SearchBrowseAboutContactDonate
Page Preview
Page 982
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૮ સદાચાર દ્વારા તેણીએ અનેક કર્મો ખમાવ્યાં છે. આગામી ભવમાં મુક્તિને પામરો. ૯ સૂક્ષ્મ બુદ્ધિ શીલવતીની જે નારી પાસે તેની કામણગારી કાયા સાથે શીલસદાચારનાં સાચાં આભૂષણોની મૂડી છે તે સ્ત્રી ધન્યા છે, ભવ્યા છે, ઉત્તમા છે. પુરુષો ભલે કામિનીના કામરસમાં ભ્રમર બની પાગલ બની પ્રતિષ્ઠા ખોવે કે પોતાના ચશનામને ધોવે પણ જો એકાદ નારી પણ જો શિયળનાં શસ્ત્રો સાથે મોરચો માંડે તો ભલભલા માન્યાતાઓના પણ માનભંગ થઇ શકે છે. આમેય શીલના શણગાર સજેલી, મર્યાદાની મેખલાથી મઢેલી માનુની બુદ્ધિથી પણ તેજ અને તીક્ષ્ણ હોય છે, જેના કારણે ભોગ-લંપટો પશુ- દશાને પામી સદાય માટે સીધા-સાઠા બની જાય છે. જૈન-શાસનની બ્રહ્મવ્રતધારિણી ઐતિહાસિક પાત્ર સમી સતી શીલવતીની જીવન-ઘટના પણ તે હકીકતોની સાક્ષી સ્વરૂપ છે. લક્ષ્મીપુર નગરના સમુદ્રદત્ત શ્રેષ્ઠીની રૂપવંતી- ગુણવંતી શ્રાવિકા શીલવતી નામ પ્રમાણે ગુણ ધરાવતી હતી. એકઠા શ્રેષ્ઠી પોતાના બ્રાહ્મણ મિત્ર સોમભૂતિ સાથે પરદેશ ગયા ત્યારે શીલવતીએ ઘરમાં એકલા છતાંય સ્વયંની શીલ-રક્ષા સાથે ધર્મારાધનાઓ વધારી. શ્રેણીને વ્યવસાયનું ઘેલું લાગ્યું, જેથી વિદેશી સફરમાં અટવાઇ ગયા, જયારે મિત્ર સોમભૂતિ સાથે પત્ની શીલવતી ઉપર પત્ર મોકલ્યો, જેથી તેણીને પોતાના વિરહની વ્યથા ન સતાવે. વિશ્વાસુ સોમભૂતિ પત્ર લાવ્યો ને શીલવતીને પત્ર લેવા ઘેર બોલાવી. શીલવતી આનંદ પામી પત્ર લેવા ઘેર ગઇ, તે સમયે તેની કાયષ્ટિમાં મોહાઇ જઇ બ્રાહ્મણની બુદ્ધિ ફરી ગઇ. પત્ર દેવા માટે શીલવતી-સંગનો સોદો કર્યો. શીઘ્ર બુદ્ધિવંતી શીલવતીએ પોતાનું કાર્ય કઢાવી લેવા તેને રાત્રિના પ્રથમ પ્રહોરે ઘેર આવી મળવાનું કહ્યું, પણ તે દરમ્યાન બ્રાહ્મણની ક્ષુદ્ર ભાવનાનો બદલો વાળવા સેનાપતિને ફરિયાદ કરી, પણ આ તરફ સેનાપતિ પણ રમણીના રૂપમાં સપડાઇ જતાં તેને બીજા પ્રહોરે મળી જવા સૂચન કર્યું. અંતે પોતાના શીલની રક્ષા માટે મંત્રી સુધી દોડ લગાવી તો ત્યાં પણ તેવી જ દુર્ઘટના નડી, જેથી ત્રીજો પ્રહોર તેના હિત માટે ગોઠવ્યો અને તે ત્રણેયની કર્તવ્ય-ભ્રષ્ટતાની વાતો કરવા રાજા સુધી પહોંચી તો રાજા પણ અનેક રાણીઓનો સંગી છતાંય આવેલ નવી રૂપવંત નારીમાં ફસાણો. રક્ષકને જ ભક્ષક જેવા જાણી શીલવતીએ Jain Education International For Private ચતુર્વિધ સંઘ રાજાને પણ ચોથા પ્રહોરે બોલાવી તાબડતોબ બધીય ગોઠવણ કરી ચારેય લંપટ પુરુષોને સજા કરવા ગોઠવણ ઘર બેઠાં કરી લીધી અને છેલ્લે પોતાની સાસુને જણાવી દીધું કે આજની રાત્રિ વીતતાં જ ચોથા પ્રહોરના અંતે મળવા માટે ઘરમાં આવવું, જેથી તે દરમ્યાન બનનાર ઘટનાની કોઇ સાક્ષી રહી શકે. ચારેય પુરુષો પોતપોતાના સમયે આવ્યા ત્યારે વાર્તાલાપ ગોઠવ્યો, પણ બ્રાહ્મણને સેનાપતિ આવતાં જ પેટીમાં ઉતાર્યો, સેનાપતિને મંત્રી આવતાં અને મંત્રીને રાજાના ભયથી મુક્ત કરવા ત્રીજી પેટીમાં પૂર્યો. છેલ્લે રાજાને પણ સાસુનો સાદ પડતાં જ પેટીમાં કેદ કર્યો. મળસ્કે રડવા લાગી, જેથી કોઇક માન્યું કે તેનો પતિ મરણ પામ્યો હશે, અપુત્રિયા શેઠનું ધન હડપી લેવા કોઇક રાજા સુધી ફરિયાદ પહોંચાડી, તો મહેલમાં ન મળે રાજા, મંત્રી કે સેનાપતિ. અંતે રાજકુમારે સૈનિકો મોકલી શીલવતીના ઘેરથી વજનદાર ચારેય પેટીઓ ઉપડાવી ને ભરદરબારમાં સભા સમક્ષ ધન કાઢવા ખોલી, અંદરથી ચારેય પરસ્ત્રી લંપટો પ્રગટ થયા. બધાયનાં મોઢાં ઊતરી ગયાં હતાં અને કાળજાં કપાઇ ગયાં હતાં. પ્રજામાં બળવો થતાં રાજા પદભ્રષ્ટ થયો. યુવરાજને ગાદી અપાણી. મંત્રી, સેનાપતિ અને બ્રાહ્મણ દેશ નિકાલ પામ્યા. નગર આખાયમાં શીલવતીના શીલ અને બુદ્ધિનો જયજયકાર થયો. પતિ પાછા વળ્યા પછી શીલવતીએ ધર્મારાધના ખૂબ વધારી. ૧૦ રાણીને મળ્યા બે જીવનબોધ જૈન જગતનો ઇતિહાસ એટલે કથાનકોનો ખજાનો. એવા એવા અજબ- ગજબના પ્રસંગો બન્યા છે કે જેની માહિતી દ્વારા પણ બાલજીવોને ધર્મનો બોધ થઇ શકે છે. આ કથા છે રાણી રૂપવતીની, જેને ઉત્તમ પતિ તરીકે કુમારચંદ્ર મળેલ અને દિયેર તરીકે દેવચંદ્ર પ્રાપ્ત થયા હતા. શ્રીપુર નગરના બેઉ રાજકુમારો ધર્માત્મા હતા. પ્રસંગે પ્રસંગે ખાસ સમય કાઢી જિનવાણીનું શ્રવણ કરતા હતા. એક વાર બેઉ ભ્રાતાઓએ બ્રહ્મચર્ય વ્રતના મહિમા ઉપર જ પ્રવચનો સાંભળ્યાં. મજાની વાતો કરતાં ગુરુદેવે જણાવ્યું કે એક વ્યક્તિ કરોડ સુવર્ણ-મુદ્રાનું દાન આપે કે આખુંય દહેરાસર સોનાનું બનાવે તેના કરતાં પણ ભાવથી બ્રહ્મચર્ય વ્રતના ધારકનું પુણ્ય વધે છે. સંસારની કોઇ પણ વસ્તુ કરતાં શીલનું માહાત્મ્ય સવિશેષ છે. અને તેના જેવું વ્રત જગતમાં બીજું કોઇ જ નથી. બ્રહ્મચારી આત્મા અત્યલ્પ કાળમાં મોક્ષને પામે છે. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy