SearchBrowseAboutContactDonate
Page Preview
Page 944
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૦ સાંભળવા જતાં તેઓ ઉપાશ્રય નજીક રોડ પર પડી ગયા. બેભાન થયા. તેઓને ઉપાશ્રયમાં લાવવામાં આવ્યા. ત્યાં જ રાત્રે તેઓ દેવલોક પામ્યા અને ત્યાંથી જ તેઓને બેન્ડવાજાં સહિત સ્મશાને લઈ ગયા. આપણામાંથી ઘણાએ ચૂનીલાલ શેઠને જોયા જ છે. તેમના વહીવટમાં જ નવો ઉપાશ્રય હોલ બન્યો. અત્યારે જ્યાં ધર્મશાળા છે ત્યાં જૂની ધર્મશાળા હતી તે પણ ત્યારે ‘જ બની. ઉપરાંત વાડી તથા તે ઉપરની ધર્મશાળા તથા ઘંટાકર્ણ મંદિર અને તેની પ્રતિષ્ઠા પણ તેમના કાર્યકાળમાં થઈ. શ્રી ચંપાલાલ કિશોરચંદ્ર વર્ધન ઓલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપપ્રમુખ શ્રી ચંપાલાલ કિશોરચંદ્ર વર્ધન સ્વ. શ્રી કિશોરચંદ્ર વર્ધનનો પુત્ર છે. તેમનો જન્મ ૧-૪-૫૬ના રોજ થયો હતો. તેમણે બી.કોમ સુધી અભ્યાસ કરી પોતાના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયા છે. વ્યવસાય ઉપરાંત તેઓ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઊંડો રસ ધરાવે છે. તેઓ નેશનલ સ્પોર્ટસ ક્લબ ઓફ ઇન્ડિયા તથા બોમ્બે ગરવારે ક્લબ હાઉસના આજીવન સભ્ય છે. ધ બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો ક્લબ તથા રોયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબના પણ આજીવન સભ્ય છે. ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે તેઓ વિવિધ સંસ્થા સાથે સંકળાયેલા છે. શ્રી આદિનાથ રાજેન્દ્ર જૈન, શ્વેતાંબર પેઢી, શ્રી રાજેન્દ્ર વિહાર દાદાવાડી પાલિતાણા, શ્રી રાજેન્દ્ર વિદ્યાવિહાર (શંખેશ્વર) શ્રીમતી શાંતાબાઈ કિશોરચંદ્ર વર્ધન ચેરિટેબલ ટ્રસ્ટ અનકીબાઈ ગોપાણી ટ્રસ્ટ, શંખેશ્વર પાર્શ્વનાથ, રાજેન્દ્ર જૈન ટ્રસ્ટ, શ્રી રાજેન્દ્ર જૈન ક્રિયાભવન ટ્રસ્ટ (ભાયખલા), શ્રીમતી શાન્તિબાઈ કિશોરચંદ્રવર્ધન ઘાટકોપર જૈન મંદિર, વર્ધન ચેરિટેબલ ટ્રસ્ટ, વર્ધમાનનગર શંખેશ્વર પારસનાથ જૈન ટેમ્પલ (મુલુંડ) વગેરેના તેઓ ટ્રસ્ટી છે. તેઓ ઓલ ઇન્ડિયા જૈન, શ્વેતાંબર કોન્ફરન્સ, ધી એસોસિએશન ઓફ કોમર્સ હાઉસ બ્લોક ઓનર્સના ઉપપ્રમુખ પદે છે. શ્રી વર્ધન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના મંત્રી પદે છે. ભગવાન મહાવીર મેમોરિયલ સમિતિના તેઓ ચીફ પેટ્રન છે અને ભારત જૈન મહામંડલના સભ્ય છે. તેઓ નીલમ ગ્રુપ ઓફ કન્સ્ટ્રક્શનના માલિક છે. શ્રી મહાકવિ માઘનગર વિકાસ પરિષદ-મુંબઈના પ્રમુખ, Jain Education International For Private ચતુર્વિધ સંઘ અખિલ ભારતીય વૈશ્ય મહા સમ્મેલનના રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ, સિરોહી જાલોર પ્રવાસી સંઘના પ્રમુખ તરીકેની તેમની સેવાઓ જાણીતી છે. શ્રી જવાહરલાલ મોતીલાલ શાહ કલા, ધર્મ અને ધનનો ત્રિવેણી સંગમ ધરાવનાર શ્રી જવાહરલાલ મોતીલાલ શાહ નાસિક જિલ્લાના માલેગાંવના મૂળ વતની અને હાલ મુંબઈ નિવાસી છે. શ્રી જવાહરભાઈ સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી રહ્યા છે. એમણે ૧૨ વર્ષની કુમળી વયે જીવનની કારકિર્દીની શરૂઆત કરી અને ૨૨માં વર્ષે જાહેર સેવાકાર્યની શરૂઆત કરી. પ્રત્યેક અંકુરમાં વિકાસ થવાની અને વટવૃક્ષ બનવાની શક્યતા રહેલી છે એટલે તે વંદનીય છે; કારણ કે તે ચારે વટવૃક્ષ બની રહેશે તે પરમ નિયંતા જ જાણી શકે. આવા એક નાના અંકુરમાંથી વટવૃક્ષસમા બની રહેલા શ્રી જવાહરભાઈનો જન્મ અખિલ ભારતના જૈનસમાજના આગેવાન કાર્યકર શેઠશ્રી મોતીલાલ વીરચંદ શાહને ત્યાં માલેગાંવમાં થયો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી બી.કોમ., એલ.એલ.બી. થયા અને સુરત બજારના ધંધામાં સારી સફળતા પ્રાપ્ત કરી. શ્રી જવાહરભાઈ જૈન સમાજના યુવાન સંનિષ્ઠ કાર્યકર છે. ધાર્મિક કે સામાજિક કોઈપણ કાર્યમાં આગળ પડતો ભાગ લેવા તત્પર રહે છે. શેઠ આણંદજી કલ્યાણજી જૈન શ્વેતાંબર પેઢીના તેઓ પ્રતિનિધિ છે તેમ જ નીચેની સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. ૧. શ્રી ચંદ્રપ્રભુસ્વામી જૈન મંદિર-પ્રાર્થના સમાજ, ૨. શ્રીમદ્ બુદ્ધિસાગરજી જૈન. શ્વે. મૂર્તિપૂજક ગુરુકુળ-ચાંદખેડા (ગુજરાત), ૩. શ્રી વિશાલ જૈન કલા સંસ્થા (જૈન મ્યુઝિયમ) પાલિતાણા, ૪. શ્રી પીયૂષપાણિ સ્થાપિત સંગ્રહાલય–મુંબઈ, ૫. શ્રી વર્ધમાન જૈન સેવા કેન્દ્ર-મુંબઈ, ૬. શ્રી વર્ધમાન જૈન આગમ તીર્થ–પૂણે, ૭. ઉપાધ્યક્ષ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ-મુંબઈ, તે ઉપરાંત શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ તથા શ્રી ભારત જૈન મહામંડળના સેક્રેટરી તથા આગેવાન કાર્યકર્તા છે. તેમનાં પત્ની શ્રીમતી માયાબહેન પણ તેમનાં દરેક કાર્યમાં સહયોગ અને સાથ આપે છે. આવા કર્મનિષ્ઠ ભાગ્યવંત યુવાન દાતા શ્રી જવાહરભાઈની સેવા–પ્રવૃત્તિ હજી વિશાલ ફલક પર વિસ્તરે અને તેઓ દીર્ઘાયુષ્ય પામો એવી શુભેચ્છા. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy