SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ આહંત આગામેનું અવલોકન [પ્રકરણ છે તે ઉપરથી એ ફલિત થાય છે કે શ્રીઇન્દ્રભૂતિ સિવાયના ગણધરની નિષદ્યાએ અનિયત છે એટલે કે એ ગણધરની નિષદ્યાની સંખ્યા ત્રણની જ નિયત નથી. આ સાથે, એકંદર પંદર નિષદ્યાઓને વિચાર કરતાં એમ જણાય છે કે શ્રીઇન્દ્રભૂતિ સિવાયના કોઈ એક ગણધરની તે નિષદ્યા પંદર હશે જ, પણ તે કોની તેની તપાસ કરવી બાકી રહે છે. પંદર નિઘદ્યાઓને લગતા ઉત્તરો કયા છે તે સંબંધમાં કોઈ ઉલ્લેખ મારા જેવા જાણવામાં નથી, પરંતુ એ ઉત્તરોમાં ત્રિપદીને કોઈ પણ રીતે વિશિષ્ટ સ્થાન હશે જ એમ લાગે છે. કદાચ એમ પણ હોય કે ત્રિપદીગત એકનું એક પદ પાંચ વાર ઉત્તરરૂપે કહેવાયું હેય. ગમે તેમ હો પણ ત્રણ નિષઘાને બદલે જે ગણધરને ઉદ્દેશીને પંદર વિદ્યાનો ઉલ્લેખ છે તે તેમની બુદ્ધિ શ્રીઇન્દ્રભૂતિની બુદ્ધિ કરતાં મંદ હોય એમ સૂચવે છે. ત્રિપદી એ સમસ્ત દ્વાદશાંગીનું બીજ છે. એ બીજ પલ્લવિત થતાં એનું પૂર્વાગત મૃતરૂપ ઝાડ બને છે અને એ ઝાડમાંથી ઇષ્ટ વસ્તુઓ લઈ અગ્યાર અંગ રચી શકાય છે. આ રીતે વિચારતાં ચોથા પ્રશ્નમાં સૂચવેલા તમામ વિકલ્પ ધટી શકે છે. બારમા અંગના વિભાગોની રચના અને સ્થાપના-નંદીસુત્ત (સૂ. ૫૭૨)માં પરિકમ, સુત્ત, પુષ્યમય, અણુઓ અને ચૂલિયા એ ક્રમપૂર્વક દિઠિવાયના પાંચ વિભાગનો નિર્દેશ છે, જ્યારે અભિધાનચિતામણિ (કા. ૨, લે. ૧૬૦), કમ્મવિવાગ (નવ્ય)ની સ્વપજ્ઞ વિકૃતિ (પૃ. ૧૭) અને લોકપ્રકાશ (સ. ૩, લે. ૩૯૩૧) તેમ જ તત્ત્વાર્થ રાજવાર્તિક (પૃ. ૫૧)માં પુત્રગય (પૂર્વગત)ને ચોથું સ્થાન અને અણુએાગ (અનુગ)ને ત્રીજું સ્થાન અપાયેલ છે, અને બાકીના વિભાગેને ક્રમ તો એને એ છે. આ પ્રમાણે પુત્રગય અને અણુઓને ક્રમ પર મતભેદ જોવાય છે. વિશેષમાં “અણુઓ'ને બદલે પુરવાણુઓ અને અનુયોગને બદલે “પ્રયમાનુગ” એમ નામાંતર ઉપલબ્ધ થાય છે. આ બધી બાબતોને વિચાર કરતાં એ પ્રશ્ન કુરે છે કે પરિકમ્માદિ પાંચ વિભાગે ક્યા ક્રમથી રચાયા હશે? આને ઉત્તર બે રીતે આપી શકાય તેમ છે – (૧) તીર્થ કરે પ્રથમ પૂર્વો કહ્યાં વાતે જ એ પૂર્વે કહેવાય છે એમ માનનાર ૧ આ વધારેમાં વધારે નિષઘાસૂચક અંક હોય એમ જણાય છે. ૨ પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે – ‘से किं तं दिहिवाए ? दिद्विवाए णं सवभावपरूवणा भाषविजइ, से समासमो पंचबिहे पन्नते, तंजहा-परिकम्मे १ सुत्ताई २ पुचगए ३ अणुभोगे ४ चूलिमा ॥५॥" ૩ જુઓ પૃ. ૧૧, ४ "परिझम्म १ सुत्त २ पुष्वाणुओग ३ पुष्वगय ४ चूलिया ५ एवं । पण दिट्टिवायभेया चउदस पुवाई पु० गयं ॥" ૫ અભિધાનચિત્તામણિમાં જે પદ્ય છે તે જ આ છે. વળી એની પહેલાંનાં બે પદો પણ સમાન છે અને એ બે પદ્યમાં ૧૧ અંગાનાં નામ છે. १ "स पंच वेधः परिकर्म सूत्रं प्रथम नुयोग: पूर्वगतं चूलिका चेति ।" ૭ જુઓ આ જ પૃષ્ઠનું ચોથું ટિપ્પણ તેમ જ પૃ. ૨૪. ૮ જુઓ આ જ પણનું છે ટિપ્પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy