SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪] થોડા પણ ઋણ આદિનું અનિષ્ટ પરિણામ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ.૧ પકાવવું વિગેરે સ્વસ્વરૂપ બતાવે છે, અથવા મિથ્યા પ્રકારે દૂર કરેલો રોગ, અપથ્ય સેવનથી પુન: સ્વસ્વરૂપ બતાવે છે, તેમ ઉપશાન્ત એવો કષાય શરીર-ઉપથિ વિગેરે ઉપર મૂછ આદિના સંયોગથી પુનઃ ઉદયવાલો થવાથી તે પોતાનું પૂર્વ સ્વરૂપ બતાવે છે. કેમકે સિદ્ધાન્તના મતે એક જીવ બેમાંથી એક જ શ્રેણિ એક ભવમાં કરે, તેથી તે ઉપશાન્ત મોહી આત્મા તે ભવમાં ક્ષપક શ્રેણિ ન કરે, અને તે સિવાય મોક્ષ પણ ન થાય, તેથી ઉપશમ શ્રેણિથી પડેલો જીવ જઘન્યથી એક ભવ અને વધારેમાં વધારે અર્ધપગલપરાવર્તમાં કંઈક ન્યૂન કાળ પર્યત સંસારમાં ભ્રમણ કરે. ૧૩૦૭-૧૩૦૮. આ પ્રમાણે મોક્ષરૂપ મહેલના પગથીયા સમાન અગીયારમા ગુણસ્થાનક સુધી પહોંચેલો જીવ, ત્યાંથી ભ્રષ્ટ થઈને પુનઃ આટલું બધું દુઃખ અનુભવે છે, આથી વિસ્મય પામેલા નિર્યુક્તિકાર મહારાજ કહે છે કે - (११९) जइ उवसंतकसाओ लहइ, अणंतं पणोऽवि पडिवायं । न हु भे वीससियव्वं, थेवेऽवि कसायसेसम्मि ॥१३०९॥ (१२०) अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । न हु भे वीससियव्वं, थोपि हु तं बहु होइ ॥१३१०॥ ઉપશાન્ત કષાયી- આત્મા પુનઃ પણ અનન્ત પ્રતિપાત પામે છે, તો (હે ભવ્યો !) તમારે થોડો કષાય હોય, તો પણ તેનો વિશ્વાસ ન કરવો. કેમ કે થોડું ઋણ, થોડો વ્રણ (ઘા), થોડો અગ્નિ, અને થોડો કષાય, એ સર્વ પાછળથી બહુ થાય છે, માટે તમારે તેનો વિશ્વાસ ન કરવો. ૧૩૦૯-૧૩૧૦. એ અર્થને જ ભાષ્યકાર ઋણ આદિ વિકારને જણાવતાં તે ઋણ આદિનું દુષ્ટપણે જણાવે છે – दासत्तं देइ अणं, अइरा मरणं वणो विसप्पंतो । सब्बस्स दाहमग्गी, देंति कसाया भवमणंतं ॥१३११॥ થોડું પણ ઋણ દાસત્વ આપે છે, થોડો પણ વ્રણ (ઘા) ફેલાવાથી થોડા વખતમાં મરણ આપે છે, અને થોડો પણ અગ્નિ સર્વ બાળી નાખે છે, તેમ થોડો પણ કષાય અનંત સંસાર આપે છે. ૧૩૧૧, દીક્ષા ગ્રહણ કરીને વિહાર કરતાં કરતાં આવેલા પોતાના ભાઈના ઉપચાર માટે કોઈની દુકાનેથી દરરોજ એક કર્ષની વૃદ્ધિએ એક સાધુ મહારાજની બહેને એક કર્ષ તેલ લાવી આપ્યું, તે અરસામાં સાધુની સેવામાં કેટલાક દિવસો વીતી ગયા, અને લાવેલું તેલ વણિકને ન આપી શકવાથી કરાર મુજબ વૃદ્ધિ પામવાથી ઘણું વધી ગયું. ઘડાદિની સંખ્યાને પામ્યું. તેની આજીવિકા સુતર કાંતવાની હતી, તેથી તે તેલ દુકાનદારને આપી શકી નહિ, તેથી તે બાઈ તે દુકાનદારને ત્યાં તે દેવું પુરૂ કરવા જીવન પર્યંતની દાસી થઈ રહી. એ પ્રમાણે કેટલાક દિવસો વિત્યા બાદ તેજ સાધુ, જે પોતાના ભાઈ હતા તે આવ્યા, તેમણે તે સઘળો બનાવ જામ્યો; પછી તે વેપારીને ઉપદેશ આપી, તેના પાસેથી તે બહેનને છોડાવીને દીક્ષા આપી. આ પ્રમાણે થોડું દેવું પણ કાળક્રમે વધી જવાથી દાસત્વ આપે છે. એજ પ્રમાણે થોડો વ્રણ (ઘા) પણ અપથ્ય આદિનું સેવન કરવાથી કાળક્રમે ફેલાઈને થોડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy