SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૨ હતા. સમાચાર ઘણાં જ મોડા મળવા છતાં જીવના જોખમે ૨૬૩ ઊંટોને બચાવી શકવામાં જબરું સાહસ ખેડવું પડ્યું. બાકીના જે ઊંટોની કતલ થઈ ગઈ હતી તે માટે તેમનું હૃદય રડી રહ્યું હતું. ૨૬૩ ઊંટોને ૪ મહિના બેંગલોર રાખવાં પડ્યાં. જેનો ખર્ચ લગભગ ૫ લાખ થયેલ જે માટે દાનવીર-જીવદયા પ્રેમી શ્રી જેનમકુમારે આર્થિક સહયોગ આપી તેમના જીવરક્ષાના કાર્યને પ્રોત્સાહિત કર્યું. પોતાના જીવનની પરવા કર્યા વિના અનેક વખત કતલખાને જઈ આવેલા શ્રી ઉત્તમચંદજી તપસ્વી પણ છે. છેલ્લાં ૪૫ વર્ષથી પૂરા ચાતુર્માસમાં એકાસણાં કરનાર છેલ્લાં ૩ વર્ષથી નિયમિત રોજ એકાસણાં કરી રહ્યા છે. પશુઓને બચાવવા માટે અનેક વખત નનામા ફોન આવે તો ક્યારેક ધમકીભર્યા ફોન પણ આવતા હોવા છતાં તેઓ હિંમતપૂર્વક સામનો કરીને પણ જીવદયાનું કાર્ય કરવામાં તત્પર જાગ્રત છે. તેમના આ કાર્યમાં પરિવારનાં બધાં જ–વિશેષ પુત્રો સાથ આપે છે. શ્રી ઉત્તમચંદજી કર્ણાટકની બહાર હોય તો પશુધન બચાવવાની હાકલ મળતાં તેમના પુત્રો કામકાજ છોડીને સેવાનાં ઉમદા કાર્ય કરવાનું ચુકતા નથી. પરિવારના સહયોગનો શ્રી ઉત્તમચંદજીને ખૂબ જ સંતોષ છે. કતલખાનેથી બચાવી લેવાતા પશુધન સંબંધી કસાઈઓ ઘણીવાર તેમની પાસે મોટી રકમની માગણી કરે તો તેમને તાબે ન થતાં ધીરજ-કુનેહ સાથે હિંમતથી કામ લે છે, પણ કસાઈઓને પૈસા આપી પશુધન બચાવી લઈને કસાઈઓને પ્રોત્સાહિત કરવાનો સખત વિરોધ કરે છે. જીવદયાની આવી ઝુંબેશ માટે સુ.શ્રી મેનકાગાંધીએ તેમને ‘સુવર્ણપદક’ થી નવાજિત કર્યા છે, તો કર્ણાટક ઓસવાલ પરિષદે ‘સમાજભૂષણ' પદથી અલંકૃત કર્યા છે. હાલમાં જ શિમોગા પાસે શિકારીપુરમાં શ્રી રુદ્ર સ્વામીજીના મઠ દ્વારા તેમના કામની કદર કરીને પાંચ એકર જમીન મળતા ગૌશાળાનું નિર્માણ કર્યું છે. અનેક જૈનાચાર્યો તથા સંત-મહાત્માઓનાં આશિષ મેળવનાર શ્રી ઉત્તમચંદજીને મળવું અને તેમના જ કાર્યને તેમના મુખેથી સાંભળવું એ એક હૃદયદ્રાવક અનુભવ છે. હાલમાં તેઓ, (૧) પ્રમુખ–આંતરરાષ્ટ્રીય કૃષિ-ગૌ-પર્યાવરણ સંરક્ષણ પરિસર, (૨) ઉપપ્રમુખ-સંસ્કૃતિ ગૌરવ સંસ્થાન (૩) સેક્રેટરી– શ્રી સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, જયનગર (૪) સેક્રેટરી-શ્રી અખિલ કર્ણાટક પ્રાણીદયા સંઘ, કોરમંગલા (૫) વ્યવસ્થાપક સેક્રેટરી–દક્ષિણ ભારતીય ગૌરક્ષા પરિષદ તથા (૬) મેમ્બરએનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ કામ કરી Jain Education International For Private ચતુર્વિધ સંઘ રહ્યા છે. અબોલ પશુઓની વહારે દોડી જતા ૬૨ વર્ષીય શ્રી ઉત્તમચંદજીના જીવદયાના કાર્યની અનુમોદના કરીએ તેટલી ઓછી છે. પ્રો. શ્રી પ્રતાપભાઈ ટોલિયા [વર્ધમાન ભારતી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, બેંગલોર] ધ્યાન અને સંગીત દ્વારા જૈનધર્મ ગ્રંથોની વાચનાને શુદ્ધ રૂપે કેસેટોમાં મઢીને આધ્યાત્મિક ભક્તિ સંગીતને ઘેર ઘેર ગુંજતું કરનાર પ્રો. શ્રી પ્રતાપભાઈ ટોલિયાનું નામ માત્ર બેંગલોરમાં જ નહી પણ અન્ય રાજ્યોમાં અને પરદેશમાં જાણીતું છે. મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના વતની શ્રી પ્રતાપભાઈ લીંબડી ગામમાં ગ્રંથાલયનાં ગ્રંથપાલ રહ્યા બાદ પૂના હૈદ્રાબાદ અને શાંતિનિકેતનથી પોતાની અભિરુચિ પ્રમાણેના કાર્યની શરૂઆત કરી. ૧૯૭૦માં બેંગલોર આવ્યા અને ૧૯૭૧માં તેમણે વર્ધમાન ભારતી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી અને ત્યારથી ધ્યાન, શિબીર સંગીત અને સાહિત્યપ્રકાશનોનાં ક્ષેત્રે તેમની પ્રવૃત્તિઓ અવરિત ચાલતી રહી છે. સંગીત અને સાહિત્યના સમન્વયની સુંદર પ્રવૃત્તિઓના પ્રણેતા પ્રો. શ્રી પ્રતાપભાઈ M.A.(ઇંગ્લિશ—હિન્દી બન્નેમાં) સાહિત્યરત્ન (હિન્દી) જૈન સંગીતરત્ન (U.S.A.) છે. પંડિત સુખલાલજી, ગાંધીજી, વિનોબાજી તેમજ શ્રીમદ્ રાજચંદ્રજી તેમના જીવનના આદર્શ અને પ્રેરણામૂર્તિ રહ્યા છે. તેમણે ધ્યાનાત્મ સંગીત અર્થાત્ ધ્યાનનો સંગીત સાથે સમન્વય કરીને ધર્મનાં સનાતન તત્ત્વોનો અભ્યાસ કરીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદ્ રાજચંદ્રથી પ્રભાવિત—શ્રી પ્રતાપભાઈએ ‘સપ્તભાષી આત્મસિદ્ધિ’ સાત ભાષાઓમાં અનુવાદ કરી સુંદર સંપાદન સંકલન કર્યું છે. જૈનદર્શન પ્રત્યે ઊંડો અભ્યાસ અને રુચિ ધરાવતા શ્રી પ્રતાપભાઈ અન્ય દર્શનો પ્રત્યે આદરભાવ દર્શાવે છે. ગીતા, રામાયણ, કઠોપનિષદ તથા ઇશોપનિષદનાં કેટલાક ખાસ અંશોને કેસેટોમાં સુંદર રીતે મળ્યા છે. ‘મેડિટેશન અને જૈનીઝમ’, ‘અનંતકી અનુગુંજ' કાવ્યો તથા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તથા હમ્પી (કર્ણાટક) પ્રથમ દર્શનનો આલેખ આપતું ‘દક્ષિણપથકી સાધનાયાત્રા' ખૂબ પ્રખ્યાત છે. તેમાંના કેટલાંક પુસ્તકોને સરકારનાં ઇનામો પણ મળ્યાં છે તેમજ અહિંસા પર ‘મહા સૈનિક' ને શ્રેષ્ઠ પારિતોષિક મળ્યું છે. અમેરિકામાં જૈન ફેડરેશન ઇન્ટરનેશનલ તથા મહાવીર જૈન મિશન દ્વારા આયોજિત લગભગ બારેક વખત પોતાના ધ્યાન સંગીતના સુંદર સરળ પ્રયોગો કર્યા છે. અમેરિકાના ડૉ. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy