SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા મોહના સંસ્કારોને નિયત સમય આદિ મર્યાદાથી જાપ કરવાના બળે જ આપણે ખસેડી શકીએ, પછી થોડા સમય બાદ આપોઆપ અંતરનો ભાવોલ્લાસ (Mood) આવી રહે છે. નદીનો પ્રવાહ શરૂમાં ફોર્સવાળો ન હોય, નાનકડા પ્રવાહમાંથી શરૂ થતી નદી આગળ પર જઈ વિરાટ સ્વરૂપ ધારણ કરે તેમ આપણા અંતરને નિયત સમય આદિ મર્યાદા સાથે જોડી જાપના માર્ગે વાળવામાં આવે તો અંતરનો ભાવોલ્લાસ (Mood) કદાચ પ્રારંભમાં ન હોય તો પણ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે જાપની પ્રવૃત્તિ ચાલુ રાખવાથી જાપનો માર્ગ પ્રશસ્ત મોહના સંસ્કારોની આડખીલી વગરનો થઈ જાય છે. તેથી જાપમાં અંતરંગ ભાવોલ્લાસની ગેરહાજરીથી નિરાશ ન થવું. મેં જ્યારે માંદગીમાં પૂ પં. શ્રી ભદ્રંકરવિજય મની સૂચનાથી જાપ શરૂ કર્યો ત્યારે માત્ર પૂ ગુરુદેવનાં વચનો પર સદ્ભાવથી સંખ્યાના ધોરણે જાપ શરૂ કર્યો સં. ૨૦૦૬માં. જો કે તે વખતે સમય, સ્થાન, સંખ્યાની મર્યાદા જાળવતો ન હતો એટલે વિકાસ ધીમો રહ્યો, પણ નકકર રીતે થતો ગયો. પછી ર૦૧૦ નાગપુર ચોમાસામાં શ્રી મોહનભાઈ ભારત અંતરની દિવ્ય પ્રેરણાથી સ્થાન, સમય, સંખ્યાના મર્યાદા જાળવી જાપ શરૂ કર્યો તો પણ ૨૪ લાખ સુધી વિશિષ્ટ અનુભવો ન થયા. ૨૫માં લાખના અર્ધા પછી વિશિષ્ટ અનુભૂતિઓ થવા માંડી. માટે તમો એક બેઠકે ત્રણ બાંધી માળા સવારે થી પ માં એક જ સમયે એક જ આસને ગણી જુઓ ૪૧મા દિવસે દિવ્ય અનુભવ આંતરિક પરમશાંતિનો થશે જ. ત્રણ માળા એટલે ૧૮ X ૩ = ૩૨૪નો આંક ઉત્તમ આંક છે. કેમ કે આનો સરવાળો ૯ થાય છે. ધ્રુવ આંક છે, માટે તમારે દિવ્ય આત્મશકિતના પ્રવેશદ્વાર ખોલવા સવારે ૪ થી પાામાં ત્રણ બાંધી માળા ગણવી ખાસ જરૂરી છે. પછી થોડું શ્રી નવકારના દિવ્ય અક્ષરો સામે જોઈ વિશિષ્ટ શકિત મેળવવી. જાપમાં પણ શ્રી નવકારના અક્ષરો સામે જોઈને જાપ કરવો, પછી શ્રી વીતરાગ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવી, આટલું તો તમારે આત્મશકિતના ઉત્થાન માટે કરવું ખાસ જરૂરી છે. વળી વિકારીભાવોના નિગ્રહ માટેની તમારી ઝંખના ખૂબ સારી છે તે માટે યોગ્ય આહાર, યોગ્ય વાતાવરણ, યોગ્ય ચર્યા આ ત્રણની ખાસ જરૂર છે. તળેલું, ચટણી, મસાલા, અથાણું, બરફ, આઈસ્ક્રીમ આદિ ઉત્તેજક પદાર્થોનો સદંતર ત્યાગ થવો ઘટે. વળી યોગ્ય આહાર પણ ભરપેટ ન ખાવો, થોડીક ભૂખ રાખીને ઊઠવું. આ નિયમ બ્રહ્મચર્ય માટે, નીરોગીપણા માટે, સ્વસ્થ વિચારો માટે ખૂબ જરૂરી છે. = ભાઈબંધો, વિજાતીય સંપર્ક જરૂર ટાળવો, ન છૂટકે વાતચીતથી આગળ કયારેય ન વધવું, સિનેમાનો સદંતર ત્યાગ, વિકારી ભાવોના નિગ્રહ માટે ખાસ જરૂરી છે. = યોગ્ય દિનચર્યામાં લટાર મારવી, હરવા - ફરવા કે પાર્ટીઓમાં ભાગ લેવા આ ત્રણ બાબતોથી સદંતર આઘા રહેવું ઉચિત છે. આપણી જીવનસંપત્તિ, વિચારો, વાતાવરણ અને નિમિત્તોની વિષમતાથી જાણે અજાણે લૂંટાતી જાય છે. માટે તે અંગે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. તા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy