SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા જરૂર છે. આ જગતમાં વિશિષ્ટ જ્ઞાની તરીકે અરિહંતો = જેઓ જગતના પ્રાણીમાત્રના કલ્યાણઅર્થે “સવિ જીવ કરું શાસનરસી’'ની ભાવનાને વશ બની પોતાના મોક્ષને ગૌણ કરીને પણ સર્વ હિતકારી શાસનની સ્થાપના રૂપે તીર્થંકર નામકર્મની નિકાચના ત્રીજા ભવે કરે છે. ત્રીજા ભવેથી જ તેઓ પ્રાણીમાત્રના હિતના સાચા રખેવાળ જેવા બને છે. ૨૦૮ તે પરમ ૨) સિદ્ધો : અરિહંત પરમાત્માની આજ્ઞાનું સર્વાંગ શુદ્ધ સર્વ જીવ મૈત્રી ભાવપૂર્વક વિશુદ્ધ સર્વ વિરતિના ઉદાત્ત પાલન દ્વારા સઘળાં કર્મોનાં બંધનોથી મુકત બની પરમ વિશુદ્ધ પદને જેઓ પામ્યા છે અને સતત આનંદમય સહજ શુદ્ધ ચિદાનંદના પવિત્ર સ્રોત સમા તે સિદ્ધોની આજ્ઞા = પદને પામવાના આદર્શરૂપે ચાલવાની લક્ષ્ય-પ્રેરણા આપનારા. ૩) આચાર્યો : અરિહંતોની ગેરહાજરીમાં ભવ્યજીવોને સર્વ તારક, પરમહિતકારિણી તીર્થંકર પરમાત્માની પંચાચાર પાલનની આજ્ઞાને સક્રિય રીતે જગતની સામે રજૂ કરનારા મહાપુણ્યશાળી મહાપુરુષો. ૪) ઉપાધ્યાયો : પરમહિતકર અનંતઉપકારી શ્રી તીર્થંકર પ્રભુના નિષ્કારણ ભાવ-વાત્સલ્યના પવિત્ર ઝરારૂપ કેવળજ્ઞાનથી મોક્ષ સુધી તીર્થંકર પ્રભુએ સતત રોજ પ્રથમ અને છેલ્લી પોરસીમાં વહેવડાવેલ જ્ઞાનગંગાના અણમોલ વારસા જેવા મહાપવિત્ર, મોહ-મહાવિષ-ઘાતક પરમ પુનિત જીવન શુદ્ધિકર આગમોનો સૂત્રથી વારસો જાળવી યોગ્ય ભવ્યજીવોના હૈયા સોંસરવો ઉતારનાર મહાપુરુષો. ૫) સાધુઓ : પરમ પુનિત જિનશાસનના સર્વજીવોને અભયદાન દેવાના પરમ રહસ્યને યથાવત્ સમજી વિશ્વના સૂક્ષ્મ એકેંદ્રિય એક પણ જીવને ન વિરાધવા રૂપ સર્વ વિરતિનું સર્વાંગ શુદ્ધ પાલન કરી તીર્થંકર પ્રભુની સર્વહિતકારિણી આજ્ઞાને ચરિતાર્થ કરનારા મહાપુરુષો. - આ પાંચ મહાપુરુષો સર્વોત્તમ, લોકોત્તમ અને અનન્યસાધારણ મહાપુરુષો છે. આમની આજ્ઞા પ્રમાણે જીવનશકિતઓને વહેવડાવવી એ એક જીવનનો પરમ લહાવો છે. આ પાંચે મહાપુરુષોની આજ્ઞા એક જ છે કે સિદ્ધ ભગવંતોના જેવી સત્તાગત. અનંતજ્ઞાનાદિ સંપદાને અરિહંત પ્રભુના ભાખેલા આગમોના આધારે ઓળખી અરિહંત પ્રભુએ તે સ્વરૂપને મેળવવા દર્શાવેલ પંચાચાર-પંચ સમિતિ ત્રણ ગુપ્તિના પાલનરૂપ સંયમનું પાલન કરવું એટલે જિનાજ્ઞા (અરિહંત) પ્રમાણે કર્મ નિર્જરાના (સિદ્ધ) ધ્યેયથી પંચાચારની (આચાર્ય) મર્યાદાને શાસ્ત્રીય પદ્ધતિ મુજબ (ઉપાધ્યાય) વિષયની વાસનાઓ સંસ્કારોના આકર્ષણથી પુદ્ગલ તરફ જતી ઇંદ્રિયો, બુદ્ધિ-મનને રોકવારૂપ સંયમ (સાધુ)ની નિષ્ઠા જાળવવી. આ આજ્ઞાને જીવનમાં પરમ તારક આદર્શ, ઉચ્ચ ધ્યેય તરીકે ઓળખવી, સમજવી અને તદનુરૂપ આચરવા પ્રયત્ન કરવો, તેમાં જ આપણું કલ્યાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy