SearchBrowseAboutContactDonate
Page Preview
Page 928
Loading...
Download File
Download File
Page Text
________________ ex આપ્યું. તેઓશ્રીએ પોતાના વતન ચોગઠમાં પોતાનું મકાન હતું તે પાડીને ત્યાં ઉપાશ્રય પોતાના જ ખર્ચે આશરે રૂ।. ૨૦,૦૦૦માં બંધાવી ચોગઠ સંઘને સુપ્રત કર્યો છે. સાદાઈ, સ્વાશ્રય અને સંસ્કારપ્રેમનો વારસો પોતાના ચારેય પુત્રોને આપ્યો છે. તેઓએ એક આદર્શ ગૃહસ્થ તરીકેનું જીવન બ્યાંશી વર્ષ સુધી ગાળ્યું હતું. ધાર્મિક વાચન, ધાર્મિક પ્રવૃત્તિમાં શેષ જીવન ગાળ્યું હતું. તેમના જીવનચરિત્રની ‘એક ભાગ્યવાન વેપારી' નામની પુસ્તિકા સામુદ્રિકભૂષણ શ્રી શંકરરાવ કરંડીકારે હિંદીમાં તથા મરાઠીમાં પ્રકાશિત કરેલી છે, એમાં તેમના જીવનની સુંદર ગૌરવગાથા હસ્તરેખાના અનુભવપૂર્વક દેખાડેલી છે. શ્રી હસમુખભાઈ વી. મહેતા અનન્ય શ્રદ્ધા અને અવિશ્રાન્ત પરિશ્રમ ખેડીને મુંબઈમાં બિલ્ડરોની પ્રથમ હરોળમાં સ્થાન પામનાર શ્રી હસમુખભાઈ વી. મહેતા મૂળ ગુજરાતના વતની છે, પણ ઘણાં વર્ષોથી મુંબઈને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે. તેજસ્વી બુદ્ધિશક્તિ, વિચક્ષણ વિચારશક્તિ અને કુશળ કાર્યશક્તિથી હાલમાં મુંબઈમાં વર્ધમાન બિલ્ડર્સ અને નિર્વાણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે કાર્યમગ્ન રહ્યા છે. આધુનિક યુગને અનુરૂપ બાંધકામક્ષેત્રે નૂતન વિકાસની વસંત મહેંકે એવી ઉન્નત ભાવનાથી પ્રેરાઈને જે સાહસ કર્યું છે તેમાં સમર્થ વહીવટકર્તા તરીકેનું સ્થાન સંપ્રાપ્ત કર્યું છે. તેમની સાદાઈ, નિયમિતતા, સંયમશીલતા, ઉદારતા જેવા સદ્ગુણોએ તેમને ઘણે ઊંચે આસને બેસાડ્યા છે. સંસ્કાર અને રોવાપરાયણતાના સદ્ગુણોથી શોભતા શ્રી હસમુખભાઈને માંગલિક ધર્મનો વારસો બચપણથી મળેલો એટલે ધાર્મિક આયોજનોમાં મહત્ત્વનો ફાળો આપી જીવન સાર્થક કરી રહેલા શ્રી હસમુખભાઈ સમૃદ્ધિના શિખરે પહોંચવા છતાં મિથ્યા ઉન્માદ ક્યારેય સેવ્યો નથી. સેવાભાવનાથી ભરેલું તેમનું સમગ્ર જીવન સૌને પ્રે૨ણાની સૌરભ સુદીર્ઘ સમય સુધી અર્પતું રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ છે. ધર્મપરાયણતા અને સમાજસેવાના આદર્શને હંમેશાં નજર સમક્ષ રાખીને કામ કરીને રહ્યા છે. જૈન સંપ્રદાયોના બધાં જ સાધુ-સાધ્વીજીઓ તરફનો તેમનો અનન્ય પૂજ્ય ભાવ અને વૈયાવચ્ચ માટે તેમની સેવાપરાયણતાને કારણે કેટલીક સામાજિક સંસ્થાઓમાં સક્રિયપણે રસ લઈ રહ્યા છે. જીવનનાં સ્વપ્નાંઓ અને કાર્યો માત્ર તરંગી મનોરથોથી નહીં પણ સતત ઉદ્યમ અને Jain Education International For Private ચતુર્વિધ સંઘ પુરુષાર્થથી જ ફળે છે એ સૂત્રાનુસાર તેમની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી છે. આમ શ્રદ્ધાપૂર્ણ હૈયે ઉન્નતિના શિખરે પહોંચવા સાથે સેવાભાવી સખાવતી પુરુષ તરીકે સમાજમાં સર્વત્ર સમ્માન પામ્યા છે. જિનશાસન અને દેવગુરુ ઉપર અનન્ય શ્રદ્ધાવંત શ્રી હસમુખભાઈ મહેતા ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રાજસ્થાન-ઉદયપુરના ધાર્મિક તથા માનવકલ્યાણના કાર્યો કરનાર કર્મઠ કાર્યકર શ્રી રાજ લોઢા રાજસ્થાનના ઉદયપુર શહેરમાં ધાર્મિક તથા માનવકલ્યાણનાં કાર્યો કરનાર કાર્યકરોમાં શ્રી રાજ લોઢા અત્યંત જાણીતું નામ છે. ૭૦, ‘મધુવન’, ઉદયપુર-નિવાસી શ્રી રાજ લોઢાનો જન્મ તા. ૧૪-૮-૧૯૪૦ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ સ્વ. શ્રી કેસરી મલજી લોઢા અને માતાનું નામ શ્રીમતી રંભાદેવી લોઢા, જેઓ ઉદયપુરમાં સગૃહસ્થ અને સગૃહિણી તરીકે સારી નામના ધરાવે છે. વાણિજ્યમાં સ્નાતકોત્તર કક્ષા સુધી શિક્ષણપ્રાપ્ત શ્રી રાજભાઈ ઈ.સ. ૧૯૬૫માં શ્રીમતી હર્ષિલાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. રાજસ્થાનના રમતગમતક્ષેત્રે પણ શ્રી રાજ લોઢાનું નામ ઝળહળતું છે. તેમણે વર્ષ ૧૯૬૩થી ૧૯૬૬ સુધી બેડમિંટનમાં રાજસ્થાન રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સને ૧૯૮૭થી ૧૯૮૧ સુધી તેઓ રાજસ્થાન બેડમિંટન એસોસિએશનના અધ્યક્ષપદે રહ્યા. બેડમિંટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના કાર્યકારી સભ્ય તરીકે ૧૯૯૦થી ૧૯૯૧ સુધી સેવા આપી. ધાર્મિક તથા અન્ય પ્રવૃત્તિઓ : (૧) ૧૯૮૦થી ભગવાન મહાવીર વિકલાંગ સમિતિના કાર્યકારી ઉપાધ્યક્ષઃ સંસ્થાની પ્રવૃત્તિઓ : આ સમિતિ વિકલાંગના કલ્યાણ માટે કામ કરે છે. અત્યાર સુધીમાં ઉદયપુર વિભાગના જુદા જુદા વિસ્તારોમાં ૨૦૫ કેમ્પ કરી ચૂકી છે. જ્યાં વિકલાંગોને કેમ્પમાં જ કેલિપર, કૃત્રિમ પગ વગેરે માપ અનુસાર બનાવી લગાવી આપવામાં આવે છે. (૨) (અ) મહાવીર ઇન્ટરનેશનલ, ઉદયપુરના અધ્યક્ષ ૧૯૮૬-૧૯૮૮, (બ) મહાવીર ઇન્ટરનેશનલ એપેક્ષના અધ્યક્ષ૧૯૯૩-’૯૭. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy