SearchBrowseAboutContactDonate
Page Preview
Page 907
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ભોજન ન કરવું હોય તો સગવડ પૂરી પાડે છે. ગુપ્ત રીતે તેની વિશિષ્ઠ ભક્તિ કરે છે. કોઈપણ સાધર્મિકને આર્થિક મદદ માટે સદા તત્પર રહે છે. શ્રીયુત શેઠશ્રી ઘેવરચંદજી ધંધામાં રત રહેતા હોવાથી ભંવરીબહેન પૂરી રીતે લાભ લે છે. પોતાના બન્ને સુપુત્રો દિલીપકુમાર તથા આનંદકુમાર તેમજ પુત્રવધૂઓને પણ તેઓએ પ્રેમમય રીતે ધર્મમાર્ગમાં જોડેલ છે. તેથી જ ઘરમાં પણ ધર્મમયપ્રેમમય વાતાવરણ સર્જિત થયું છે. આજના યુગનાં અનુપમાદેવી એટલે ભંવરીબહેન. સ્વ. શ્રીમતી કુસુમબહેન બાબુભાઈ શુભ્ર-સફેદ વસ્ત્રોમાં શોભતાં. સાધર્મિક બહેનોની મા એટલે જ કુસુમબહેન. આર્થિક રીતે ખૂબ જ સુદૃઢ ન હોવાં છતાં હૃદયની વિશાળતા અને ઉદારતાના પ્રતીક કુસુમબહેન સાધર્મિક બહેનો માટે બધું જ કરી છૂટવાની તમન્નાવાળાં હતાં. પોતાના ઘરમાં ગૃહઉદ્યોગ-મંડળ આદિ ચલાવી અનેક બહેનોને મદદ રૂપ બનેલ છે. મોટી ઉંમરે પણ કામ કરવામાં કંટાળો નહીં અને ભક્તિમાં ક્યારેય પાછાં નહીં. પોતાના સુપુત્ર શરદને શાસનને અર્પણ કરી આનંદિત બનેલાં કુસુમબહેનને પોતાની ત્રણત્રણ સુપુત્રી–બે બે કામવાળી અને પોતાના પૌત્રને પણ સંયમિત બનાવ્યાં છે. પોતાનો સુપુત્ર જૈનશાસનનો કોહિનૂર હીરો પૂ. આ. દેવશ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા. બની શાસનની ખૂબ જ પ્રભાવના કરી રહેલ છે. અંતિમ અવસ્થામાં પણ હોસ્પિટલમાં પોતાના પૌત્રને શાસનને સમર્પિત કરવા લાલાયિત કુસુમબહેન ખુદ પણ સંયમનાં અભિલાષી હતાં, તેથી જ અંતસમયે હાથમાં ઓઘો લઈ પ્રાણ છોડ્યા. સંયમઅભિલાષી કુસુમબહેન ગુણાનુરાગી-શ્રદ્ધાશીલ-ભક્તિવંત પ્રભુભક્તિના ઉપાસક–સાધર્મિક પ્રેમી. આ ગુણિયલ મહિલા ખરેખર ભાવનગર અને બેંગ્લોરનું આદર્શ શ્રાવિકારત્ન હતાં. અનન્ય સંસારનાં સંયમી શ્રીમતી સુંદરબહેન નેમિદાસ ભેદા તેમનું જીવન જ્ઞાનયોગ અને ભક્તિયોગના સંમિશ્રણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સંસારમાં રહી વિરક્ત ભાવે આત્મકલ્યાણ સાધનાર સુંદરબહેન નેમિદાસ જલકમલવત્ જીવન વિતાવે છે. સુંદરબહેન ભુજપુર-કચ્છમાં મહાવદ તેરસ ૧૯૨૫ના ગાંગજીભાઈ સાવલાના કુળમાં માતા હંસાબાઈની કૂખે જન્મ્યાં. બે ભાઈ અને બે બહેનો સહિતનો તેમનો પરિવાર ધર્માનુરાગી, Jain Education International For Private અપિરિગ્રહી, સંતોષી છે. બન્ને ભાઈઓ વિપશ્યના-ધ્યાનસાધનાના વરિષ્ઠ પ્રણેતા છે. ૨૧ વર્ષની ઉંમરે ગાંગજી ખીમશી ભેદાના પુત્ર નેમિદાસ ભાઈ સાથે વિવાહ થયા. ૨૩ વર્ષની ઉંમરે પુત્ર જન્મ્યો પણ ગા વર્ષની કોમળ ઉંમરે માતાના ખોળામાં નવસ્મરણ સાંભળતા મૃત્યુ પામ્યો. પ્રસૂતિ ખબૂ તકલીફદાયી હતી. મૃત્યુના મુખમાંથી પાછાં ફર્યાં હતાં. આ પ્રસંગોએ ધર્મરુચિ વિશેષ વધારી. તેમનાં નિત્યકર્મમાં પરિવર્તન આવ્યું. નવકારશી, ચોવિહાર, પ્રતિક્રમણો, જિનદર્શન-પૂજા અને તપ જીવનનાં અંગ બની ગયાં. તેમની જ્ઞાનપિપાસા જાગૃત થઈ અને પાનાચંદભાઈ પંડિતજી પાસે ધર્માભ્યાસ પઠન–પાઠન-ચિંતન શરૂ થયું. ૮૮૩ જીવનમાં જાણે જ્ઞાનદીપકનું તેજ પ્રગટ્યું. પાંચ પ્રતિક્રમણ, જીવવિવાહ, નવતત્ત્વ-દંડક, લઘુસંગ્રહણી, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ (પ અર્થ સાથે) તત્ત્વાર્થસૂત્ર (અર્થસહિત) બૃહત્ સંગ્રહિણી (અર્થ સાથે) લઘુ ક્ષેત્ર સમાસ (અર્થ સહિત) સમોવસરણ પ્રકરણ, ૬૭ બોલની સજ્ઝાય, વૈરાગ્યશતક, શત્રુંજય લઘુકલ્પ, વીતરાગ સ્તોત્ર, ગૌતમઅષ્ટક, સંબોધસિત્તરી, પુણ્ય પ્રકાશનું સ્તવન જેવો અભ્યાસ કરતાં ગયાં. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, પૂનમ, ઓળા, વિશસ્થાનક તપ, ૩ ઉપધાન, ૯૯ યાત્રા સહિતનાં તપ વિધિ સાથે કરતાં રહ્યાં. તેમના પતિનો ધર્મારાધના સદૈવ સાથ રહ્યો છે. તેથી જ ૨૭ વર્ષ પહેલાં તેઓએ ચતુર્થવ્રત અંગીકાર કર્યું. પતિ પણ ધાર્મિક અનુષ્ઠાનોમાં પ્રેરિત, પ્રોત્સાહિત કરતા રહ્યા અને સ્વયં સંપૂર્ણ સહકાર આપ્યો. તેઓ પોતાના જીવનના ત્રણ પ્રેરણાદાયી પ્રસંગોને મહત્ત્વ આપે છે. (૧) શાંતાબહેન (નાનાં નણંદ-સાધ્વીશ્રી નિર્મલગુણાશ્રીજી)ની દીક્ષા (૨) પૂ. લક્ષ્મણસૂરિનાં વ્યાખ્યાનો (૩) પાનાચંદભાઈએ આપેલ ધર્મજ્ઞાન તેઓ ભદ્રંકર વિજયજીને ગુરુ માને છે. તેઓ બારવ્રતધારી શ્રાવિકા છે. જ્ઞાન-ભક્તિ વૈયાવચ્ચ, દાન જીવનમાં ઓતપ્રોત બની ગયાં છે. પોતાને પ્રાપ્ત થયેલી આંતરિક સમૃદ્ધિ પોતાના પૂરતી સીમિત ન રાખતાં તેની પ્રભાવના કરતાં રહ્યાં. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy