SearchBrowseAboutContactDonate
Page Preview
Page 971
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૭ તવારીખની તેજછાયા અનુભવ કરતાં હશે તે તો પ્રભુના ચરિત્રથી સુવિદિત છે. ‘યથા નામ તથા ગુણાઃ'ના સૂત્રને ચરિતાર્થ કરતા ગર્ભસ્થ આત્માના પ્રભાવની માહિતી અને નામકરણ પણ નામ સ્મરણમાં અપૂર્વ શ્રદ્ધા અને ભાવથી વૃદ્ધિ કરે છે. વર્તમાન ચોવીશીના તીર્થકરોની માતાનો વિચાર કરીએ તો તેમાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવની માતા મરુદેવી અને મહાવીરસ્વામીની માતા ત્રિશલાદેવીના જીવનની વિશેષતા નોંધપાત્ર છે. મરુદેવી માતા નિગોદમાંથી નીકળીને માતા તરીકે જન્મીને આ ચોવીશીમાં સૌ પ્રથમ મોક્ષે સિધાવ્યા. આ પ્રસંગ સ્તવન, સઝાય સ્વરૂપમાં કવિઓએ વર્ણવ્યો છે અને તેમાં રહેલો ઉત્તમ આત્મભાવ કેવી રીતે સિદ્ધિપદને પ્રાપ્ત કરાવે છે તે રહસ્ય આત્મસાત્ કરીને આત્મભાવના ભાવવાનો પરોક્ષ રીતે બોધ પ્રાપ્ત થાય છે. મરુદેવી માતાને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન અને મોક્ષ-ગમનનો પ્રસંગ આશ્ચર્યકારક ગણાય છે. જૈન દર્શનમાં આશ્ચર્યકારક ઘટના માટે અચ્છેરું શબ્દપ્રયોગ પ્રચલિત છે. આ અવસર્પિણીમાં ૧૦ અચ્છરાં થયા છે. મરુદેવી માતાનો પ્રસંગ નીચે પ્રમાણે છે. ઋષભદેવ ભગવાને દીક્ષા અંગીકાર કરીને ઉગ્ર તપશ્ચર્યા કરી. વિહાર કરીને આત્મસાધના કરતા હતા. મરુદેવી માતાનો પુત્રપ્રેમ એટલો બધો ઉત્કટ હતો કે પોતાના પુત્રના સમાચાર જાણવા, મળવા માટે રાત-દિવસ અને સ્વપ્નમાં ઝંખના કરતી હતી. અને ભરતને પોતાના પુત્રના સમાચાર વારંવાર પૂછતી હતી. પુત્ર-વિયોગથી માતાએ આંખની દૃષ્ટિ પણ ગુમાવી દીધી અને રાતદિવસ મારો ‘રિખવો’ ‘રિખવો’ કરીને રુદન, શોક કરીને ઘેલી–બહાવરી બનીને દિવસો વિતાવતી હતી. આ પ્રસંગનું ભાવવાહી નિરૂપણ પૂ. શ્રીધર્મ ધુરંધરસૂરિએ આદિનાથ પંચકલ્યાણક પૂજામાં કર્યું છે. કવિની કવિત્વ શક્તિની સાથે પ્રસંગની ઉચિત અભિવ્યક્તિ અસરકારક બની છે. આ પ્રસંગનું મનન પણ મનમાં ઉત્તમ ભાવવૃદ્ધિમાં નિમિત્તરૂપ છે. “આ સંસાર અસાર, સગું કોઈએ નથી સ્વારથની શી કરવી જગતમાં વાતજો, પોતપોતાને માટે ચાહે અન્યને, સ્વારથ સરે પછી કોણ તાતને માતજો ચેતન ચિતા પરની શાને તું કરેચેતનપા રાતદિવસ રોતી હું સુત સંતાપથી દેતી ઠપકો ભરતને ભારોભારજો, રુદન કરી કરી આંખો પણ ઓછી કરી પલપલ પૂછું તેના હી સમાચાર જોઇ ચેતન, રા. એને દુઃખે દુઃખી થઈ શોકે રહી વર્ષોથી કરતી અતિશે વલોપાત જો, મારો નન્દન મારો સ્નેહપુત્ર ઓ મારો રિખવો એમ જ કરતી વાત જો) ચેતનO Iકા જોયું આજે અનુભવ કરી હું ન્હાવરી, બની હતી આ પુત્રની પાછળ વ્યર્થ જો, સુખ વિલસે એ આજે અધિક્ સર્વથી નથી પડી મુજ એણે જોયો સ્વાર્થ જોચેતન મારા આત્મા મારો એક જ મુજ સાથે થશે, શુદ્ધ બુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ જો, બાહ્ય ઉપાધિ વળગી તે અળગી કરું તો મુજને મળશે મુજ શુદ્ધ સ્વરૂપ જોઇ ચેતનપા. હાથીની અંબાડી ઉપર સ્થિર થઈ વધતે ભાવે વરિયા કેવળજ્ઞાન જો, ધર્મધુરંધર પુત્રવધૂ મુખ દેખવા, પામ્યા જલ્દી જિનજનની નિર્વાણ જોચેતન) દા અને અંતે વિનય વિજય ઉપા૦ જણાવે છે કે – ધન્ય માતા, ધન્ય બેટડો, ધન્ય તેનો પરિવાર વિનય વિજય ઉવજઝાયનો, વર્યો છે જયજયકાર, મરુદેવી માતા રે એમ ભણે.” મરુદેવી માતાનું રાગ અને ત્યાગની વચ્ચે ઝોલાં ખાતું હૈયું અંતે આત્મભાવમાં લીન થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને નિર્વાણ પામે છે. આવી સ્થિતિ જવલ્લે જ જોવા મળે છે. તે દૃષ્ટિએ મરુદેવા માતાની આ વિશિષ્ટ પ્રસંગ એક ઐતિહાસિક ઘટનાની સાથે આત્મભાવની ચરમસીમાનું પરિણામ આત્માના શાશ્વત સુખની પ્રાપ્તિમાં છે–તેનું અનન્ય પ્રેરક દૃષ્ટાંત બને છે. વામાં માતાનો પણ એક વિશિષ્ટ પ્રસંગ નોંધપાત્ર છે. પાર્શ્વનાથ ભગવાનને દેવના ભવમાં વામા માતાનું મુખ જોવાની ઇચ્છા થઈ. વામાં માતા જિનમંદિરે પ્રભુદર્શન અને ભક્તિ કરવા માટે ગયાં ત્યારે ત્યાં દેવ બાળકનું રૂપ કરીને આવે છે. માતાનું મુખ જોઈને શ્રેષ્ઠ છે એમ વિચારે છે અને વીરત્વ જોઈને આનંદ પામી ચાલ્યા જાય છે. માતાને આ વાતની જાણ નથી પણ પાર્શ્વનાથ ભગવાનનો દેવનો આત્મા આ રીતે ઇચ્છા પૂર્ણ કરે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy