SearchBrowseAboutContactDonate
Page Preview
Page 949
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૨૫ તવારીખની તેજછાયા તેઓશ્રીએ નિમ્ન હોદ્દાઓપદો સરલતાપૂર્વક સંભાળ્યા છે. શ્રી ધીરજલાલભાઈએ ગુજરાતીઓની મુખ્ય સંસ્થા શ્રી ગુજરાતી પ્રગતિ સમાજના છેલ્લાં પાંચ વરસથી પ્રમુખ તરીકેની સેવા બજાવી સંસ્થાની પ્રવૃત્તિઓને ઘણો જ વેગ આપ્યો છે. બીજા બે પ્લોટો-જમીનની ખરીદી કરી નવી યોજનાઓ બનાવી છે. શ્રી કચ્છી મિત્ર મંડળના મેનેજિંગ ટ્રસ્ટી, સર્વોદય પ્રચાર ટ્રસ્ટ, ગાંધી જ્ઞાન મંદિરના ચેરમેન, સર્વોદય ટ્રસ્ટ કસ્તુરબા નેચર ક્યોર હોસ્પિટલના પ્રમુખ, સાઉથ ઇન્ડિયા કચ્છી વીસા ઓસવાલ એકમના પ્રમુખ, ભારતની પહેલી ટી.એલ. કાપડિયા આઇ બેન્કના પ્રમુખ, અનાથાશ્રમ, મહાવીર હોસ્પિટલ, મંદિરો અને બીજી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવી રહ્યા છે. અમદાવાદની બાજુમાં સરદારનગર ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડાયરેક્ટર તથા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આમ દરેક પ્રકારના સેવાસમાજની ૩૦ સંસ્થાઓ સાથે જોડાઈ તેને પ્રગતિશીલ બનાવી છે. હાલમાં જ સ્પેશિયલ સ્કૂલમેન્ટલી રિટાયર્ડ બાળકોની સંસ્થા ઊભી કરવામાં દરેક જાતનું પ્રોત્સાહન આપી સંસ્કૃતિશિખર નામે ટ્રસ્ટ ચાલુ કરેલ છે. લાયન્સ કલબમાં પ્રમુખ, ડેપ્યુટી ડિસ્ટ્રિકટ ગવર્નર બની રૂરલ કમિટિના ૨૧ વર્ષથી ચેરમેન રહીને તુમકુરા ગામડાને એડોપ્ટ કરી વિવિધ પ્રવૃત્તિઓ કરી ગામડાને ઊંચે લઈ આવી એક મિસાલ બનાવી છે કે શહેરોમાં રહીને પણ ગામડાને ધ્યાનમાં રાખવું. આમ એક શૈક્ષણિક, વૈદકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાઓને પોતાની અમૂલ્ય, ઉદાર સખાવતો આપતા રહ્યા છે. આવા બહુમુખી પ્રતિભાસંપન્ન ધીરજલાલભાઈ સમાજનું ખરેખર ગૌરવ છે. શ્રી પ્રતાપભાઈ કટકવાળા શ્રી પ્રતાપભાઈ સેવાભાવી સજ્જનોમાં મોખરે હતા. જ્ઞાતિની સર્વ સેવામાં એમનો નંબર પહેલો જ હોય. ગમે તેનું અને ગમે તે કામ હોય તો તેઓ તરત જ ચીવટપૂર્વક કરતા હતા. સાદા અને સિંપલ રહેલી કરણી સૌની સાથે હળીમળીને હસતાહસતા જ્યારે જુઓ ત્યારે પોતાની પેઢીમાં બેસી ટેલિફોન- ઉપર વાતો રૂબરૂ છેવટે બીજાને ત્યાં જઈને પણ કામ કરી દેવાની તમન્ના માટે એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. નમ્રતા, વિવેક અને સૌજન્યતા વળી જ્ઞાતિના લગ્નપ્રસંગે ફંડ માટે આંટા ખાવા, અન્ય પ્રસંગે પણ જ્ઞાતિના કોઈ પણ કામ માટે જેમ કે કોઈએ મોટો બ્લોક લીધો છે કે મોટર લીધી હોય, બે પૈસા સારી પેઠે કમાયો હોય તે બધાનું લક્ષ રાખી એમની લક્ષ્મીનો સદુપયોગ કરાવવા હંમેશાં પોતાના સમય અને શક્તિનો ભોગ આપવાવાળા શ્રી પ્રતાપભાઈ કટકવાળાના નામથી સુપ્રસિદ્ધ છે, ધન્ય છે. હમણાં જ તેમનો સ્વર્ગવાસ થયો. શ્રી પરમાણંદ પોપટલાલ સંઘવી (મેથળાવાળા) શ્રી પરમાણંદભાઈ શાહ મૂળ સૌરાષ્ટ્રમાં તળાજા પાસે મેથળા ગામના વતની છે, પણ ઘણાં વર્ષોથી ધંધાર્થે મુંબઈમાં તેમનું આગમન થયું. છ અંગ્રેજી સુધીનો જ અભ્યાસ પણ તેમની સૂઝ-સમજ અને વ્યવહારકુશળતાને લઈને તેઓને શરૂથી જ મુંબઈમાં જીવરાજ એન્ડ વૃજલાલમાં એકધારી પચીસ વર્ષ સુધી સેવા આપી. તેમાંથી અનુભવ અને કાર્યદક્ષતાનું વિશેષ ભાથું મળ્યું-અનેકોના સંપર્ક અને સત્સંગમાં આવ્યા અને એકમાત્ર નિષ્ઠાએ સમય જતાં યારી આપી. ધંધાની પ્રગતિની સાથે જ સમાજસેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશાં અગ્રેસર રહ્યા છે-ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. માટુંગા શ્વેતામ્બર મૂર્તિ જૈનસંઘ (ટ્રસ્ટી) શ્રી જૈન શ્રેયસ્કર મંડળના મંત્રી, શ્રી નાગરિક સંઘ, શ્રી ઘોઘારી જૈન સહાયક મંડળ, શ્રી મહુવા સેવા સમાજ વગેરેમાં તેમની નોંધપાત્ર સેવાઓ ચાલુ છે. નાનામોટા અનેક ફંડફાળાઓમાં તેમની દેણગી પણ જાણીતી બની છે. માટુંગા જૈન દેરાસર, મહુવા જૈન બાલાશ્રમ, ઉપાશ્રય, ગુજરાતી સમાજ વગેરેમાં સારી એવી રકમ આપી છે. ઘોઘારી જૈન સમાજના આગેવાન કાર્યકર્તા ઉપરાંત બીજી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. વતનને પણ ભૂલ્યા નથી. ધંધામાં બે પૈસા પ્રાપ્ત કરે છે તો સારી પ્રવૃત્તિઓમાં વાપરી પણ જાણે છે. ઘણાં જ સૌમ્ય સ્વભાવના અને પ્રેમાળ હૈયું ધરાવતા શ્રી પી. પી. શાહ જીવનમાં વધુ ને વધુ યશકલગી પ્રાપ્ત કરે એવી અમારી મનોભાવના. શ્રીમતી ઇન્દુમતી પરમાણંદે ઘેર પાઠશાળા ખોલી, મુંબઈ સમાચારમાં લેખો આપ્યા હતા. જૈન તત્ત્વદર્શન અંગે માટુંગામાં ૧૬ ઉપવાસ કર્યા. નિઃસ્પૃહભાવે-ઘેરથી વરઘોડો કાઢેલ પછી કાયમ માટે માટુંગામાંથી વરઘોડો નીકળે છે. માતાપિતાની સ્મૃતિમાં યશોવૃદ્ધિ બાલાશ્રમ મહુવા દાન આપેલ છે. શ્રેયિકમંડળ સ્થાપ્યું હતું. પોતે ગરીબી જોઈ છે એટલે ભાઈઓને ઊંચે લાવવાની પ્રબળ ભાવના છે. માટુંગા રોડમાં દેરાસર નહીં હોવાથી ત્યાં આગળ માટુંગા રોડ છે. મ. જૈન સંઘની સ્થાપના કરી અને દેરાસર તથા ઉપાશ્રય સૌના સહયોગથી તૈયાર કરાવ્યાં તે માટે બે વર્ષ સુધી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy