિમાન્ હેતુથી ઘટાદિ વસ્તુ નિત્ય કેવી રીતે કહેવાય? તેનો યુક્તિપૂર્વક ખુલાસો કરે છે. अहवा वत्थुत्तणओ विणासि चेओ न होइ कुंभो व्य । उप्पत्तिमयाइत्ते कहमविणासी घडो बुद्धी ? ॥१९६२।। q-રસ-ગાંધ- સંજ્ઞા-સંવUT સવ-રત્તીરૂપ कुंभोत्ति जओ ताओ पसूइ-विच्छित्ति-धुवधम्मा ॥१९६३।। इह पिण्डो पिण्डागार-सत्तिपज्जायविलयसमकालं । उप्पज्जइ कुंभागार-सत्तिपज्जायसवेणं ।।१९६४।। रूवाइं दब्बयाए न जाइ न य वेइ तेण सो निच्चो । एवं उप्पाय-व्वय-धुवस्सहावं मयं सव्वं ।।१९६५।। ચેતના એ ઘટની જેમ વસ્તુ હોવાથી વિનાશી નથી, (પણ અવિનાશી છે.) ઉત્પત્તિમાનાદિ હેતુવડે ઘટ અવિનાશી છે, એમ કેમ કહેવાય ? આવી બુદ્ધિથી થાય, (તો તેના ઉત્તરમાં જાણવું -) રૂપ-રસ-ગંધ-સ્પર્શ-સંખ્યા સંસ્થાન-દ્રવ્ય અને શક્તિ, એ સર્વનો સમુદાય તે ઘટ. અને એ રૂપાદિ સમુદાય, ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય સ્વરૂપી છે. જેમકે-માટીનો જે પિંડ હતો તે જ પિંડાકાર અને સ્વશક્તિવિશેષ પર્યાયરૂપે નાશ થવાના વખતે જ ઘટાકાર અને જલાધાર શક્તિવિશેષ પર્યાયરૂપે ઉત્પન્ન થયો. રૂપાદિ તથા દ્રવ્યપણે તે ઉત્પન્ન થતો નથી તેમ નાશ પણ પામતો નથી, તેથી તે નિત્ય છે; એ પ્રમાણે સર્વ વસ્તુ ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વભાવવાળી માનેલ છે. ૧૯૬૧ થી ૧૯૬૫. ભગવંત - આસનકલ્યાણ મેતાર્ય! ચેતના એ ઘટની જેમ વસ્તુ હોવાથી વિનાશ પામનારી નથી. અહીં તને એવી શંકા થતી હોય, કે ઉત્પત્તિમાન્ આદિ હેતુથી દષ્ટાન્તમાં કહેલો ઘટ અવિનાશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy