SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા સંસ્કારોની અસર ઓછી થાય એવું લક્ષ્ય જાગ્રત કરવાની જરૂર છે. આ રીતે લક્ષ્ય જાગ્રત થાય ત્યારે મન આપોઆપ આરાધનામાં જોડાય – પછી સંજોગો, પરિસ્થિતિ કે મુડની અનુકૂળતા જોવાનું ન થાય એમ ૧૯૮૪ = ૨૨નો આંક આપણને સૂચવે છે. વળી ગયા પત્રમાં જેમ સઘળા રોગોના કારક વાયુ, પિત્ત અને કફના વિકારો જણાવેલ, તેમ આપણા જીવનમાં રાગ-દ્વેષ અને મોહ સઘળી અશુદ્ધિ - અવનતિનું કારણ છે તેમાં રાગ = કના સ્થાને છે. દ્વેષ = પિત્તના સ્થાને છે. મોહ = વાયુના સ્થાને છે. કેમ કે રાગ = વધે છે. ૧૫૭ થી જીવનમાં ચીકાશ વધે છે. દ્વેષથી જીવનમાં ખટાશ વધે છે, મોહથી વાયડાપણું શ્રી નવકારની આરાધના કરનારાઓ પોતાના જીવનની સઘળી મનોવૃત્તિઓના અંતરને યોગ્ય રીતે તપાસી નકકી કરે કે આપણી વૃત્તિઓમાં - ચીકાશ (વસ્તુ-સ્થિતિ સમજવાની તૈયારીની ખામીએ ખોટી પકકડ) ખટાશ (પોતાની ધારણાને પૂરી પાડવા માટે અણસમજથી સાચું કહેનાર કે સમજાવનાર તરફ માનસિક ઈર્ષ્યા-દ્વેષ-અરૂચિનો ભાવ) અને વાયડાપણું (સન્માર્ગ પર ચાલવા માટે જરૂરી વાસના નિગ્રહ, ક્રિયારુચિ, વડીલોનો આદર અને સરળતાની ખામીથી પોતાની ક્રિયામાર્ગની અરુચિને ઢાંકવા ખોટી ડંફાશો – ભયની વાતો કરવાની ટેવ) આ ત્રણ બાબત કેટલા પ્રમાણમાં છે તેની તપાસ કરવી જરૂરી છે. વિચારોમાં વિવેક અને જ્ઞાની નિશ્રાથી મળતો જાગૃતિનો પ્રકાશ હોય તો વૃત્તિઓમાં ઉપજેલ ચીકાશ, ખટાશ અને વાયડાપણાના દોષને પારખી શકીએ. તમો જેમ શ્રી નવકારના જાપની વ્યવસ્થિત આરાધના સાથે સ્વદ્રવ્યથી જિનપૂજા, સામાયિક, સત્સંગ, આવશ્યકક્રિયા, રાત્રિભોજન, અભક્ષ્યના ત્યાગ આદિ જવાબદારીભર્યાં અનુષ્ઠાનો આચરશો તેમ તેમ તમારી સમજણમાં વૃત્તિઓના આ ત્રણે મહાદોષો ઓળખવાની ક્ષમતા વધશે, આરાધનામાર્ગે આ ત્રણ દોષોને પારખ્યા વિના આપણી આરાધનામાં ઓજસ નથી પ્રગટતું. નમ્રભાવે શ્રી નવકારને અંતરથી પ્રાર્થના કરવાની જરૂર છે કે “જીવનના આ ત્રણ મહાદોષો - કે જેમાંથી જીવનને અધ:પતનની ઊંડી ખાઈમાં લઈ જનારા અનેક દુર્ગુણો આપણામાં એક પછી એક પ્રગટે છે તેવાની સાચી ઓળખાણ સારામાં સારી રીતે પ્રાપ્ત થાઓ !!!'' Jain Education International આ જાતની પ્રાર્થનાથી આપણી બુદ્ધિમાં રહેલ અજ્ઞાન, કદાગ્રહ અને ભ્રમણાના પાપ ઘટે છે. વળી દરેક જાતના વાત, પિત્ત, કફના વિકારોથી ઊપજતા રોગો માટે જેમ ત્રિફળા, ત્રિકકડ અને વિજયાદ્દિગુટી અનુકૂળ પડે છે તેમ રાગ-દ્વેષ-મોહના સંસ્કારોને વ્યવસ્થિત રીતે કાબૂમાં લેવા માટે રત્નત્રયી = જ્ઞાન = દર્શન = ચારિત્રની તેમજ ખપ - જપ અને તપની ત્રિપુટી ખૂબ જ ઉપયોગી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy