SearchBrowseAboutContactDonate
Page Preview
Page 966
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૨ ચતુર્વિધ સંઘ વર્તમાન ચોવીશીના તીર્થંકરોની માતાઓ —ડૉ. કવિન શાહ—બીલીમોરા પ્રભુ પરમાત્માના સ્થાપેલ ચતુર્વિધ શ્રી સંઘમાં સાધુ-સાધ્વીની સાથે શ્રાવક-શ્રાવિકાનું પણ સ્થાન ઉમેરાયું છે, તેનું કારણ છે કે સાધુ-સંસ્થાની સાધના-આરાધનામાં પણ સહાયક બનતો વર્ગ હોય તો તે છે શ્રમણપાસકોનો. સ્યાદવાદી પ્રભુના સિદ્ધાંત મુજબ ભલે ઉપાસકોનું સ્થાન પંચપરમેષ્ઠિમાં ન આવી શકે પણ પંચપરમેષ્ઠિ પદ સુધી આવનાર તે દેવલોકનાં દેવદેવીઓ નથી હોતાં પણ મૃત્યુલોકના માનવીઓ જ હોય છે. તીર્થંકરથી લઈ બળદેવ સુધીના તમામ ઉત્તમ પુરુષોને જન્મ આપનાર હોય તો તે છે શ્રમણોપાસિકા શ્રાવિકાઓ. સ્ત્રીઓ સ્વભાવથી ક્ષુલ્લક, અદીર્ઘદૃષ્ટા, અશુચિકાય, માયાવી, ઈર્ષ્યાળુ કે કામાગ્નિથી વ્યાપ્ત વગેરે વાતો તે જાતિના દોષસમૂહને લક્ષી સામૂહિક છે, પણ વ્યક્તિગત રૂપે ઉત્તમ નારીરત્નો વગર શાસનરત્નોની ઉપજ પણ અસંભવ છે. છેક પ્રભુ આદિનાથથી લઈ પ્રભુ વીરના શાસનકાળમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા સવિશેષ જોવા મળે છે. આરાધનામાં કે તપમાં પણ સ્ત્રીવર્ગ મોખરે છે. તીર્થંકરોની માતા જેમને શાસ્ત્રીય બિરુદ રત્નકુક્ષિનું અપાયુ છે, ખરેખર ધન્યા નારી ગણાય છે કે જેમની ઉત્તમ પુણ્યાઈ થકી પ્રકર્ષપુણ્યના સ્વામી તીર્થંકર પ્રભુ જગતને પ્રાપ્ત થાય છે. કુદરત અને કર્મ બેઉ મળી જાણે તીર્થંકરને જન્મ લેવા માટે એવી માતા શોધી આપે છે જે હળુકર્મી હોય. તેથી જન્મદાત્રી તીર્થપતિની માતા અથવા તો મોક્ષમાં જાય છે અથવા દેવલોકનો ભવ કરી આગળ મુક્તિને વરે છે. આપણા ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં મોક્ષનો દરવાજો ખોલી આપી પ્રથમ મોક્ષગામી આત્મા તે પણ તીર્થંકર આદિનાથ પ્રભુની માતા મરુદેવી જ છે ને? બીજી તરફ ચરમાતીર્થપતિ પ્રભુ મહાવીરના પુણ્યદેહને પોષનારી એક જ ભવની બે બે માતાઓ પણ ઐતિહાસિક આશ્ચર્ય છતાંય સાથે છે. પુત્ર ઉપરની મમતા અને વાત્સલ્ય ભાવનાના કારણે જ તો પ્રભુ વીરના પ્રથમ માતા દેવાનંદા બ્રાહ્મણીના ઉરોજમાંથી દૂધની ધારા અનાયાસ વછૂટી ગઈ હતી અને સમવસરણમાં પધારેલ તીર્થંકરની માતાના તે પ્રસંગને ગૌતમસ્વામી વગેરે ગણધરોએ પ્રત્યક્ષ નિહાળી પ્રભુની એક ભવની બે માતાનો પરિચય થયો હતો. પ્રભુ મહાવીરદેવને પણ પોતાની જનેતા તથા જનક બ્રાહ્મણ ઋષભદત્તને સજોડે શ્રમણ-શ્રમણી પદ આપી પોતાના ઉપરનું ઋણ અદા કર્યું અને રાજા સિદ્ધાર્થ અને ત્રિશલા તો દેવલોક પામ્યા, જ્યારે પ્રથમ માતા-પિતા તો મોક્ષે સિધાવી ગયા. માતાના સંસ્કારથી જ પુત્રના જીવનનું ઘડતર થાય છે, જે માતા જેટલી શીલ અને સદાચારિણી તેટલાં પુત્રરત્નો પણ તેજીલાં. સતી અંજના અને બળવાન હનુમાન પુત્રની વાત તો જગજાહેર છે જ ને? ક્યારેય સાંભળવા નહીં મળે કે તીર્થંકરોની માતા હલકા કુળ કે વિચાર-મર્યાદાવાળી હોય, બલ્કે તીર્થંકરોની માતા ક્ષત્રિય રાજાની બધીય રાણીઓમાં પટ્ટરાણી અને જૈનધર્માનુરાગિણી હોય છે. ઉપરાંત તીર્થંકરો પણ જન્મ પૂર્વે જ માતાના સ્વાસ્થ્યનો વિચાર અવધિજ્ઞાનથી રાખી જન્મદાત્રી માતા પ્રતિ ઋણાનુબંધી હોય છે. ગર્ભાવસ્થામાં પણ પેટનું બહાર ન આવવું, તીર્થંકરનો જન્મ પણ મધ્યરાત્રિએ થવો તે પણ માતાને પ્રસુતિની પીડા આપ્યા વગર વગેરે બાબતો સંકેત અને સંદેશ આપે છે કે તીર્થંકરો કેવી કરુણામૂર્તિ હોય છે કે જગતને પીડામુક્ત કરવા સર્વપ્રથમ માતાને પીડા રહિત રાખી ધાવમાતા પાસે ઊછરી મોટા થાય છે અને સ્વયં ત્રણેય લોકની માતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy