SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા * વિચારોથી સદા કાળ આપણે પવિત્ર રહીએ, કયારેક આચરણમાં ઢીલાશ આવે તો એ ખૂંચવી જોઈએ, પ્રસંગ મળતાં જ પાછા આપણે સદાચારના માર્ગે આવી જઈએ. * સ્વાર્થવૃત્તિનો સંકોચ કરતાં શીખીએ. * જ્ઞાની મહાપુરુષોની આજ્ઞા - દોરવણીને આપણે સફળ બનાવવા તત્પર રહીએ. * સવાંચન - હિતકરસ્વાધ્યાય અને વિચારોનું સમીકરણ કરનાર ચૂંટેલ પુસ્તકોના ઉપયોગથી જીવનને શુદ્ધિના પંથે ટકાવી રાખીએ. આ સપ્ત સૂત્રી જીવનશુદ્ધિ માટે ખૂબ જરૂરી છે. તમે સહુ આ સપ્ત સ્ત્રીને જીવનમાં ઉતારી વિશિષ્ટ રીતે શ્રી નવકાર મહામંત્રના આરાધક બની જીવનશુદ્ધિના પંથે આગળ ધસો !! એ મંગળ કામના * 8 ७६ શંખલપુર ૩૧-૧૨-૮૩, શનિવાર ગયો પત્ર બાવનમા દીક્ષા પર્યાયના છેલ્લા દિવસે લખેલ. આ પત્ર વ્યાવહારિક અંગ્રેજી ૧૯૮૩ના વર્ષના છેલ્લા દિવસે લખાય છે. આ ગયું વર્ષ ૧૯૮૩નું એટલે ૧+૯૧૦ તેમાં ૮+૧૩=૧૧ ઉમેરતાં ૨૧નો આંક થાય છે તે એમ સૂચવે છે કે – આરાધનામાં બે જોડાયા છે. એક બાકી છે એટલે જુદું છે. અર્થાત્ શ્રી નવકારની આરાધનામાં બે એટલે વચન-કાયા જોડાયાં છે પણ એક = મન હજુ બાકી છે એ આડું છે પણ તેનું અસ્તિત્વ મૂડ – સંજોગ – પરિસ્થિતિના આધારે સ્વતંત્ર રહ્યું છે, કયારેક તે આરાધનામાં ભળે ન પણ મળે! આ સ્થિતિનો સુધારો કરવા માટે હવે નવું વર્ષ ૧૯૮૪ એટલે રરનું વર્ષ એમ સૂચવે છે કે, જોડાયેલ વચન-કાયા સાથે મનને જોડવા માટે તેમાં આત્માને જોડવાની જરૂર છે. આત્માને જોડવો એટલે લક્ષ્યની જાગૃતિ જોઈએ. શ્રી નવકારની આરાધનાથી આપણા જીવનમાં રાગ-દ્વેષ અને મોહના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy