SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ રર૪ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ વળી જાતકોની શૈલીનું સ્મરણ કરાવનારી પાઈય કથાઓ ચુણિમાં છે. ટીકાઓમાં આવરસય ને ઉત્તરજઝયણની, કપ અને વવહારની તેમજ ઠાણ, વિયાહ૦ અને જંબુદ્દીપણકૃત્તિની ટીકા મહત્તવની છે, કેમકે એમાં અનેક અગત્યની પરમ્પરાઓના ઉલ્લેખ છે. મલયગિરિરિકૃત ટીકાઓ એની વિશદતા અને દાર્શનિક ચર્ચાઓની વિપુલતા માટે વિખ્યાત છે. પ્રાચીન ભારતની કથા કહેવાની કળાની અનેક ખૂબીઓ જાણવા માટે જેન વિવરણત્મક સાહિત્ય ઘણું ઉપયોગી છે. કયા કયા આગમ ઉપર કયું કયું વિવરણાત્મક સાહિત્ય છે તેનું તે તે આગમને અંગેની વિચારણું કરતી વેળા મેં નિરૂપણ કર્યું છે અને એની એક સામટી નોંધ વગેરેને HCJ (પૃ. ૧૭૧-૨૦૫)માં મેં સ્થાન આપ્યું છે. આથી અહીં તો “આગના બાલાવબોધ” નામને મારો લેખ છે. સ પ્ર. (વ. ૧૩, અં. ૧૧ )માં છપાયાની નેંધ લેતે કેટલીક વિશિષ્ટ હકીકત રજૂ કરું છું. પિડનિજજુત્તિની વૃત્તિ( પત્ર ૧૩૯૪)માં કહ્યું છે કે “રવાલ નાટક ભજવાતાં એ જોઈને ક્ષત્રિયો દીક્ષા લેતા એથી એ નાટક બાળી નખાયું. નિસીહ(ઉ. ૧૦)ની યુણિ (પત્ર ૫૫૯)માં સીયહર( શીતગૃહ)ની, ઉ. ૧૨ ની યુણિણ( પત્ર ૮૫૪ )માં વિવાહપાલની અને યુણિ( પત્ર ૧૨૪૪ )માં ઘેડાના શરીરમાંથી કાંટે કાત્યાની વાત છે. નિસહ(ઉ. ૧૩)ની યુણિ(પૃ. ૮૫૬ ને પછીનાં )માં વિવિધ ધાવનું નિરૂપણ છે અને ખાસ કરીને ખીરધાઈ(ક્ષીરપાત્રી)નું તેમજ એના દૂધની બાળક ઉપરની અસરનું નિરૂપણ છે. વવહાર( ઉ. ૧૦ )ના ભાસ( ગા. ૪૫૦ )માં કાંચનપુરમાં રેલ આવ્યાની વાત છે. વવહાર( ઉ. ૧)ના ભાસ( ગા. ૩૨૬, પત્ર ભા. ૩, ૧૩૨ )માં ન્યાયાધીશને અંગે કહ્યું છે કે એ ભાંભીય, આસુફખ, માઠરના નીતિશાસ્ત્ર અને કૌડિન્યની દડનીતિમાં નિષ્ણાત હતે. વવહાર(ઉ. ૩)ના ભાસ( ગા. ૨૩૩ )માં રુબીઓને સ્વતંત્રતા ન હોય એમ મનુસ્મૃતિને મળતી વાત છે. ઉત્તર૦ ( અ. ૮, ગા. ૧૩) પરની નેમિચન્દ્રસૂરિકૃત સંસ્કૃત ટીકામાં ૧ જુઓ H I L (Vol. IT, p. 484). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy