SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તખ્તચંદ્રિકા ૧૮૭ આ જાતની સ્પષ્ટ વિચારધારા આરાધકોએ પોતાના મસ્તિષ્કમાં અંકિત કરવાની ખાસ જરૂર છે. આના બળે જ વિશિષ્ટ કોટિનો નિખાલસ – બિનશરતી શરણાગતિનો ભાવ જીવનમાં ઝબકી શકે. તમે હકીકતમાં વિશિષ્ટ રીતે પુણ્યવાન છો કે આ જાતના નિષ્કામ શરણાગતિ ભાવના કેન્દ્ર તરફ પૂર્વના પુણ્યબળે તેવી વિશિષ્ટ સામગ્રી ઊછરતી ઊગતી બાલ્યવયમાં જ જુવાનીના પરોઢ ખીલતાં પૂર્વે મેળવી શકો છો. બત્રીસ ભોજનનો થાળ સામે પીરસાઈ ગયો છે, હવે માત્ર તમારે હાથ ચલાવી મોંમાં વ્યવસ્થિત રીતે મૂકવાની જ જરૂર છે. યથાશકય તમારા તે બાજુના પ્રયત્નો ચાલુ હોવા છતાં થોડી ચિંતા થાય એ પણ સાહજિક છે કે, તમોએ પ્રબળ પુણ્યના બળે વિશિષ્ટ આરાધનાની સામગ્રી - જેમાંથી વિશિષ્ટ રીતે નિષ્કામ શરણાગતિ ભાવ કેળવી શકાય તેમ છે તે મેળવવા છતાં વ્યાવહારિક ઉપાધિઓ - માની લીધેલી જવાબદારીઓ – માથે આવી પડતી સંસારની પ્રવૃત્તિઓ આદિથી તમે પગથાર પર આવીને ઊભેલા છતાં કૂવામાંથી ભરપૂર કે ધોધબંધ વહેતા પ્રવાહમાંથી બહુ જ થોડું તમે ઝીલી શકો છો. આ હકીકત ખરેખર આટલાં વર્ષો પછી ચિંતાજનક બની છે. આમાં તમારો વાંક જેટલો નથી તેથી વધુ પરિસ્થિતિનો છે, છતાં થોડી ઉપેક્ષાવૃત્તિ છે જ! એનો એકરાર તટસ્થ દષ્ટિથી તમોને પણ થશે જ! આ ઉપર ગંભીર પણે વિચારશો. J) STT જૈન આગમ મંદિર, પાણીતાણા ૪-૭-૮૪ વિચારોમાં અજ્ઞાન – વાસના અને મમતાની ધમાલ જેટલી ઘટે તેટલી આપણા જાપની પ્રક્રિયા સફળ અને આચરણા = વ્યવહારમાં દંભ-ઈષ્ય-અસવ્યવહાર-અજયણા-ગદ્ધા મજૂરી-નાહકની દોડધામ આદિ તત્ત્વો ઘટે તો જાપથી ઊપજતી અંતરંગ શુદ્ધિનું પ્રમાણ વધ્યું ગણાય. આપણા જીવનની બે બાજુ છે : એક અંતરંગ - બીજી બહિરંગ. સામાન્યથી માનવી સંસ્કારોની પરવશતાથી અંતરંગ જીવનમાં મોહ, માયા, મમતા, રાગ, દ્વેષ, વાસના, કષાયો આદિનું પોષણ કરતો હોય છે અગર કરવામાં માને છે, છતાં બહિરંગ જીવનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy