SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ બાવીસમું] વિવરણાત્મક સાહિત્ય રર૩ શકીએ. નિજુત્તિ અને ભાસ એ બન્ને પાઇયમાં–જઈણ મરહદીમાં રચાયેલી પદ્યાત્મક કૃતિઓ છે. ગુણિ વિષે પૃ. ૫રમાં વિચાર કરાયો છે એટલે અહીં તે હું એટલું જ કહીશ કે પાઈયમાં વિવરણ આપવાના વલણને બદલે સંસ્કૃતમાં એ રજૂ કરવાના વલણની આ શરૂઆત સૂચવે છે. ટીકા મુખ્યતયા સંસ્કૃતમાં ગદ્યમાં રચાયેલી કૃતિ છે. - નિજજુતિ એ કેવળ નિક્ષેપકે પર્યાય સૂચવે છે એમ નથી, પણ એ તે જેન તાત્ત્વિક સિદ્ધાન્ત, નૈતિક વિચારણું અને શ્રમણોના આચારને વિશદ બનાવનારી પૌરાણિક અને ઐતિહાસિક કથાઓને સંક્ષેપમાં નિર્દેશ કરનારૂં અગત્યનું સાધન છે. મોઢે કરી શકાય અને આગમો મોઢેથી સમજાવતી વેળા એને ઉપગ થઈ શકે એવી એની રચના છે. એમાં કેટલીયે વાર એ સંક્ષેપમાં નિર્દેશ હોય છે કે ભાસ અને ખાસ કરીને એ પછીનાં વિવરણાત્મક સાધન વિના એને અર્થ સમજવો મુશ્કેલ થઈ પડે છે. આથી તે કઈ કઈ વિદ્વાને નિજજુતિ એ કઈ એની પૂર્વના વિવરણનું સંક્ષિપ્ત સ્વરૂપ છે એમ માનવા પ્રેરાય છે. પ્રાચીન ભારતવર્ષની સામાજિક પરિસ્થિતિ-આહાર, પહેરવેશ, રીતરિવાજે, ઉજાણીઓ અને ઉત્સવ, નગરરચના, મુસાફરીની મુશીબતે, આર્થિક જીવન, ચેર વગેરેના ઉપદ્રવ, રાજબંધારણ, દુકાળ વેળાની હાડમારી, પરિવ્રાજક અને અન્ય તાપસેના વર્તન તેમજ જૈન શ્રમણોના જીવન ઉપર પુષ્કળ અને મહત્વને પ્રકાશ પાડનારાં ભાસ તરીકે ૩૫, વવહાર અને નિસીહનાં ભાસો (અને એની ટીકાઓ) ગણાવાય તેમ છે. એવી રીતે જૈન ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ માટે આવાસય અને નિસીહની યુણિણ ખાસ મહત્તવની છે; બાકી એ તેમજ બીજી યુણિઓ પણ ભાષાવિજ્ઞાનના અભ્યાસ માટે તે ઉપયોગી છે જ. ૧ આ તેમજ નય દ્વારા જૈન દર્શનની ભૂમિકા સુદઢ બનાવાઈ છે. ૨ બૌદ્ધ અને ચાર્વાકને ઉદ્દેશીને દાર્શનિક ચર્ચા કરાઈ છે. ૩ સંઘદાસગણિએ કલ્પના ભાસમાં પ્રમાણ, નય અને નિક્ષેપને અંગે લખ્યું છે. વિશેષમાં એમણે શ્રમણના નિયમોની દાર્શનિક શૈલીએ ચર્ચા કરી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy