SearchBrowseAboutContactDonate
Page Preview
Page 924
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૦ ગત વર્ષે ભારત જૈન મહામંડળનું ૪૪મું અધિવેશન મુંબઈ ખાતે ભરાયું હતું, તેના અધ્યક્ષ તરીકે પણ તેમની જ પસંદગી થઈ હતી અને તે સુયોગ્ય નીવડી હતી. ટૂંકમાં આજે સારાયે જૈનસમાજની નજર શ્રી દીપચંદભાઈ તરફ વળેલી છે. અને તેમના હાથે એક પછી એક સુંદર કાર્યો થઈ રહેલાં છે. સામાન્ય જનતા માટે પણ શ્રી ગાર્ડીજીનો હાથ એટલો જ ઉદાર રહેલો છે. જીવનના કોઈપણ ક્ષેત્રમાં સહાયની જરૂર હોય ત્યાં તેમની સહાય જરૂર પહોંચે છે અને તેમાં શ્રી દીપચંદ એસ. ગાર્લી ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી દીપચંદ એસ. ગાર્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ નોંધપાત્ર ફાળો આપી રહેલ છે. તેમનો ફાળો સૌરાષ્ટ્રમાં સવિશેષ છે, પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પણ તેમના દાનથી વંચિત નથી. શ્રી ગાર્ડી સાહેબ પોતાની કારકિર્દીને યશોવલ બનાવી શક્યા છે તેનાં કારણોમાં તેમની વિનમ્રતા, સરળતા, નિખાલતા અને ઉદારચરિત સ્વભાવને ગણી શકાય. તેમની કાર્ય કરવાની અને લેવાની પદ્ધતિ એટલી સહજ અને સરળ છે કે એક વખત પરિચયમાં આવેલી વ્યક્તિને તેમના પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. સૌરાષ્ટ્રમાં સ્થળ–સ્થળે હાઇસ્કૂલો, છાત્રાલયો, ધર્મશાળાઓ, ઔષધાલયો, વોટરવર્કસ આદિ માટે દાન આપી લોકકલ્યાણની ભાવનાને ચરિતાર્થ કરી છે. તેમની દાનશૂરતા જૈનસમાજ પૂરતી મર્યાદિત ન રહેતાં ગરાસિયા બોર્ડિંગ, હરિજન છાત્રાલય, બ્રાહ્મણ બોર્ડિંગ, રજપૂત બોર્ડિંગ, કોળી બોર્ડિંગ, સથવારા બોર્ડિંગ-આમ નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર દાન કરેલ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અનેક ગામો દત્તક લઈ ગ્રામ્ય વિસ્તારની એકપણ વ્યક્તિ કામ વિના ન રહે તેવી વ્યવસ્થા કરેલ છે. હવે તો તેમનું સેવાક્ષેત્ર ગુજરાત ન રહેતાં મધ્યપ્રદેશ અને ભારતના બીજા પ્રાંતોમાં પણ આગળ વધ્યું છે. માતૃભૂમિ પડધરીમાં શિખરબંધી જિનાલય અને તેના નિભાવ માટે માતબર રકમ અર્પી છે. નૂતન જિનાલય અને તેના પ્રસંગે કંકોતરી કે જાહેરાત છપાવ્યા વિના હિન્દુ-મુસ્લિમ અને અન્ય કોમના સાથ સાથે મહોત્સવ ઊજવ્યો, એટલું જ નહી, દરેક ધર્મસ્થાનકમાં–આવાં ૬૩ સ્થાનમાં આઠ ય દિવસ પોતપોતાની ધર્મક્રિયાઓ કરવા ગાર્ડી સાહેબે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યાં હતાં. અહિંસા અને કરુણાના દિવ્ય વારસાને દીપાવી રહેલા ચતુર્વિધ સંઘ શ્રી દીપચંદભાઈ ગાડ કરુણાભાવથી પ્રેરાઈને જીવમાત્રની રક્ષા કાજે દેશના ખૂણે-ખૂણે ફરીને લક્ષ્મીનો સદ્વ્યય કરી રહ્યા છે અને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતની સમગ્ર પાંજરાપોળો માટે ફેડરેશન રચીને જીવદયાના કામને વેગવાન બનાવવા તથા અસલ મહાજનશાહીની પ્રથા પુનઃ ઊભી કરવા દુરંદેશીથી તન-મન-ધન સમર્પિત કરી રહ્યા છે, ગુજરાતની દુષ્કાળની પરિસ્થિતિમાંથી માનવને ઉગારવાના પ્રયત્નોની સાથે એક પણ ઢોર કતલખાને ન જાય અને પાંજરાપોળોમાં જેટલાં પશુઓ આવે તેને ઉગારવાનું ભગીરથ કાર્ય ગામે-ગામ પ્રવાસ કરીને તેમણે કર્યું જે વીસમી સદીના વિષમ કાળનું મહાન આશ્ચર્ય છે. સાથે આનંદ અને આશ્વાસન છે. કીડી, માછલાં, કૂતરાં, પક્ષીને પણ યોગ્ય ખોરાક મળે તે માટે ગાર્ડી સાહેબે પ્રયત્ન કર્યા છે. “જીવો ને જીવવા દો'ની વાતથી આગળ વધી જીવમાત્ર શાંતિથી જીવે-શાતા મળે તેવા ઊંચા ભાવથી લક્ષ્મીનો સવ્યય કરી રહ્યા છે. કેળવણી, મેડિકલ અને અનેકવિધ ક્ષેત્રે દાનની ગંગા વહાવતા એવા ગાર્ડ સાહેબને શત શત ધન્યવાદ અર્પીએ છીએ. તેમને પ્રાપ્ત થયેલી લક્ષ્મી, સમૃદ્ધિ અને કીર્તિને તેઓશ્રી સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા છે. સાચે જ, કુદરતનો નિયમ છે કે શ્રેષ્ઠ વસ્તુ હંમેશ યોગ્ય વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે. ઓલ ઇન્ડિયા જૈન કોન્ફરન્સના સૂત્રધાર અને મુંબઈની અનેક સંસ્થાઓના અધિષ્ઠાતા બનેલા શ્રી ગાર્ડ સાહેબ જૈન સમાજમાં સારું એવું બહુમાન પામ્યા છે. વ્યાપારી જીવ હોવાથી વિધવિધ વ્યાપારોમાં ઝુકાવ્યું અને લક્ષ્મીની વર્ષા વરસી રહી, પણ હૃદયની ઉદારતા એવી કે શિક્ષણ સંસ્થાઓ, માનવ-રાહત, ઉદ્યોગકેન્દ્ર અને એ ઉપરાંત સેવાનાં વિવિધ ક્ષેત્રોમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં છૂટે હાથે દાન કર્યું. સામાજિક ક્ષેત્રે પણ ઘણાં ઘણાં મધ્યમ વર્ગનાં કુટુમ્બોને તેમની ઉદારતા આશીર્વાદ સમાન બની રહી છે. ગાંધીજીના સંદેશ મુજબ સંપત્તિના ટ્રસ્ટી બનવા પ્રયત્ન કરતાં કરતાં બહુજન સુખાય, બહુજન હિતાય.’ મળેલી લક્ષ્મીનો સદુપયોગ થાય એવી શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડીની મહેચ્છા આપણને પ્રેરણા આપી જાગ્રત કરે છે. સદેવ સ્મિત વેરતા શ્રી દીપચંદભાઈને શાસનદેવ ખૂબ લાંબું આયુષ્ય અને તંદુરસ્તી અર્પે અને તેઓના શુભ હસ્તે સમાજનાં શુભ કાર્યો થાય એમ ઇચ્છીએ. પોતે શક્તિપૂજામાં માને છે. પાપ-પુણ્યોમાં માને છે. આજ કરોડો રૂપિયાની સખાવતો કરી છે. ભવિષ્યમાં મોટી આકાંક્ષા સેવી રહ્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy