SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા મારા તારક ગુરુદેવના સંથારાની ઉપરની બાજુ (પૂ. ગુરુદેવ શાસ્ત્રીય નિયમોના પૂરા જાણકાર, તેથી ભીંતથી ૧ હાથ છેટે સંથારો હતો તેથી) પશ્ચિમ બાજુથી જમીન સરખી છાપરીની ઓટલી પર ચઢી પૂર્વ તરફ દીવાલે મારા સંથારા આગળ થઈ પૂ. ગુરુદેવના સંથારાની ઉપરની બાજુ થઈ પૂર્વ તરફ ધીમે ધીમે ચાલ્યો ગયો. આ પ્રત્યક્ષ જીવનનો રોમાંચકારી અનુભવ છે. શ્રી નવકારના તેજસ્વી દિવ્ય વર્ણોમાં કેટલી અદ્ભુત શકિત! જેના પ્રતાપે મારા નવજાત શ્રદ્ધા-દિપકમાં અખૂટ તેલ પૂરાઈ ગયું. ભયંકર ૬ થી ૭ ફૂટ લાંબો કાબરચીતરો ॥ ઇંચ જાડો તે સાપ પણ હતપ્રભ બની ગયો, શ્રી નવકારના કમલબંધ જાપથી. માટે પુણ્યાત્માઓ! તમે પણ જાપ વખતે માનસિક ચિત્ર કલ્પનાથી એવું ઊભું કરો કે જાપના માધ્યમથી અમારા મગજ અને હાર્ટમાં આ દિવ્ય તત્ત્વ પ્રગટે છે પરિણામે અમારી અશુદ્ધિઓ બધી ધોવાઈ જાય છે, હટી જાય છે, દિવ્ય આનંદ – વિશિષ્ટ શ્રદ્ધા – અદ્ભુત સમર્પણ અને દિવ્ય શરણાગતિનો અનુભવ આવા જાપથી થશે એ ચોકકસ હકીકત છે. D ૯૩ Jain Education International ૧૮૬ વી જૈન આગમમંદિર, પાલીતાણા ૨૩-૬-૮૪ વિ શ્રી નવકારના જાપની પ્રાથમિક ભૂમિકા દૃઢ નિષ્ઠા - શ્રદ્ધા - ભકિતના ફલ રૂપે નિખાલસ શરણાગતિભાવ છે. રોગના કંટાળામાંથી જન્મતા દીનભાવના પ્રતિફળરૂપે જે રીતનો શરણાગતિ ભાવ દર્દીમાં વિકસે છે તે ટાઈપનો બલ્કે તે કરતાં વધુ પ્રબળ કક્ષાનો શરણાગતભાવ આરાધના માટે જરૂરી છે. જીવનમાં ડગલેને પગલે અનુભવાતાં દુ:ખોના દ્વન્દ્વના સંઘર્ષમાંથી છોડાવવાની શકિત એક માત્ર વીતરાગ ભાવની પૂર્ણ કક્ષાએ પહોંચેલા કે પહોંચવાના રાજમાર્ગ પર ચાલનારા પાંચ પરમેષ્ઠીઓમાં જ છે. કેમ કે તેઓ આચારશુદ્ધિ અને વિવેકબુદ્ધિના પુનિત સહયોગ દ્વારા આત્મશુદ્ધિના શ્રેયમાર્ગને નિખાલસ અપનાવી શકયા છે. બાકી જગતની કોઈ પણ ભૌતિક શકિત જીવનમાં પ્રતિક્ષણ અનુભવાતો દુ:ખ-દ્વન્દ્વને હઠાવવાનું સામર્થ્ય ધરાવી શકતી નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy