SearchBrowseAboutContactDonate
Page Preview
Page 929
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૫ તવારીખની તેજછાયા મહાવીર ઇન્ટરનેશનલની અત્યાર સુધીમાં લગભગ ૨૭૫ શાખાઓ સંપૂર્ણ ભારતમાં ફેલાયેલી છે અને સામાજિક કાર્યોમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી ચૂકી છે. (૩) વર્ષ ૧૯૮૨થી વાસુપૂજ્ય મહારાજ મંદિર ટ્રસ્ટના સચિવ પદે કાર્યરત છે. સંસ્થાની પ્રવૃત્તિઓ : ઉપર દર્શાવેલ સમયગાળામાં અઢી કરોડના ખર્ચે શિખરમંદિર બંધાવ્યું અને ૫૦ લાખના ખર્ચે ૨૫ રૂમ ધરાવતી ધર્મશાળા બંધાવવામાં આવી. આજે આ સ્થળ શહેરની મધ્યમાં બસ-સ્ટેશન તથા રેલ્વેસ્ટેશનથી ફક્ત એક કિલોમીટરના અંતરે સ્થિત છે, જેના કારણે યાત્રાળુઓને ઊતરવામાં તથા આવનજાવનમાં સુવિધાયુક્ત છે. (૪) કીકાભાઈ પ્રેમચંદ ટ્રસ્ટના ટ્રસ્ટીપદે કાર્યરત : સંસ્થાની પ્રવૃત્તિઓ : આ ટ્રસ્ટ કેશરિયાજીમાં છે, જ્યાં છેલ્લાં પાંચ વર્ષોમાં ૧00 રૂમ ધરાવતી ધર્મશાળા, ભોજનશાળા, સંઘ-હોલ તથા પેઢી બની ચૂકી છે. આથી યાત્રાળુઓની અવરજવર વધી છે. શ્રી ચંદ્રકાંત મૂળચંદ શાહ શિહોર પાસેના અગિયાળી ગામના વતની શ્રી ચંદ્રકાંતભાઈ હાલ મુંબઈમાં વસવાટ કરે છે. નાનપણથી પિતાની છત્રછાયા ગુમાવતાં સાધારણસ્થિતિમાં માતાએ ત્રણેય બાળકોને ઉછેર્યા. મેટ્રિક સુધી વતનમાં ભણી ૧૮ની ઉંમરે મુંબઈ આવી સર્વિસમાં જોડાયા. આઠ વર્ષ બાદ ઇલેકિટ્રક ઉપકરણોનું ઉત્પાદન કરવાનો ધંધો પ્રારંભ્યો. તકદીરે યારી આપતાં ‘૭૨ માં કન્સ્ટ્રકશન લાઇનમાં આવ્યા અને નામાંકિત બિલ્ડર બન્યા. ધંધા સાથે ધર્મકાર્યમાં પ્રગતિરૂપે તેઓ ઘોઘારી વિશાશ્રીમાળીજ્ઞાતિની દરેક સંસ્થાઓમાં તન-મન-ધનથી સહકાર આપે છે. વતન સિહોરમાં માતુશ્રીના નામે માત્ર ૨૦ પૈસામાં દરેકને દવા મળે છે એવા સાર્વજનિક દવાખાનાની સ્થાપના કરી ઉપરાંત આયંબિલ શાળા નિયમિત ચાલે છે. તે માટે મોટી રકમ આપી ભંડોળ એકત્ર કર્યું. તેમજ પિતાશ્રીના નામે મહાવીર જૈન વિદ્યાલય અંધેરીશાખામાં ભોજનગૃહમાં રકમ આપી છે. સાયનમાં ચાલતી આયંબિલ શાળામાં આસો માસની ઓળીને કાયમી રૂા. ૮૭૭૭૭- રૂપિયાનો આદેશ માતુશ્રીના નામે લીધો. પાલિતાણામાં કેસરિયાજી ભોજનગૃહમાં માતુશ્રી તથા પરિવારના નામે આદેશ લીધો. પાલિતાણા ડેમ પર સેનિટોરિયમમાં તથા યશોવિજયજી જૈન ગુરુકુળ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહ, કન્યા છાત્રાલય, વડોદરાની મહાવીર વિદ્યાલય, સાવરકુંડલાની બાલાશ્રમ જેવી અનેક ધાર્મિક તથા શિક્ષણ સંસ્થાઓમાં વિવિધ રીતે મોટી રકમનાં દાન આપેલ છે. વતન શિહોરમાં પ.પૂ.આ. કૈલાસસાગરસૂરિજી મહારાજ સા.ની નિશ્રામાં થયેલા ઉપધાનતપમાં સારો હિસ્સો આપી લાભ લીધેલ. આવો બીજો લાભ સં. ૨૦૩૭માં કદમગિરિ ખાતે પ.પૂ.આ. શ્રી મેરુપ્રભસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં અગિયાળીમાં પણ પ્રતિષ્ઠા કરાવેલ, ઓછો અભ્યાસ છતાં કોઠાસૂઝ ને નિષ્ઠાને કારણે સર્વકાર્ય ધગશથી કરે છે. દરેક જગ્યાએ દાનભાવનાને કારણે સમાજમાં અને ઘોઘારી વિ.મા. સહા. ટ્રસ્ટીબોર્ડમાં મોખરાનું સ્થાન ધરાવે છે. શિહોર તથા અન્યત્ર શુભ કાર્યો – ૧. શિહોરમાં પિતાશ્રીના નામે નહિ નફો નહિ નુકશાનના ધોરણે એક્સરે વિભાગ, ૨. શિહોરમાં ઊકાળેલા પાણીનો કાયમી આદેશ, ૩. વડોદરામાં માતુશ્રીના નામે ઉપાશ્રય અને ચૈત્ર આસોમાસની કાયમી આયંબિલ ઓળી, ૪. પાલડી-અમદાવાદ :- પિતાશ્રીના નામે આયંબિલ હોલ અને અષાઢ સુદ ૪ થી કારતક સુધી કાયમી આયંબિલ, ૫. સાવરકુંડલા વિદ્યાર્થીગૃહમાં એક રૂમ, ૬. તપોવનમાં એક સ્કૂલ, ૭. તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહમાં ઉપપ્રમુખનો ઉચ્ચ હોદ્દો, ૮. પ. પૂ. આ. મેરૂપ્રભુસૂરિશ્વરજી મ.સા. અમિયાપુરમાં સ્મારકમાં સેનેટરી હોલમાં એક બ્લોક, ૯. શિહોરમાં નંદલાલ ભુતા ચેરિટેબલ હોસ્પિટલમાં ભાઈ સેવંતીલાલના નામે નસિંગ ક્વાટર્સ, ૧૦. કરમબેલી (વાપી) હાઈવે પર મહિમાપ્રભુસૂરિના “મહિમા પ્રભુ ઉપાશ્રય”માં સાધુ સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચ માટે કાયમી માગશર માસનો ખર્ચ, ૧૧. અમદાવાદ શ્રી ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિ.માં ભાઈ સેવંતીલાલના નામે સર્જીકલ ઓ.પી.ડી., ૧૨. શિહોરમાં શ્રી એન.એમ.ભૂતા કોમર્સ કોલેજમાં સંચાલન માટે શૈક્ષણિક હેતુ માટે રૂ. પાંચલાખ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy