SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ બાવીસમું ] વિવરણાત્મક સાહિત્ય, ૨૨ સ્વપ્નના અર્થ (interpretation) પર પાઈયમાં અવતરણે છે. આવસ્મયનિજુતિ( ગા. ૧૦૭૧ ને પછીની )માં અઢાર જાતના કરને ઉલેખ છે. આ નિજજુત્તિમાં ગન્ધર્વ નાગદત્તની કથામાં ધાદિને ચાર સર્ષ તરીકે ઉલ્લેખ છે. આ નિજજુત્તિ(ગા. ૧૨૪૭)માં દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એમ પ્રતિક્રમણના પાંચ ભેદ દર્શાવાયા છે. વળી આ નિજજુત્તિની ૧૫૪૫મી ગાથા(પત્ર ૭૯૮૪)પરથી એ જાણું શકાય છે કે ભદ્રબાહુસ્વામીના સમયમાં પણ કાઉસ્સગ્ન કરતી વેળા મુહપતિ હાથમાં રાખવાની પ્રથા હતી. વિસસાવ ઉપર પજ્ઞ ટીકા રચાયાની હકીકતના સમર્થનાથે હું એ વાત નપું છું કે આની પ્રવર્તકની એક હાથપોથી પુણ્યવિજયજીને પ્રાપ્ત થઇ છે એટલું જ નહિ પણ એમણે “વિશેષાવશ્યક મહાભાષ્ય સ્વપજ્ઞ ટીકાનું અસ્તિત્વ” નામનો લેખ પણ લખ્યો છે. આમાં એમણે કહ્યું છે કે છજ્જુ ગણધરની વક્તવ્યતા સુધીની પણ ટીકા રચી જિનભદ્રગણિ સ્વર્ગવાસી થયા છે, પણ સદ્દભાગ્યે એ અપૂર્ણ ટીકાને કેદ્દાર્યવાદિગણિ મહત્તરે પૂર્ણ કરી છે. ૧ આ ઉપરથી આ વિષયને કેઈ પાઈય ગ્રન્થ હશે એમ લાગે છે. જગદેવકૃત સ્વપ્નચિતામણિ સાથે અવતરણે મેળવવાં જેવાં જણાય છે. ૨ આ લેખ “શ્રી આત્માનંદ પ્રકાશ” (પુ. ૪૫, સં. ૮, પૃ. ૨૪૨-૭)માં છપાયો છે. આમાં પણ ટીકાની શરૂઆતની દસેક પંક્તિ અપાઈ છે. વિશેષમાં આ ટીકાના અનુસન્હાનનો પ્રારબ્લિક ભાગ પણ અપાય છે કે જેમાં કેટ્ટાર્યવાદિગણિ પોતે આ અનુસંધાન કરે છે એ ઉલ્લેખ છે. આ અનુસન્ધાનરૂપ ટીકામાં નમસ્કારનિર્યુક્તિ–ભાષ્ય વ્યાખ્યાનના અન્તમાં આ કૃતિને “કોટાવાદિગણિ મહત્તર”ન કૃતિ તરીકે અને સંપૂર્ણ ટીકાના અન્તમાં એને “કોટ્ટાચાર્યવાદિગણિ મહત્તરની કૃતિ તરીકે ઉલેખ છે. વિસા ઉપર કોટયાચાયૅકૃત જે ટીકા છપાઈ છે તેમાં તેમજ માલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીકામાં પજ્ઞ ટીકામાંથી જે અવતરણો અપાયાં છે તે આ હાથપેથીમાં અક્ષરશઃ જોવાય છે. ઉપર્યુક્ત મહત્તર અને કેટલાચાર્ય ભિન્ન છે ને તેનાં અનેક કારણે છે એમ આ લેખમાં કહેવાયું છે. વિશેષમાં અંશતઃ આ બંનેએ રચેલી ટીકાઓનું સંતુલન કરાયું છે. અત્તમાં “ક્ષમાશ્રમણ-મહત્તરીચ ટીકા” અર્થાત્ અપૂર્ણ ને અનુસન્ધાનાત્મક ટીકા સત્વર પ્રસિદ્ધ કરાશે એ ઉલ્લેખ કરાયો છે. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy