SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ જ આગમનું દિગ્દર્શન - પ્રકરણ (૨૫) નાગપરિયાવણિયા (નાગપરિયાપનિકા)માં નાગકુમારને અધિકાર છે. આ આગમને એકચિત્તે સાધુ અભ્યાસ કરે તે નાગકુમાર એમને વન્દન કરે અને પોતાના સ્થાનમાં રહ્યા છતાં વરદાન આપે. (૨૬-૨૭) ઉદ્ગુણસુય ને સમુકુણસુય-નંદીચુણિ(પત્ર ૪૯)માં કહ્યું છે કે ક્રોધે ભરાયેલા સાધુ ઉEાણસુય(ઉત્થાનથુત)ને એક, બે કે ત્રણ વાર પાઠ કરે તે જે કુટુમ્બ, ગામ કે રાજધાની ઉપર એને રોષ હોય તે ઉજજડ બની જાય. એ સાધુ શાન્ત થતાં સમુદ્ગુણસુયને એક, બે કે ત્રણ વાર પાઠ કરે તે ઉજજડ થયેલે ભાગ ફરીથી વસે, આ પ્રસંગ મહાવીરસ્વામીના સમકાલીન મિસાર મુનિને અંગે થયાની હકીકત જિનલાભ વિ. સં. ૧૮૩૩માં રચેલા આત્મપ્રબોધ(પૃ. ૧૭૭-૮)માં આપી છે. તેર વર્ષના દીક્ષિત સાધુ સમુદ્રણસુય ભણી શકે. ઉદ્ભુસુય તેમજ સમુદ્ણુસુય સાતિશય આગમ છે એમ વિસેનાના ટીકાકાર કોટ્યાચાર્ય તેમજ હેમચન્દ્રસૂરિ પોતપોતાની ટીકામાં કહે છે. વિશેષમાં આ બન્નેએ સમુદ્રણનું સંસ્કૃત રૂપાન્તર “સમુત્થાન” આપ્યું છે, પરંતુ જિનદાસગણિએ તો નંદીચુણિ (પત્ર ૪૯)માં સમુદ્ગણસત્તનું વાસ્તવિક નામ “સમુવણસુય ” એમ આપ્યું છે, કેમકે એમના કહેવા મુજબ “વ”ને લેપ થયેલ છે. આ હિસાબે આનું સંસ્કૃત નામ “સમુપસ્થાન-મૃત” છે. (૨૮) કપિયાકાપ (કલ્પિતાકલ્પિત –શું કલ્પ–પે અને શું ન કલ્પે એમ બે જાતની બાબતે અહીં વર્ણવાઈ છે. (૨૯-૩૦) ખુફિયાવિમાણપવિભક્તિ ને મહસ્લિાવિયાણપવિભત્તિ-અગિયાર વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધુ આ બન્ને આગમ ભણે. આ આગમો સંખેવિતદસાનાં પહેલાં બે અજઝયણ છે. ખુડ્ડિયાવિમાણપવિભત્તિ (ક્ષુલ્લકવિમાનપ્રવિભક્તિ)માં આવલિકામાં પ્રવેશેલાં -તેમજ નહિ પ્રવેશેલાં એમ બન્ને પ્રકારનાં વિમાનને અધિકાર છે. આ જ અધિકાર વિસ્તારથી મહલિયાવિમાણપવિત્તિ (મહવિમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy