SearchBrowseAboutContactDonate
Page Preview
Page 979
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૫ સુદર્શના કુંવરી વિષમકાળે જિનબિંબ-જિનાગમ ભવિષણ કું આધારા''ના ન્યાયે આજે અનેક સ્થાને જિનપ્રતિમા, જિનાલયો, તીર્થો તથા દેવાનુષ્ઠાનો દ્વારા શાસન-પ્રભાવનાઓ જોવા મળે છે પણ ઊંડાણમાં તપાસ કરતાં ખ્યાલ આવશે કે તેમાંય અનેક જિનાલયો જે સો વરસથી પણ પ્રાચીન છે, દેવાધિષ્ઠિત છે અથવા ઐતિહાસિક છે તેની ગવેષણા કરતાં કંઇક અદ્ભુત હકીકતો બહાર આવશે અને જિનપ્રતિમા ઉપરની શ્રદ્ધા દૃઢ બનરો. સિંહલદ્વીપની રાજકુંવરી સુદર્શનાએ બંધાવેલ ભરૂચ નગરનું સમડીવિહાર નામનું જિનાલય એક નાની સત્ય ઘટનાથી જોડાયેલ છે. રાણીને કોઇ લાંબા સમય પછી પુત્રીની ઝંખના હતી તે પૂરી થઇ. એક માત્ર દીકરીનું નામ સુદર્શના રાખવામાં આવ્યું, જે કિશોરાવસ્થા વટાવી યુવાવસ્થાના આંગણે આવી ગઇ ત્યારે એક વાર રાજસભામાં પિતા રાજાની બાજુના જ સિંહાસન ઉપર બેસી રાજસભાને માણી રહી હતી. શુભ કાર્યના પ્રારંભમાં જ જયારે કોઈને છીંક આવે ત્યારે કઈ તરફથી આવી વગેરેની ત્રિરાશી મૂકી નિમિત્તશાસ્ત્રના જ્ઞાનથી શુભાશુભનો નિર્ણય તે કાળમાં કરાતો હતો. છતાંય છીંકના અશુભ-ક્ષુદ્રોપદ્રવ-અભદ્રને ટાળવા મહાજનો છીંક આવતાં જ ‘નમો અરિહંતાણં’' બોલીને ધર્મનું શરણું ગ્રહણ કરતા હતા. સાર્થવાહ છીંક આવતાં જ ‘નમો અરિહંતાણં' પદ જોરથી ઉચ્ચર્યો, ભદ્રિક પરિણામી સુદર્શનાના કાનમાં પ્રથમ પઠનો પ્રવેશ થતાં જ તેણી ચમકી. વિચારોમાં ખોવાઇ ગઇ અને ઉહાપોહ કરતાં અચાનક જાતિસ્મરણ-જ્ઞાન થતાં પૂર્વ ભવ દેખાણો સાથે તરત મૂર્છા પણ આવી ગઈ. તાત્કાલિક ઉપચાર થતાં તેણી જાગૃત બની અને રાજા-રાણીને સ્વયં બધાય વચ્ચે જાણ કરી કે પોતે પૂર્વ ભવમાં સમડી હતી, પોતાનાં નાનાં બે ૯૫૫ બચ્ચાં માટે અન્ન લેવા જતાં વાવાઝોડું ફૂંકાયું અને વરસાદ વરસ્યો. પોતે પણ ભૂખી હોવાથી મ્લેછોના સ્થાનથી માંસના ટૂકડા લઇ જેવી ઊડતી પોતાના સ્થાને પાછી વળી રહી હતી ત્યારે અચાનક કોઇક અનાર્યે તેના ઉપર બાણ છોડી તેની પાંખ વીંધી નાખી. તરફડતી તે જમીન ઉપર પડી. શ્વાસ અધ્ધર થવા લાગ્યા ત્યારે તેવી દયાપાત્ર દશામાં એક જૈન મુનિરાજે ત્યાંથી પસાર થતાં સમડીને નવકાર મહામંત્ર કાનમાં સંભળાવ્યો, જેથી મૃત્યુ સમયે પણ હૂંફ અને સમાધિ પામી સમડીએ પ્રાણ છોડી દીધા, પણ અંત સમયે મળેલો મહામંત્ર નમસ્કાર ચમત્કાર રૂપ બની ગયો અને મંત્રાધિરાજના જ પ્રતાપે તેણી તિર્યંચણીમાંથી સીધી રાજકુંવરી સુદર્શના બની છે. નાની ઉંમરથી જ જૈન ધર્મના સંસ્કારો ઉદયમાં હોવાથી સારો એવો ધર્માભ્યાસ પણ પૂરો કરેલ. તેથી સભામાં પણ સભાસદો વચ્ચે તે વિદુષી જેવી શોભી રહી હતી. તે જ દિવસે ભરૂચ બંદરેથી એક સાર્થવાહ ત્યાં આવેલ, જે વ્યાપારાર્થે બંધાવ્યું છે, જે પ્રસિદ્ધ છે. આવેલ હોવાથી રાજાને રીઝવવા ભેટ-વસ્તુઓ લાવેલ. મંત્રી માધ્યમે જયારે તે રાજાને રૂબરૂ મળવા રાજસભામાં રાજા સામે થાળ વગેરે સાથે ઉપસ્થિત થયો. અચાનક તે જ સમયે તેને છીંક આવી. Jain Education International રાજા-રાણી અને પ્રજાજનો તે ઘટના સાંભળી અવાચક થઈ ગયાં. ચારેય તરફ મહામંત્ર નવકાર દ્વારા શાસનપ્રભાવનાઓ થવા લાગી. જાતિસ્મરણ- જ્ઞાન પછી તરત જ સુદર્શનાને દીક્ષાના ભાવ થયા, પણ તથાપ્રકારી કર્મો હોવાથી તરત સહમતિ ન મળી. તે જ શ્રાવિકા ગુણસંપન્ના સુદર્શનાએ ભરૂચ નગરે આવી સાર્થવાહની ભૂમિમાં પોતાના ઉપકારી નવકાર મહામંત્રની યાદમાં તથા પૂર્વ ભવનું ઋણ ફેડવા અને લોકોની જિનશાસન પ્રતિની શ્રદ્ધાને દઢ કરવા સમડી વિહાર નામનું જિનાલય ૬ કુંતલાની કરુણ કથા શાસ્ત્રોમાં એવી ચિત્ર - વિચિત્ર ઘટનાઓના ઉલ્લેખ જોવા મળે છે કે, ક્યારેક એમ થાય કે શું એક આરાધક આત્મા પણ અવગતિ પામી શકે ? પણ ગણિતો ઘણાં જ સીધાસાદાં છે, જે જણાવે છે કે, જે જેવું કરે તેવું પામે, જેવું વાવે તેવું લણે. આરાધના પણ ચાલુ હોય તેની સાથે આશાતનાઓ પણ સેવાતી હોય ત્યારે તેવી આરાધનાઓ ભાવારાધના બનવાના સ્થાને દ્રવ્યારાધના રહી જાય અને ભાવધર્મનો લાભ જાય છે. આ નાનો પ્રસંગ જે જૈન કથાનુયોગમાં જોવા મળે છે તે આશાતના અને આરાધનાના મિશ્રણ સમાન હોવાથી તેના વિષાકો પ્રતિ સંકેત અને સંદેશ આપે છે. નગરી હતી અવનીપુર. જયાંના જિતશત્રુ રાજાની મુખ્ય રાણીનું નામ કુંતલા હતું. પરમાત્મા ભક્તિની ઉપાસિકા તેણી પ્રસંગે ઉત્તમ દ્રવ્યોથી પ્રભુ-પૂજા કરતી હતી. જ્યારે તેણી દહેરાસરમાં દ્રવ્ય અને ભાવપૂજા કરે અનેકો તેણીની પ્રભુ ભક્તિ દેખી તેણીની ઉપભ્રંહણા કરે અને તેની લોકચાહનાથી વિશેષ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy