SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ જુ] પ્રવર્તમાન શાસનની દ્વાદશાંગીની રચના અને સ્થાપના ૨૧ તે પરિકમ્મ, સત્ત, પુલ્વય, અણુઓ અને ચૂલિયા એ કમેક પુરવગય અને અણુગના વિનિમયવાળા ક્રમે બારમું અંગ રચાયું એમ માને છે તે ખોટું નથી. અનુયોગદ્વાર તરીકે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નયને જે ઉલેખ' અને ઊહાપોહ અણુઓગદ્દાર, ઉત્તરજઝયણસુરની શ્રોભદ્રબાહુ સ્વામીએ રચેલી નિજુતિ વગેરેમાં જોવાય છે તે ઉપરથી એમ સંભાવના કરાય છે કે અણુગને પુત્રગય પૂર્વે સ્થાન આપનારા એ અણુઓગમાં ઉપક્રમ અને નિક્ષેપની પ્રધાનતા માનતા હશે, અને જેઓ અણુએગને પુથ્વગય પછી સ્થાન આપે છે તેઓ અણગમાં અનુગમ અને નયની પ્રધાનતા માનતા હશે, કેમકે સૂત્રની વ્યાખ્યા કરવા પૂર્વે ઉપક્રમ અને નિક્ષેપ માટે અવકાશ છે, જ્યારે એની વ્યાખ્યા કર્યા બાદ કે કરતી વેળા અનુગમ અને નય માટે અવકાશ છે. (૨) ગણધરે પ્રથમ પૂર્વ રચાં એથી એ પૂર્વ” કહેવાયાં એમ માનનારાઓ ક્યા ક્રમે પરિકમ્માદિ વિભાગને રચાયેલા ગણે એ વિચારતાં એમાં બે વિકલ્પ માટે અવકાશ છે (અ) પ્રથમ પૂર્વ રચાયાં એને અર્થ સીધો જ લેતાં તો એ પ્રથમ રચાયાં એમ માનવું પડે, અને એ રચાયાં બાદ પરિકમ્મ, સત્ત, અણુઓ અને ચૂલિયા એ ચાર વિભાગ રચાયાં હશે. પરિકમ્મર વિના ગણધર જેવા વિશિષ્ટજ્ઞાની પ રચી જ ન શકે એમ તે માનવું સમુચિત જણાતું નથી એટલે પ્રથમ વિકલ્પ તરીકે પાંચ વિભાગોને રચનાક્રમ પુત્રય, 1 " चत्तारि अणुओगदारा भवति, तंजहा-उवक्कमे । निक्खेवे २ अणुगमे ३ नये ४ – અણુગાર (સ. ૫૯) २ "तस्थऽज्झयण पढम विषयसुयं तस्सुवकमाईणि। दाराणि पनवेउ भहिगारो इस्थ विणएणे ॥२८॥" ૩ કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નયના સામાન્ય અર્થ અનુક્રમે નજીક લાવવું, સ્થાપન કરવું, અર્થ કરો અને કયા નયની અપેક્ષાએ વસ્તુ છે તે બતાવવી એમ થાય છે. અણુઓને ત્રીજું સ્થાન આપનારનું કહેવું એમ સંભવે છે કે ઉપક્રમ અને નિક્ષેપ વિના અનુગમ અને નય માટે અવકાશ નથી. વળી ઉપક્રમ અને નિક્ષેપ એ પ્રાથમિક દ્વારા વિના પુવનયમાં પ્રવેશ થાય નહિ એટલે પ્રથમ એ બે દ્વારે શીખવવાં જોઈએ એટલે એ દ્રષ્ટિએ અણુગ પુત્રગય પૂર્વે છે. વિશેષમાં અનુગમ અને નય માટે સૂત્રોચ્ચારણ પૂ–પુછવયના અભ્યાસ વિના અવકાશ નથી એટલે ન ટકે બાકીન એ બે દ્વારે પુત્રગય પછી શીખવાય છે. અણુઓમને ચોથું સ્થાન આપનારાનું કહેવું એમ સંભવ છે કે ઉપક્રમ અને નિક્ષેપથી કાર્યસિદ્ધિ નથી, એ તે અનુગમ અને નયથી થાય છે એટલે જ્યારે એ બે તારે ભણાવાય ત્યાં જ વાસ્તવિક રીતે અણુગનું સ્થાન છે, નહિ કે પુત્રનયની પૂર્વ ઉપક્રમ અને નિક્ષેપ ભણાવાતી હોવાથી ત્યાં એનું સ્થાન છે. અત્રે એ વાત પણ સ્પષ્ટ કરી લઇએ કે અણુગને ત્રીજું સ્થાન આપનાર તેમ જ રથાન આપનાર ઉપક્રમાદિ ચારે દ્વારા એક જ ક્રમે ભણાવે છે એટલે કે પ્રથમ ઉપક્રમ અને નિક્ષેપ પૂરતો અણુબ ભણાવ્યા પછી પુ વગય અને પછી અનુગમ અને નય એ પૂરત અણુ આગ ભણાવે છે; પરંતુ ભેદ તો એ પહેલાં દ્વારને પ્રધાનતા આપવી કે છેલ્લાં બે વારોને એના ઉપર અવલંબે છે અને જે પ્રમાણે પ્રધાનતા અપાય તે પ્રમાણે અણુગને પુછવગય પૂર્વે કે પછી સ્થાન અપાય. આ પ્રમાણે, અણુગના સ્થાન પરત્વેને ભેદ કેવી રીતે ઘટાવી શકાય એ પ્રશ્ન વિચારતાં મને સ્કુયું તે મેં અત્ર રજુ કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy