SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૧ તવારીખની તેજછાયા થતું પણ સહયોગી અધ્યાપકો અને ટ્રસ્ટીઓના સાથ–સથવારે ગુરુદેવોના આશીર્વાદ ૧ મહિનામાં દોઢ કરોડનું વિશાળ ફંડ થયું. પાંચ દિવસનો ભવ્ય અમૃતમહોત્સવ ઐતિહાસિક રીતે મનાવાયો. કર્ણાટકના ગવર્નર ટી. એન. ચતુર્વેદીએ ગુરુજીનું ભવ્ય બહુમાન કરી પ્રસન્નતા પ્રગટ કરી. ઐતિહાસિક આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગુરુજીનું યોગદાન મહત્ત્વપૂર્ણ હતું. ભારતવર્ષથી પધારેલા ગણમાન્ય પંડિતોએ ટાઉનહોલમાં વિશાળ મેદનીમાં “પંડિતરત્ન” અલંકરણથી ગુરુજીને નવાજ્યા. હિન્દુસ્તાનમાં લગભગ ઘણી જગ્યાએ તેમના ભંણાવેલા અભ્યાસકો (બાળક-બાલિકા) છે જેઓ ત્યાં મંડલ-પાઠશાળા અને સંઘવ્યવસ્થામાં સુંદર ધોગદાન આપી રહ્યાં છે. તેમના હાથે તૈયાર થયેલ ૬૦ જેટલી દીક્ષાને પામી શાસનને શોભાવી રહ્યા છે. પ. પૂ. પંન્યાસશ્રી અરવિંદસાગરજી મ.સા. પૂ. અરિહંતસાગરજી પૂ. સાધ્વીશ્રી સંસ્કારનિધિશ્રીજી મ.સા. આદિ મુખ્ય છે. તેમનાં નાનાં બહેન પણ સંયમી બની ૨૫ વર્ષથી પૂ. સાધ્વીજીશ્રી ઉજ્વલ જ્યોતિશ્રીજી રૂપે સાધના-આરાધના કરી રહ્યા છે. અનેક વિધિકારકોને પણ તેમણે તૈયાર કર્યા છે. અનેકવાર માન-સમ્માનોથી સમ્માનિત ગુરુજી ક્યારેય તેના ચાહક રહ્યા નથી. કામ કરી ત્યાંથી તરત જ નીકળી જવું... અલિપ્ત રહેવું. તેમની વિશેષતા છે. ચાહે રાજસ્થાન...........ચાહે કલકત્તા...........ચાહે કર્ણાટક.....ચાહે તામિલનાડુ... ચાહે આંધ્રપ્રદેશ સર્વત્ર ગુરુજી એટલા જ લોકપ્રિય છે. તેમના સ્વસ્થ અને દીર્ધાયુષની કામના- -વિક્રમભાઈ એમ. શાહ શ્રીમતી શાન્તાબહેન ખીમરાજજી બરલોટા (આઉવા રાજ.) સાધર્મિક ભક્તિનો આદર્શ એટલે જ શાન્તાબહેનસાદગીનું પ્રતીક એટલે જ શાન્તાબહેન... રાજસ્થાન આઉવા નિવાસી ધર્મપ્રેમી ખીમરાજજી બરલોટાનાં ધર્મપત્ની શાંતાબહેન જૈનશાસનનું અણમોલ રત્ન છે. સાધુ-સંતોની આદર્શ માના અર્થમાં તેમણે નામ સાર્થક કર્યું છે. એકપણ દિવસ કે ટંક એવો ન જવો જોઈએ કે સાધુ-સાધ્વીજી પોતાને ત્યાં લાભ માટે ન પધારે–તેવા દઢ આગ્રહી છે. કોઈપણ સંત હૉસ્પિટલમાં યા વિહારમાં હોય, બિમાર હોય તેવા સમાચાર મળતાં જ ગોચરી લઈ હાજર થતાં તેઓ ખૂબ જ ઉત્કૃષ્ટ ભાવથી સારામાં સારી વસ્તુઓથી ભક્તિ કરે છે. કયારેય પણ કંટાળ્યા વગર પોતાની બબ્બે પુત્રવધૂઓ સાથે જ્યારે પણ જાઓ ત્યારે રસોઈ તૈયાર જ હોય અને ભક્તિ માટે આગ્રહ હોય જ. મ.સા. પાસે પણ જઈ મહેમાનોને માટે પોતાને ત્યાં જ મોકલવા આગ્રહ કરતાં પૂરો પરિવાર ધર્મના રંગે રંગાયો છે. પોતાના સુપુત્ર મૂકેશને શાસનને અર્પણ કરી પૂ.આ.દેવશ્રી પાસાગર, સૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં સમર્પિત કરી ધન્ય બનેલ છે જે આજે પૂ. ગણિવર્ય જ્યોતિર્વિદ અરવિંદસાગરજી મ.સા. તરીકે સુપ્રસિદ્ધ છે. અમદાવાદથી પાલિતાણા છરી પાલિત સંઘના તેઓ સંઘવી હતા. પોતાના ગૃહાંગણે શ્રી મુનિસુવ્રત જિનાલયનું નિર્માણ કરાવી પ્રતિદિન સ્વદ્રવ્ય-સ્વહસ્તે ખૂબ જ ઉત્કટભાવથી પરમાત્મ ભક્તિ કરે છે. પાઠશાળામાં પણ ખૂબ જ ઊંચાં કર્મગ્રંથ-તત્ત્વાર્થ આદિનો અભ્યાસ કરેલ છે. સ્વ. શ્રીમતી મધુબહેન ચોથાલાલ શાહ તપસ્યા અને તપસ્વી નામ પડતાં મધુબહેનનું નામ યાદ આવ્યા વગર રહે જ નહીં. બેંગ્લોર પાઠશાળાના પ્રાધ્યાપક સુરેન્દ્રભાઈ સી. શાહનાં માતુશ્રી મધુબહેન એટલે તપસ્યાની હાલતી ચાલતી જીવંત પ્રતિકૃતિ. ગામડાગામમાં જીવન વિતાવવા છતાં બેંગ્લોરના ૩૦ વર્ષના વસવાટ દરમ્યાન ક્યારેય ખુલ્લું મોટું રાખ્યું નથી. બબ્બે વખત જીવલેણ મોતના મુખમાં જવાની તૈયારી છતાં પણ તપમયજીવન રાખ્યું. ૧૭-૧૭ વર્ષોનાં વર્ષીતપના આ આરાધિકાએ વચ્ચે છઠ્ઠ છઠ્ઠથી વર્ષીતપ કર્યું. તેમજ ચાલુ તપસ્યામાં પ્રતિવર્ષ ૫૧ ઉપવાસ-માસક્ષમણશ્રેણીતપ-સિદ્ધતપ-ચત્તારી અટ્ટ તપ-મોક્ષદંડક-૧૩ કાઠિયાતપ જેવી ભીષણ તપસ્યાઓ કરી. પર્યુષણમાં તો અઠ્ઠાઈ સાથે ૬૪ પ્રહરી પૌષધ હોય જ તે સિવાય રોહિણી તપ-જ્ઞાનપંચમીબીજ-મૌન એકાદશી-વીશસ્થાનક ઓળી–નવપદ ઓળી આવી નાની તપસ્યા કે જે એમણે બાકી રાખી હોય. પાંચ-પાંચ નવાણું યાત્રા-ત્રણ-ત્રણ ચાતુર્માસ, અનેક છ'રી પાલિત સંઘ. છેલ્લે ૭૫ વર્ષની ઉંમરે પણ ચાલુ વર્ષીતપમાં લકવો થઈ જતાં દવા લેવા ખૂબ જ મુશ્કેલીએ પારણું કરાવ્યું. પોતાનાં સુપુત્રી ભાનુને દીક્ષા અપાવી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાયમાં સમર્પિત કરી. પૂ.સા. શ્રી ઉજ્જવલ જ્યોતિશ્રીજી તરીકે પ્રસિદ્ધ કર્યા. પોતે પણ નિરંતર દીક્ષા લેવા જ આગ્રહ કરતાં હતાં. દૈનિક આરાધનાઓમાં ક્યારેય છૂટ નહીંપૂરા પરિવારને પણ ધર્મ સંસ્કારોથી વાસિત બનાવ્યો. મહામંત્રની આરાધનામાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy