SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર કષાયનો મહિમા. [૪૭૩ उवसामगाहिगारे, तस्समभागोत्ति खवगनिद्देसो । सुहुमसरागातीतो, अहक्खाओ होइ निग्गंथो ॥१३०३॥ वद्धाऊ पडिवन्नो, सेढिगओ वा पसंतमोहो वा । जइ कुणइ कोइ कालं, वच्चड़ तोऽणुत्तरसुरेसु ॥१३०४॥ अनिबद्धाऊ होउं, पसंतमोहो मुहत्तमेत्तद्धं । उदयकसाओ नियमा, नियत्तए सेढिपडिलोभं ॥१३०५॥ (ઉપશમશ્રેણિમાં નવમા ગુણસ્થાનક પછી સૂક્ષ્મસંપરાય થાય છે, તેમ ક્ષપકશ્રેણિમાં પણ થાય છે.) એમ સમાન ભાગ હોવાથી ઉપશમના અધિકારમાં ક્ષપકનો નિર્દેશ કર્યો છે. લાઘવાર્થ ક્ષેપક પણ દેખાડ્યો છે. એ સૂક્ષ્મસંપરાય અતીત થયા પછી ઉપશાન્તમોહનિર્ચન્થ યથાખ્યાત થાય છે. તે પછી જો બદ્ધાયુ શ્રેણિ પામેલ હોય અથવા શ્રેણિ મધ્યગત ગુણસ્થાનવર્તી હોય, ને ઉપશાન્તમોહી થઈને જો કોઈ કાળ કરે (મૃત્યુ પામે) તો અવશ્ય અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય (પણ જો શ્રેણિથી પતિત થઈને કાળ કરે, તો તે ગમે તે ગતિમાં જાય, તે માટે કોઈ નિયમ નથી.) અને અબદ્ધાયુ શ્રેણિ પામીને અન્તર્મુહૂર્ત ઉપશાન્ત મોહી થઈને કોઈ નિમિત્તથી ઉદિત કષાયી થાય, તે તો અવશ્ય શ્રેણિથી પાછો ફરે. (કેમકે ઉપશાન્ત મોહનો તેટલો જ કાળ છે.) ૧૩૦૩-૧૩૮૪-૧૩૦૫. આજ કારણથી કષાયો દુરન્ત છે એમ કહિ તેનું સામર્થ્ય જણાવે છે. (११८) उवसामं उवणीया, गुणमहया जिणचरित्तसरिसं पि । पडिवायंति कसाया, किं पुण सेसे सरागत्थे ? ॥१३०६॥ મહા ગુણવાળા ઉપશમ કે, કષાયોનો ઉપશમ કર્યા છતાં, તે કષાયો જિન સમાન ચારિત્રવાળા ઉપશામકને પણ સંયમથી સંસારમાં પાડે છે, તો પછી શેષ સરાગી ચારિત્રવાળાને પાડે એમાં શું આશ્ચર્ય ? ૧૩૦૬. એજ અર્થ ભાષ્યકાર સ્પષ્ટપણે ઉદાહરણથી કહે છે. दवदूमियंजणदुमो, छारच्छन्नोऽगणी व्बपच्चयओ। दावेइ जह सरूवं, तह स कसाओदए भुज्जो ॥१३०७॥ तम्मि भवे नेव्वाणं, न लभइ उक्कोसओ व संसारं । પોષાનપરિષદ્ધ, રેસૂi વકો દિખન્ના //રૂ૦૮ અગ્નિથી બળેલું અંજન વૃક્ષ, અને ભસ્મથી ઢાંકલો અગ્નિ, જેમ નિમિત્ત મળતાં પુનઃ પણ સ્વસ્વરૂપ બતાવે છે, તેમ કષાયોદય પણ ફરીથી સ્વસ્વરૂપ બતાવે છે. તે કષાયોથી ખુદ તે જીવ ઉપશમ શ્રેણિવાળા ભવમાં મોક્ષ ન પામે, અથવા ઉત્કૃષ્ટથી કોઈ જીવ અર્ધ પુદ્ગલપરાવર્તમાં કંઈક ન્યૂન કાળ પર્યત પણ સંસારમાં ભમે છે. ૧૩૦૭-૧૩૦૮. જેમ અગ્નિથી બળેલું અંજનવૃક્ષ, પુનઃ જળસિચનાદિ કારણો વડે પત્ર-પુષ્પાદિપ પોતાનું સ્વરૂપ બતાવે છે; અથવા ભસ્મથી ઢાંકલો અગ્નિ, પુનઃ ઘાસ-કાષ્ઠ આદિના સંસર્ગથી બાળવું૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy