SearchBrowseAboutContactDonate
Page Preview
Page 943
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા બાદ દીપક નાઇટ્રાઇટના ઉત્પાદન ક્ષેત્રની દશાબ્દી ૧લી એપ્રિલ ૧૯૮૩માં શાનદાર રીતે ઊજવી. ૧૯૮૨ની દિવાળી સૌરાષ્ટ્ર માટે વાવાઝોડાના ઝંઝાવાતથી ખૂબજ કાજળઘેરી બની રહી ત્યારે દીપક ચેરિ. ટ્રસ્ટની પણ ત્વરિત સ્થાપના કરી અને જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા પીડિત આત્મિકોને શાતા બક્ષી. રહેવાનાં ઘર ખેડૂતોને અને માલધારીઓને હજારોની સંખ્યામાં પશુઓનું પુનઃસ્થાપન, ગામેગામ થઈને વાસણો, રેશન, વસ્ત્રો વગેરેનું વિતરણ લાખોને હિસાબે કર્યું. વહીવટી સૂઝ અને ત્વરિત કાર્ય કરવાની કુનેહ આપણા આ શ્રેષ્ઠીવર્યમાં જોવા મળે છે. સમાજને તેમની સેવાનો લાભ અહર્નિશ મળતો રહે એ જ અભ્યર્થના. શ્રી ચંપકલાલ ટી. ખોખર મહેસાણા જિલ્લાના ઊંઝાના વતની છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ‘જંબુદ્રીપ' ધર્મસંકુલના સર્જનમાં પાયાના આરંભથી કાર્યરત છે. પૂ.પં.શ્રી અભયસાગરજી મહારાજના સાન્નિધ્યમાં આવ્યા પછી છેલ્લાં બત્રીશ વર્ષથી નવકારમંત્ર હૈયામાં વસ્યો અને ધર્મરંગે રંગાયા. ઊંઝા મહાજનમાં સેવા ઉપરાંત ઈડરપાવાપુરીમાં પણ સેવા આપતા રહ્યા છે. ડાયમન્ડના વ્યવસાયમાં સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે. આજે પણ પોતાના જીવનનો વિશેષ સમય ધર્મકાર્યોમાં જ પસાર કરી રહ્યા છે. વાસા ચિમનલાલ પ્રેમચંદભાઈ પોતાની ઉંમર ૫ વર્ષની હતી ત્યારે પરિવાર સાથે બુઢણાથી પાલિતાણા રહેવા માટે આવેલ. શરૂઆતનો અભ્યાસ પ્રાથમિકશાળા પાલિતાણા અને ત્યારબાદ S.S.C. સુધી શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ-પાલિતાણામાં કરી અને ૧૯૬૨માં ધંધાર્થે મુંબઈ આવેલ. બુઢણાથી મુંબઈ સુધીની સફર લાલન પાલન તેમનાં પૂજ્ય માતુશ્રી માનકુંવરબહેનને આભારી છે, જેણે પાલિતાણામાં સખત મહેનત કરીને સંતાનોને મોટાં કર્યાં અને ભણાવ્યાં. આ સમય દરમ્યાન પૂ. પિતાશ્રી પ્રેમચંદભાઈ જીવરાજભાઈ શેઠ આ.ક. પેઢી છાપરિયાળીમાં A/c તરીકે નોકરી કરતા હતા. ૧૯૬૨થી ૧૯૭૧ સુધી મુંબઈમાં નોકરી કરી અને તે દરમિયાન ૧૯૬૬માં મૃદુલાબહેન દુદાણાવાળાં સાથે લગ્ન થયાં. Jain Education International For Private ૯૧૯ ચાર દીકરી અને એક દીકરો-દરેકને સારા ઘરે પરણાવેલ છે. દીકરાને ત્યાં પણ એક દીકરો અને દીકરી છે. ૧૯૭૧માં પોતાનો સ્વતંત્ર ધંધો-બોલબેરિંગ સપ્લાઇનો ચાલુ કરેલ. ૧૯૮૪માં સુરત દુકાન કરી, જે હાલમાં ચાલુ છે. હાલમાં જ ટાણા-અગિયાળી ગામ વચ્ચે રતનપર ગામમાં ખેતીલાયક જમીન રાખીને ખેતી પણ ચાલુ કરેલ છે. માતુશ્રી તથા પિતાશ્રીનું ૧૨ વર્ષ પહેલાં અવસાન થયેલ છે. પોતે ત્રણ-ભાઈ-ચાર બહેન. હાલમાં પોતાને ખેતીના કામકાજ માટે બુઢણા અવારનવાર જવાનું થાય છે. બુઢણાના રાજપૂત કુટુંબ સાથે બહુ જ સારા સંબંધો સ્થાપિત થયા છે. ૧૦૬૧ના ચૈત્ર વદ-૬-૭-૮ના રોજ બુઢણા મુકામે દેરાસરમાં શ્રી શાન્તિનાથ ભગવાનની મૂર્તિ બેસાડવાનો આદેશ મળેલ અને તે દિવસે પોતાનાં પિતાશ્રી તથા માતુશ્રીએ તેમના જીવન દરમ્યાન કરેલ સત્કાર્યો અને માતુશ્રી તથા ધર્મપત્નીએ તેમનાં જીવનમાં કરેલ તપશ્ચર્યાઓની અનુમોદના અર્થે બુઢણા મુકામે સિદ્ધચક્રપૂજન ભણવવાનું અને એક દિવસનો ગામધુમાડો બંધ કરવાનું સુંદર કાર્ય થયું. હાલમાં મુંબઈનો દરેક કારભાર તેમના પુત્ર ચિ. પરેશ સંભાળે છે. શેઠ ચૂનીલાલ રાયચંદ અનુપચંદ શેઠના મૃત્યુ બાદ જૈન ધર્મ ફંડ, પેઢી તથા આદીશ્વર દેરાસરનો વહીવટ તેમના જમાઈ ચૂનીલાલ શેઠે સંભાળ્યો. તેઓ પણ સસરા જેવા જ ધર્મિષ્ઠ હતા. કાયમ એકાસણાં, બેસણાં, આયંબિલ કરતાં–બે ટંક પ્રતિક્રમણ, સામાયિક, સેવાપૂજા કરતા. ભરૂચ ઉપરાંત ગંધાર અને ભરૂચ પાંજરાપોળનો વહીવટ કરતાં. ઈ.સ. ૧૯૫૨માં ટ્રસ્ટ એક્ટ આવ્યો ત્યારે ત્રણેય દેરાસર (મુનિસુવ્રત, આદીશ્વર, કલ્યાણ પાર્શ્વનાથ) મંદિરનો વહીવટ એક કરીને મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર પેઢીની સ્થાપના કરી. જે બધાં જ દેરાસરનો વહીવટ કરતા. જૈન ધર્મ ફંડ પેઢી સાધારણ ખાતા-ઉપાશ્રય-ધર્મશાળા વ.નો વહીવટ કરતી. તેમના કાર્યકાળ દરમ્યાન અત્યારે જ્યાં ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા છે (તે વખતે ત્યાં ઉકરડો હતો) તે જગ્યા તેમણે જૈન ધર્મ ફંડ પેઢી દ્વારા ખરીદી. એમણે ખરીદેલી જમીન ઉપર આજે તીર્થનો વિકાસ થયો છે. તેઓ પણ અનુપચંદ શેઠની માફક ધર્મધ્યાન-અને ધર્માદા વહીવટમાં બધું ધ્યાન આપતા. લગભગ ધંધાથી નિવૃત્ત હતા. સં. ૨૦૨૪માં વ્યાખ્યાન Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy