SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જાળવવી ખૂબ જરૂરી છે. શ્રી નવકારનો જાપ બે રીતે ચાલુ, શબ્દથી અને મનથી ! અંદર થતાં ઉચ્ચારણો પર ધ્યાન કેંદ્રિત કરવા રૂપે થતો જાપ મનથી આપમેળે ગણાય અને અંદર જાપના ઉચ્ચાર ધ્વનિ પર મન કેંદ્રિત ન હોય, માત્ર જીભથી જાપ થતો હોય તે શબ્દાપ ગણાય. શબ્દજાપની સ્થાન – સમય – ‘આદિની મર્યાદા જળવાય તો તે વિચારોને બંધ કરી માનસિક જાપની ભૂમિકા આપી શકે છે. પણ રહેણી-કરણીની મર્યાદાના પાલનની તો ખાસ જરૂર છે. તે વિના સ્થાન સમય આદિની મર્યાદા ફળતી નથી. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા જીવનશુદ્ધિના રાહે ચાલવામાં હકીકતે અંતરંગ પરિણતિની કેળવણીની મહત્તા છે તે કયારે કેળવાય ? જ્યારે કે રહેણી-કરણી સાત્ત્વિક હોય, આપણી રહેણી-કરણીમાં સાત્ત્વિકતા એટલે નીતિ-ધર્મ અને સદાચારની મર્યાદાઓ જળવાતી હોય. - જાપ દ્વારા ઊપજતી શકિત અંતરના રાહે આત્મા સુધી ત્યારે પહોંચે જ્યારે એના માધ્યમ તરીકે સાત્ત્વિક આહાર-સાત્ત્વિક જીવનચર્યાં અને સાત્ત્વિક વાતાવરણ આ ત્રિપુટીનું યોગ્ય બળ મળે ત્યારે. તમોને શ્રી નવકારના પ્રભાવે યોગ્ય સમજણ તો મળી છે, પણ તેમાં વિવેકનું મિશ્રણ યથોચિત માત્રામાં ભેળવવાની જરૂર છે. દુનિયાદારી, વ્યવહારુ ધોરણે કેટલીક - વિચારધારા તમોને આધ્યાત્મિક સાધનાના પાયા સમી સાત્ત્વિક જીવનધારા અપનાવતાં જરા સંકોચ થાય છે. પણ જીવનનું લક્ષ્ય વિશિષ્ટ રીતે કેળવાય પછી આવો સંકોચ વાજબી નહીં! જરા ગંભીરપણે વિચારશો. દુનિયાદારીનાં સર્ટિફીકેટો સ્થાયી કે સમજણવાળાં નથી હોતાં. આજે સવળું કે અવળું બોલનારી દુનિયા આવતી કાલે કયા ધોરણ પર જશે તે નિશ્ચિત નથી. - વિચારોની ભૂમિકા સ્પષ્ટ રીતે લક્ષ્યગામી બની જાય, પછી ભાઈબંધો - દોસ્તો – કે અમુક સ્વજન વર્ગમાં અજ્ઞાન દશાથી ઊભી થતી હવાના આવરણને ભેદવા જેટલી ક્ષમતા તો વિવેક અને નિષ્ઠાવાળા આરાધકે કેળવવી જોઇએ. Jain Education International આ માટે શ્રી વીતરાગપ્રભુનું અવલંબન નામ જપ, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી દ્રવ્યપૂજા અને તે પછી ભાવપૂજા રૂપે ચૈત્યવંદન સ્તવન, પ્રાર્થના આદિમાં વધુ મન પરોવવાની જરૂર છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy