SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૮ અમદાવાદમાં મહાવીર જૈન વિદ્યાલયનું સર્વ પ્રથમ કન્યા છાત્રાલય સ્થપાયું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક કરોડથી વધારે રૂપિયાનું દાન આપ્યું. જ્યારે નવસારીમાં મકાનોની તંગીનો અનુભવ કરતાં સાધર્મિકો માટે એમણે રાહતના દરે ૪૦ આવાસ બનાવ્યા. આમ તેઓશ્રીની દાન-ગંગા રૂપિયા છ કરોડથી વધુ છે. જ્યારે આપણે શ્રી યુ. એન. મહેતાનો જ્વલંત ઇતિહાસ સાંભળીએ છીએ ત્યારે દાનવીર શેઠ જગડુશા, શ્રી વસ્તુપાળ-તેજપાળ તથા મહારાજા કુમારપાળની યાદ આવે છે કે જેઓએ દરેક ક્ષેત્રમાં દાનની ગંગા સહેવડાવી હતી. એમના આ શુભકાર્યોમાં એમનાં પત્ની શ્રીમતી શારદાબહેન મહેતાનો હંમેશાં સબળ સાથ મળતો રહ્યો છે. આજે રાષ્ટ્ર, સમાજ, કેળવણી અને ધર્મક્ષેત્રે શ્રી યુ. એન. મહેતા પરિવાર પાસે ઘણી અપેક્ષા રાખે છે. કહેવાય છે કે તેમના જીવન દરમ્યાન આશરે દશ કરોડ જેવી માતબર રકમ તેમણે દાનમાં આપી હતી. જૈન સમાજનું તેઓ મૂલ્યવાન રત્ન હતા. શ્રી તિલોકચંદ ડી. શાહ તેમનો જન્મ તા. ૩-૧-૧૯૩૨ના રોજ બનાસકાંઠામાં અને ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલા નાના એવા ગામ નેનાવામાં થયો હતો. તેમનાં માતા સ્વ. કનીબાઈ જૈન ધાર્મિક સંસ્કારથી ખૂબ જ રંગાયેલાં તેથી બાળપણથી જ શ્રી તિલોકચંદભાઈમાં જૈન ધર્મના સંસ્કાર સુદઢ થયા. નાની ઉંમરમાં અ.સૌ. કનીબાઈ સ્વર્ગસ્થ થયાં અને તિલોકચંદભાઈ તેમના પૂજ્ય પિતાશ્રી ધૂલચંદભાઈ પાસેથી વ્યાપારના પાઠ શીખ્યા. બિનલોહધાતુ (નોનફેરસ મેટલ)નો ધંધો શરૂ કર્યો. પોતાની તીક્ષ્ણ બુદ્ધિ, આગવી અનુમાનશક્તિ (કોઠાસૂઝ), બજારની રૂખ પારખવાનું કૌશલ્ય વગેરે ગુણોથી કિશોર અવસ્થામાં જ નોનફેરસના ધંધામાં આગળ વધ્યા અને તેઓ સફળ રીતે પારંગત થયા. માત્ર ૧૭ (સત્તર) વર્ષની ઉંમરે તિલોકચંદ ડી. શાહ એન્ડ કું. નામથી વ્યાપારી પેઢીની સ્થાપના કરી અને તેમાં પિતાશ્રીની બિલકુલ સહાય લીધી નહીં. પોતે સ્વતંત્ર રીતે ધંધો શરૂ કર્યો અને સફળતાના શિખરો સર કરતા ગયા. આજે ચતુર્વિધ સંઘ ગુલાલવાડીમાં નોનફેરસ મેટલમાં તિલોકચંદ ડી. શાહ એન્ડ કું. અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. તેઓશ્રી બોમ્બે મેટલ એચેન્જ લિ.ના સભ્ય છે. બોમ્બે નોન-ફેરસ એન્ડ સ્કેપ મરચન્ટ એસોસિએશના પણ સભ્ય છે. તે ઉપરાંત બીજી પ્રખ્યાત ધાર્મિક સંસ્થાઓ (હરેકૃષ્ણ હરેરામ) આંતરરાષ્ટ્રીય સંસ્થાના આજીવન સભ્ય છે. ડાઇનર્સ કલબના સભ્ય છે. ધાનેરા આરોગ્ય સમિતિના કાયમી કાર્યવાહક સભ્ય છે. શંખેશ્વરમાં ધાર્મિક ક્ષેત્રમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓશ્રીએ જૈન યાત્રાસ્થળોએ વ્યાપક પ્રવાસ ખેડેલ છે. તે સાથે દાનનો પ્રવાહ પણ વહેવડાવેલ છે. શંખેશ્વરની એક મોટી ધર્મશાળામાં મોટું દાન આપી તેમના પૂજ્ય પિતાશ્રીનું નામ જોડાયેલ છે અને શ્રી ધૂલચંદ બેચરજી શાહ (નેનાવાવાળા) એવું નામ આપવામાં આવેલ છે. પાલિતાણા જૈન ધર્મક્ષેત્રમાં પણ ધર્મશાળા માટે એક પ્લોટ-ખરીદી આગળ કાર્યવાહી ચલાવી રહ્યા છે. ધાર્મિક કાર્યોમાં રસ લેતા શ્રી તિલોકચંદભાઈએ પૂજ્ય આચાર્ય ચંદ્રોદય વિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબના આદેશ અનુસાર ૧૦૮ દર્શન મંદિરમાં પણ મોટું દાન આપેલ છે. તેમનાં આવાં મોટાં દાનોથી પ્રભાવિત થઈ જૈન આગેવાનો અને ખાસ કરીને ગોડીજી જૈન સંઘે પૂજ્ય આચાર્ય ચંદ્રોદયવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં સંવત ૨૦૩૩માં તેમનું સોનાના એક કિંમતી થાળ વડે બહુમાન કરેલું. શ્રી તિલોકચંદભાઈએ ખૂબ જ નમ્ર અને કર્તવ્યભાવનાથી સુંદર જવાબ આપેલ હતો. ધાર્મિક ક્ષેત્ર સાથે સામાજિક તબીબી અને કેળવણી ક્ષેત્રોમાં પણ જાણીતા છે. તેમના જન્મસ્થાન (મૂળ વતન) નેનાવામાં તેમનાં પૂજ્ય માતુશ્રી સ્વ. કનીબાઈનું નામ જોડીને ‘કનીબાઈ ધુડાલાલ જનરલ હોસ્પિટલ' બનાવેલ છે. ધાનેરામાં ધર્મશાળા-ધવલ ધર્મશાળા-સાચોટામાં પણ ધર્મશાળા બંધાવેલ છે. કેળવણી ક્ષેત્રમાં વરકાણા-રાજસ્થાનમાં જૈન બોર્ડિંગમાં મુખ્ય હોલનું નામ આપવા માટે મોટું દાન આપેલ છે. પત્રિકાના આજીવન સભ્ય છે. રાજકારણમાં યોગ્ય પ્રતિનિધિ કાર્યકરને હંમેશ સહકાર આપે છે. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રી તિલોકચંદભાઈના પરિવારમાં તેમનાં આદર્શ ધર્મપત્ની, ત્રણ પુત્રીઓ તથા બે પુત્રો છે. મોટો પુત્ર ચિ. દિનેશ. કોલેજમાં બી. કોમ. સુધી અભ્યાસ કર્યો છે. ચિ. વિજયકુમાર અભ્યાસમાં ખૂબ જ ચપળ-૮૭ ટકા એસ.એસ.સી.માં મેળવેલા. એમ.એસ. અભ્યાસ પૂરો કરીને અમેરિકામાં સ્થિર થયા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy