SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ૯૩ આવા શાશ્વત પરમ સત્ય, સનાતન, મંત્રાધિરાજ શ્રી નવકારનાં આંદોલનો પ્રતિ સમયે, ભિન્ન ભિન્ન ક્ષેત્રોથી જ્યાં જ્યાં આરાધક આત્માઓ શ્રી નવકારના શરણે વૃત્તિઓને સમર્પિત ભાવે રાખી શ્રી નવકારને ભજતા હોય ત્યાં ત્યાં મેગ્નેટ સિસ્ટમથી ખેંચાઈને આત્મશુદ્ધિના લક્ષ્ય તરફ આરાધકોને ઝડપી લઈ જવાનું કામ કરે છે. આવું કોઈ બીજા મંત્રમાં શકય નથી, કેમ કે બીજા મંત્રોમાં દેવના સાન્નિધ્યથી ફળ પ્રાપ્ત થાય. શ્રી નવકારમાં અધિષ્ઠાયક દેવની મહત્તા નહીં, પણ જે જે આરાધક આત્માઓ ઉચ્ચ-ઉચ્ચતમ આરાધનાના પગથારે, ધર્મધ્યાન, શુકલધ્યાનના બળે પહોંચ્યાકે પહોંચી રહ્યા છે. તે બધા શ્રી નવકારના વર્ણ–યોગના આલંબને જ. એટલે શ્રી નવકારના અક્ષરોમાં ઊપજતાં આંદોલનોમાં ઉચ્ચ-ઉચ્ચતમ આત્મકક્ષાની નિર્મળતાની અસર ઘેરા પ્રમાણમાં હોય, તેનાથી આરાધક આત્માઓ જાપના માધ્યમથી અનાદિકાલીન સંસ્કારોની ગતિશીલતાને થંભાવી શ્રી નવકારનાં આંદોલનોને પોતાનામાં ગતિશીલ થવા દે, એટલે આત્માની શુદ્ધિ સહજ રીતે થવા પામે. આ રીતે શ્રી નવકારના વણની દિવ્યશક્તિ સ્વયં આરાધકોમાં ગતિશીલ થાય છે. અધિષ્ઠાયકોની જરૂર નથી પડતી. વળી શ્રી નવકારના અધિષ્ઠાયક તરીકે ગણિપિટક યક્ષરાજ અને અધિષ્ઠાયિકા તરીકે શ્રી ત્રિભુવન સ્વામિની દેવી છે એવો શ્રી મહાનિશીથ સૂત્રમાં ઉલ્લેખ છે. પણ જેટલા સમદષ્ટિ દેવો તે બધા શ્રી નવકારના ઉપાસક એટલે શ્રી નવકારના ઉપાસકને ભૌતિક – વ્યાવહારિક કંઈ પણ મુશ્કેલી હોય તો અસંખ્ય સમ્યગૃદૃષ્ટિ દેવોમાંથી આરાધકના પુણ્યબળના આધારે ગમે તે સમ્યગૃષ્ટિ દેવનું લક્ષ્ય દોરાય અને આરાધક પુણ્યાત્માની ભૌતિક વ્યાવહારિક આફત દૂર થાય જ ! એટલે વગર માગ્યે શ્રી નવકારના આરાધકને આત્મશુદ્ધિરૂપ અનાજ સાથે ભૌતિક – વ્યાવહારિક વિષમતાઓના ઘટાડારૂપ ઘાસની પ્રાપ્તિ સહજ રીતે થવાની જ! બીજા મંત્રો કરતાં શ્રી નવકારની આ એક આગવી વિશેષતા છે માટે જ શ્રી નવકારને આવા દષ્ટિકોણથી મંત્રાધિરાજ પણ કહી શકાય. જગતના સઘળા મંત્રો અધિષ્ઠાયક દેવની શકિતથી ફળે છે. વર્ણશકિતનું કામ ગૌણ હોય છે, જ્યારે શ્રી નવકારમાં તો વર્ણશકિતની જ મહત્તા, તેનાથી અધ્યવસાયોને ચલિત બનાવનાર રાગ-દ્વેષના પરમાણુઓનો વિલય થઈ જાય. અને વ્યાવહારિક આફતોનો નાશ તો ઘાસની માફક સહજરૂપે થઈ જાય. તે માટે વિશિષ્ટ માંગણી કે પ્રયત્નની જરૂર નહીં. જેમ કે ૨૪મા વર્ષે મારા જીવનમાં પૂ. પં શ્રી ભદ્રંકર વિ. મની વરદકૃપાથી માંદગીમાં ઠેઠ છેલ્લે છેલ્લે પણ શ્રી નવકારની પધરામણી થઈ, પણ હકીકતમાં વર્ણશકિત અને શ્રી નવકારના વર્ગોની સીમાતીત દિવ્યતાનું ભાન ર૯મા વર્ષે નાગપુરના ચોમાસામાં મોહનભાઈના નિમિત્તે ઊંડા અવગાહનના પરિણામે વૃત્તિઓમાં શ્રી નવકારની દિવ્યતાનો અનુભવ થયો અને વર્ણયોગની સાધના પાછળ એકાગ્ર બન્યો તો ર૭ લાખ નવકાર પછી વર્ષો જૂની શંકાઓ આપોઆપ ઉકેલાઈ અને શારીરિક સંજોગોમાં વધારો થવા માંડ્યો. પછી જેમ જેમ જાપની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ વર્ણશક્તિની દિવ્યતાથી ચેતનાશકિતની જાગૃતિ વધવા સાથે શારીરિક મહાવ્યાધિઓ વિદાય લેવા માંડી. વ્યાવહારિક રીતે શરીર શુદ્ધ થવા માંડ્યું. રોગોના પ્રતિકારની શકિત વધવા માંડી, મનોબળ તીવ્ર થવા માંડ્યું, આ બધું શ્રી નવકારની દિવ્યશક્તિનો અપૂર્વ પરિચય ગણાવી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy