SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] દસમા ગણધરનો વાદ. मन्नसि जड़ चेयण्णं मज्जंगमउ व्व भूयधम्मोत्ति । तो नत्थी परलोगो तन्नासे जेण तन्नासो ।।१९५२।। अहवि तदत्थंतरया न य निच्चत्तणमओवि तदवत्थं । अनलस्स वाऽरणीओ भिन्नस्स विणासधम्मस्स ।।१९५३ ।। अह एगो सव्वगओ निक्किरिओ तहवि नत्थि परलोओ । संसरणाभावाओ वोमस्स व सव्वपिंडेसु || १९५४ ।। इहलोगाओ व परो सुराइलोगो न सोवि पच्चक्खो । एवंपि न परलोगो सुव्वइ य सुईसु तो संका ।।१९५५ ।। તેણે દીક્ષા લીધી એમ સાંભળીને મેતાર્યનામના પંડિત ભગવંત પાસે આવે છે, અને વિચારે છે કે (હું ભગવંત પાસે જઈને) વંદન કરીશ, વંદન કરીને (તેમની) સેવા કરીશ. (આમ વિચારીને તે ત્યાં આવ્યા, એટલે) જન્મ-જરા-અને મરણથી મુક્ત થયેલા સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વરે તેમને નામ અને ગોત્રથી બોલાવ્યા, પછી કહ્યું કે - હે આયુષ્યમાન્ ! તું એમ માને છે કે પરલોક છે, કે નથી ? તને આવો સંશય વિજ્ઞાનપન દ્વૈતેભ્યો ઈત્યાદિ - વેદપદો સાંભળવાથી થયો છે, પરંતુ તું તે પદોનો અર્થ બરાબર નથી જાણતો. (પરલોકના અભાવમાં આવી યુક્તિઓ તું માને છે, કે જો ચૈતન્ય એ માંગની જેમ પૃથ્વીઆદિ ભૂતોનો ધર્મ હોય, તો તે ભૂતોનો નાશ થયે ચૈતન્યનો પણ નાશ થાય, અને તેથી ભવાન્તર ગમનરૂપ પરલોકનો પણ અભાવ થાય. વળી જો એ ચૈતન્ય ભૂતોથી ભિન્ન હોય, તો પણ અરણીથી ભિન્ન એવા વિનાશ ધર્મવાળા અગ્નિની જેમ, ઉત્પન્ન થવાથી વિનાશ ધર્મવાળા ચૈતન્યનું નિત્યપણું સિદ્ધ નહિ થાય, અને તેથી પણ ભવાન્તર ઘટશે નહિં. (જુદે જુદે સ્થાને દરેક ભૂતમાં એક જ આત્મા વિદ્યમાન છે, તે એક છતાં પણ જળચંદ્રવત્ અનેક જણાય છે. આ પ્રમાણે) સર્વગત-નિષ્ક્રિય એવો એક જ આત્મા માનવામાં આવે, તો પણ પરલોકની સિદ્ધિ નથી, કેમકે આકાશની જેમ આત્મા સર્વ પિંડોમાં વ્યાપેલ હોવાથી તેની અન્યત્ર ગતિ થતી નથી. અથવા આ લોકની અપેક્ષાએ દેવ-નારકાદિ ભવ તે પરલોક કહેવાય છે, અને તે પ્રત્યક્ષ જણાતો નથી, એટલે એથી પણ પરલોકની સિદ્ધિ નથી થતી; પરંતુ શ્રુતિઓમા પરલોક છે, એમ સંભળાય છે, તેથી તને તે સંબંધી શંકા થઈ છે. (પણ તે અયોગ્ય છે.) ૧૯૪૯ થી ૧૯૫૫. ચૈતન્ય એ ભૂતનો ધર્મ નથી તેમ આત્મા સર્વગત અને નિષ્ક્રિય નથી, તેમજ પરલોક પ્રમાણથી સિદ્ધ છે. તે બતાવે છે ૨૦ Jain Education International - भूइंगियाइरित्तस्सं चेयणा सो य दव्यओ निच्चो । जाईसरणाईहिं पडिवज्जसु वाउभूइ व्व ।। १९५६ ।। नय एगो सव्वगओ निकिरओ लक्खणाइभेआओ । कुंभादर व्व बहवो पडिवज्ज तमिंदभूइ व्व ॥। १९५७ ।। [૧૫૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy