SearchBrowseAboutContactDonate
Page Preview
Page 953
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા શ્રાવિકા ઉપાશ્રય બનાવવામાં સૌ પ્રથમ સારી એવી રકમ અર્પણ કરી, ઊંઝામાં નૂતન નિર્મિત જૈન ઉપાશ્રય તથા વાડી માટે પણ સુંદર લાભ લીધો અને ઊંઝા મહાજનના સહયોગથી આ કાર્ય યશસ્વી રીતે સંપન્ન થયું. વર્ષો પહેલાં ઊંઝામાં પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજશ્રીનું ચોમાસું હતું. એ અરસામાં પૂજ્યશ્રીની તબિયત અસ્વસ્થ બની. શેઠ શ્રી પોપટભાઈએ ઘર-દુકાન છોડી રાત– દિવસ ચોવીસ કલાક પૂજ્યશ્રીની પૂરી લગનથી વૈયાવચ્ચ કરી. બે-ત્રણ મહિના સુધી સેવા કરવાનો આ મોકો મળ્યો, તેને પોતાના જીવનનો મહત્ત્વપૂર્ણ પ્રસંગ સમજતા હતા. તેમના શુભ હાથે થયેલા માંગલિકજીવનના ઘણા બધા પ્રેરણાદાયી પ્રસંગોને યાદ કરીએ તો શ્રી શત્રુંજય મહાતીર્થમાં દાદાની ટૂંકમાં નવીન દેરાસરમાં પ્રભુ પ્રતિમાજી પધરાવ્યા તથા ચૌમુખ જિનાલયમાં પ્રભુ પ્રતિમાજી પધરાવ્યાં. શત્રુંજય મહાતીર્થમાં ગિરિરાજ ઉપર પૂજ્યશ્રીની ટૂંક પાસે ભવ્ય વિસામાના નિર્માણમાં તથા દાદાની ટૂંક પાસેના કેસર-સુખડની રૂમના નિર્માણનો સુંદર લાભ લઈને પુણ્યાનુબંધી પુણ્યનું ભાથું બાંધ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ચાર માર્ગી હાઇવે મહેસાણાથી નંદાસણ સુધી બન્યો છે તેનું ઉદ્ઘાટન મુ. સ્વ. શેઠ શ્રી પોપટલાલના વરદહસ્તે સરકારશ્રીએ કરાવ્યો હતો. સમેતશિખરજી તીર્થમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન પધરાવવા તથા પ્રતિષ્ઠાનો પણ સુંદર લાભ લીધો. ચંપાપુરી તીર્થમાં તીર્થ પ્રવેશદ્વારના નિર્માણનો લાભ લીધો. ઊંઝા સ્ટેશન રોડ ઉપર દેરાસરની તેમની ભાવના હતી, તે પૂર્ણ થઈ, જેમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના અંજન શલાકા-પ્રતિષ્ઠા બંને ચઢાવા લઈ પ્રતિમાજી પધરાવ્યાં. આ જ દેરાસરમાં બીજી વખત પ્રતિષ્ઠા થઈ, તેમાં ભગવાનનાં માતા-પિતા બનવાનો લાભ લીધો. તે ઉપરાંત સિદ્ધચક્ર પટ્ટની અંજનશલાકા-પ્રતિષ્ઠા-ધ્વજાનો પણ સારી રકમનો ચઢાવો બોલીને અનુમોદનીય લાભ લીધો. કલિકુંડ તીર્થમાં પણ પ્રતિમાજીના અંજનશલાકા પ્રતિષ્ઠા ધ્વજાનો કાયમી લાભ લીધો, તે ઉપરાંત આ જ તીર્થમાં બીજી રકમ વિવિધ જગ્યાએ ખર્ચીને લક્ષ્મીનો સદુપયોગ કર્યો. ઊંઝામાં બે કાયમી સ્વામીવાત્સલ્યમાં પણ સારી રકમ આપી લાભ લીધો. .એ અરસામાં પૂ. શ્રી રાજશેખરસૂરિજી મહારાજશ્રીની આચાર્યશ્રીની પદવી વખતે કપડાં વગેરે વહોરવાના ચઢાવા લીધા. નંદાસણ તીર્થમાં પણ પુત્ર કિરીટભાઈ અને અ.સૌ. મીનાબહેને ઇન્દ્ર– ઇન્દ્રાણી બનવાનો લાભ લીધો. ઊંઝા સંઘે શંખેશ્વર સુધીનો Jain Education International For Private ૯૨૯ ચાલતો સંઘ કાઢ્યો તેમાં પણ શેઠશ્રીએ સુંદર લાભ લીધો. ઊંઝા પાંજરાપોળમાં પણ સારી એવી રકમ આપી ધન્યતા અનુભવી. પાલિતાણા તીર્થમાં પણ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે સારી એવી રકમ આપી તે ઉપરાંત સાધર્મિકોને પણ ઊંચા સ્થાને બેસાડ્યા અને તન–મન-ધનનો સદુપયોગ કર્યો. ઊંઝાના સાર્વજનિક ક્ષેત્રમાં પણ હોસ્પિટલો, બે સ્કૂલમાં કમ્પ્યૂટર સેન્ટરોની દેણગી, વૃદ્ધાશ્રમ, મંદિરો અને મસ્જિદો સુદ્ધાં પણ દરેક ઠેકાણે પોતાના ગૃહસ્થાશ્રમને શોભે તે રીતે નાની મોટી દેણગી આપી છે. ભારતનાં વિવિધ જૈન તીર્થનાં સ્થાનોની યાત્રા કરી તેમાં પણ ભોજનશાળાઓ-સાધારણ ખાતામાં ઠીક ઠીક રકમનું દાન અર્પણ કરીને આ પરિવારે પુણ્યનું ભાથું બાંધ્યું છે. શેઠશ્રી પોપટલાલભાઈ જૈન સમાજનું અણમોલ રત્ન હતા. એમની સરળતા, સૌમ્યતા અને અપ્રમત્તતા અનુમોદનીય છે. તેમનો ભક્તિભાવ અને આરાધનાઓ ખૂબ જ ઊંચા અધ્યવસાયથી જોવા મળ્યું. મોક્ષ શીઘ્ર પામવાની તેમની તાલાવેલી પણ ભારે સાધર્મિકોની ભક્તિ પણ ખૂબ જ ઊંચા ભાવથી કરી છે. જૈફ વયે પણ છેલ્લાં કેટલાંયે વર્ષોથી ચાતુર્માસ, શત્રુંજય તથા સમેતશિખરજી-જેવાં મહાનતીર્થોમાં પૂજ્ય ગુરુ ભગવંતોની નિશ્રામાં ઉલ્લાસપૂર્વક કરીને પોતાનું જીવન ધન્ય કરનાર, વાત્સલ્યવારિધી, હેતના હિમાલય અને અનેકોને સત્પ્રેરણાના પ્રેરક સુશ્રાવક, શ્રેષ્ઠીવર્ય શ્રી પોપટલાલ અંબાલાલ મોદીએ તા. ૧૫-૪-૨૦૦૫ના દિને સવારે ૯-૩૦ કલાકે પદ્માસન મુદ્રામાં શ્રી જિનેશ્વર પરમાત્માની છબી સમક્ષ હાથમાં માળા સહિત શ્રી નવકાર મહામંત્રના સ્મરણ સાથે સમાધિમરણ પ્રાપ્ત કર્યું. ઊંઝાની અઢારે આલમે આ સમાચાર સાંભળતાં જ સ્વજન ગુમાવ્યાનો આંચકો અનુભવ્યો. છેલ્લે સુધી ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, યોગ અને પ્રાણાયમ પ્રવૃત્તિમાં એકદમ કાર્યરત હતા. મૃત્યુ જન્મની સાથે જ નિશ્ચિત છે, તે પ્રભુનું વચન છે. અને આવા મહાન પ્રભુનાં તરણતારણ અસંખ્ય વચનોને પોતાના ૯૩ વર્ષના જીવન દરમ્યાન આત્મસાત કરનાર અને પોતાને મળેલી પ્રતિષ્ઠા અને માનમરતબો વગેરેનો યશ પોતાના બહોળા પરિવારને અને અંતે દેવગુરુ ધર્મને આભારી છે, તેમ માનનારા આદર્શ શ્રાવકજીવન દ્વારા પોતાનો મનુષ્યજન્મ સફળ કરનારા અનેકોના વાત્સલ્યદાતાના અસંખ્ય મહાન કાર્યોની હૃદયપૂર્વકની અનુમોદના. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy