SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨] સૂક્ષ્મ સંપરાયનું વિશેષ સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ निच्चोदिन्नंपि जहा, सयलचउण्णाणिणो तदावरणं । न विघाइ मंदयाए, पएसकम्मं तहा नेयं ॥१२९८॥ किरियाए कुणइ रोगो, मंदं पीलं जहाऽवणिज्जंतो । किरियामेत्तकयं चिय, पएसकम्मं तहा तवसा ॥१२९९।। (શંકા) સંયોજનાદિ કષાયને પ્રદેશથી પણ વેદતાં, સમ્યક્ત્વાદિનો ઘાત કેમ ન થાય ? (ઉત્તર) અનુભાવ-રસ છતાં પણ જેમ કોઈ વખત તે પ્રદેશો મંદરસવાળા હોવાથી, ગુણનો વિઘાત નથી કરતા; જેમ નિત્ય ઉદિત છતાં પણ મતિ-શ્રુતાદિ ચાર જ્ઞાનવાળાઓને તે જ્ઞાનોનું આવરણ વિઘાતક નથી, તેમ મન્દરપણાથી પ્રદેશ કમ પણ દર્શનાદિનું વિઘાતક નથી. વળી જેમ ઔષધાદિ ક્રિયાવડે દૂર કરાતો રોગ, રોગીને તે ક્રિયાજન્ય મંદ પીડા કરે છે, તેમ પ્રદેશકર્મ પણ તારુ૫ ક્રિયાવડે દૂર કરાતું માત્ર તારુપ પીડાજ કરે છે.૧૨૯૭-૧૨૯૮-૧૨૯૯. તદ્દભવ મોક્ષગામી આત્માઓને નરકગતિ આદિકર્મ પ્રકૃતિઓ સત્તામાં હોય છે, તે પ્રકૃતિઓ અનુભવ્યા સિવાય કદિ પણ ક્ષય પામતી નથી, પરંતુ તે તેમને નરકાદિ જન્મ રૂપ વિપાકે અનુભવાતી નથી, પણ તપવડે પ્રદેશરૂપે ઉદય પામીને ક્ષય થાય છે; એવો ઉદય થતાં,તે પ્રકૃતિના વેદનારને કંઈ બાધા નથી થતી, પ્રદેશોદય કર્મ આત્માના ગુણનો ઘાત કરતું નથી, તેમ પીડા પણ કરતું નથી. ક્યા કર્મ ઉપશમાવ્યાથી જીવ કેવો કહેવાય ? તે કહે છે. दंसणमोहाईओ, भण्णइ अनियट्टिबायरो परओ । जाव उसेसो संजलणलोभसंखेज्जभागो ति ॥१३००॥ तदसंख्नेज्जइभागं, समए समए समेइ एक्केक्कं । अंतोमुहुत्तमेत्तं, तस्सासंखिज्जभागंपि ॥१३०१॥ દર્શન સપ્તકાદિ ઉપશમાવ્યા પછી, નપુંસક વેદાદિ કર્મ ઉપશમાવતાં યાવત્ સંજવલન લોભનો સંખ્યાતમો ભાગ અવશેષ રહે ત્યાં સુધી (જીવ) અનિવૃત્તિ બાદર કહેવાય છે. (નિવૃત્તિ બાદર કોઈ કર્મનો ઉપશમ નથી કરતો, તેથી તે અહીં નથી કહેતા). તે પછી એ લોભના સંખ્યામા ભાગના અસંખ્યાત ભાગ કરીને, તે દરેક ભાગને સમયે સમયે ઉપશમાવતો અન્તર્મુહૂર્ત કાળ પર્યન્ત સૂક્ષ્મસં૫રાય કહેવાય છે.૧૩૦૦-૧૩૦૧. એજ સૂક્ષ્મ સંપરાયનું કંઇક વિશેષ સ્વરુપ નિયુક્તિકાર કહે છે. (११७) लोभाणू वेयेंतो जो खलु उवसामओ व खवओ वा । सो सुहमसंपराओ, अहखाया ऊणओ किंची ॥१३०२॥ જે સૂક્ષ્મ લોભાંશને વેદનાર ઉપશમક અથવા ક્ષેપક હોય છે, તે સૂક્ષ્મસંઘરાય કહેવાય છે, કેમકે તે યથાખ્યાતચારિત્રથી કિંચિત માત્ર જૂન છે. ૧૩૦૨. ઉપશમકના અધિકારમાં ક્ષપકનો નિર્દેશ શા માટે કર્યો ? તથા શ્રેણિ પૂર્ણ થયા પછી શી સ્થિતિ થાય છે તે કહે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy