SearchBrowseAboutContactDonate
Page Preview
Page 901
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ખૂબ ભાવપૂર્વક કરાવી સભાને મુગ્ધ કરી શકે છે. યુ.એસ.એ.માં મોટાં સેન્ટરોમાં તેમનાં પૂજનોનાં આયોજન થાય છે. તેઓ સુપ્રસિદ્ધ વક્તા છે--વિધિકારક છે. અન્ય સંસ્થાઓએ શ્રી રાજેન્દ્રભાઈને જૈન શાસન રત્ન' તથા ‘તીર્થરત્ન’નાં પદોથી શોભાવ્યા છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ અને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી રાજકીય સ્તરે એમના સંબંધો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘને રાષ્ટ્રપતિભવનમાં જઈ અનેક વખત પૂજન કરાવેલ. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી બાજપેયજીને પણ પ્રાઈમમિનીસ્ટર હાઉસમાં જઈ પૂજન કરાવેલ--સફળતા પ્રાપ્ત કરી. જીવનમાં નાનાં-મોટાં તીર્થો તથા ૩૬ જેટલાં દહેરાસરોનાં નિર્માણમાં શ્રી રાજેન્દ્રભાઈએ રસ લઈ તેમાં સહકાર આપ્યો છે. તેમની બેત્રણ સિદ્ધિઓ પ્રશંસાપાત્ર છે. (૧) સીકન્દ્રાબાદ ગુજરાતી જૈન શ્વે. મૂ. સંઘના ત્રીશ પ્રમુખ છે. (૨) વ્યાપારક્ષેત્રે સીકન્દરાબાદ કાપડ બજારમાં ૪૫ વર્ષથી પ્રતિષ્ઠિત વ્યાપારી તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. વર્ષથી (૩) U.S.A.ની એક વિશાળ સભામાં એક વક્તાએ સાચું જ કહ્યું હતું કે તેમનો તરવરાટ, ઉત્સાહ અને ચહેરા ઉપરનું હાસ્ય તેમની અદ્ભુત પ્રતિભાના દર્શન કરાવે છે. ભાષામાં પ્રૌઢતા, મુખમુદ્રા ઉપર સાત્વિકતાનું તેજ એજ એમની મોટી સિદ્ધિ છે. શાસનપ્રેમી, ગુરુસમર્પિત, શાસનભક્ત આવા આત્માને શાસનદેવ ખૂબ--ખૂબ સુંદર આરોગ્ય ને શતાયુ પ્રદાન કરે તેમજ શાસનસેવા માટે શક્તિ અર્પે એ જ શુભકામના. લેખિકા : શ્રીમતી કોષા દલાલ સૌજન્ય : શ્રી સિકન્દ્રાબાદ ગુજરાતી જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દ્રાબાદ--૫૦૦૦૦૩ અદ્ભુત વ્યકિતત્વના સ્વામી : સંઘમાં ભીષ્મ પિતામહ શ્રી લક્ષ્મીચંદજી કોઠારી બાંકલી (રાજ.)માં શા હજારીમલજી જવાનમલજી કોઠારી પરિવારમાં જન્મેલ શેઠશ્રી લક્ષ્મીચંદજી અદ્ભુત વ્યક્તિત્વના સ્વામી છે. પૂજ્ય પિતાશ્રી હજારીમલજી તથા Jain Education International For Private ८७७ વડીલભ્રાતા ચંદુલાલજીના સાહસિક અને બાહોશી ભર્યા ગુણો તેમને વારસામાં મળ્યા છે. બેંગ્લોરમાં વ્યાવસાયિક રીતે આગળ વધી નાની ઉંમરથી જ વડીલ બંધુની સાથે સંઘની વ્યવસ્થામાં જોડાયા. ૨૫ વર્ષની યુવાન ઉંમરથી જ શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ ચિકવેર અને અનેક સંસ્થાઓમાં જોડાયેલ લક્ષ્મીચંદજી આજે ૮૭ વર્ષની જૈફ ઉંમરે પણ એવા જ કાર્યરત છે. સવારે ૪ વાગ્યાથી આરાધના દ્વારા આરંભિત તેમની જીવનચર્યા પણ ખરેખર અનુમોદનીય છે. પ્રાતઃ કાળમાં ૪-૪ કલાક પ્રતિક્રમણ-સ્વાધ્યાયમાં રત અને પછી અષ્ટપ્રકારી પૂજા–પરમાત્મભક્તિમાં ૨-૨ કલાક તલ્લીન રહેતા કોઠારીજી કુશળતાપૂર્વક સંસ્થાઓનો વહીવટ ચલાવે છે. ૫૦ વર્ષથી લગભગ શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘના મુખ્ય-સક્રિય ટ્રસ્ટી રહી સંસ્થાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપેલ છે. હાલમાં સંઘના અધ્યક્ષ છે અને શ્રી સાવથી જૈન શ્વે. તીર્થ કમિટીના પણ અધ્યક્ષ રહી પ્રારંભથી જ અત્યુતમ સેવા આપી રહ્યા છે. બેંગ્લોરમાં રહીને પણ ઉત્તરપ્રદેશમાં સાવત્થી તીર્થનું અદ્ભુત સર્જન તેમની સૂઝબૂઝને આભારી છે. શ્રી સિદ્ધાચલ શણગાર ટ્રસ્ટ પાલિતાણામાં ઘણાં વર્ષોથી જોડાયેલ છે તો પાલિતાણામાં બેંગ્લોર આરાધના ભવનનિર્માણ અને આયંબિલ ખાતા આદિમાં તેમની અત્યંતમ સેવા પ્રશંસનીય છે. બેંગ્લોરની ભારત પ્રસિદ્ધ શ્રી વિજયલબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાને ગૌરવપૂર્ણ અને સુપ્રસિદ્ધ કરવામાં તેમનો મહત્ત્વપૂર્ણ ફાળો છે. જ્ઞાનપ્રેમી કોઠારીજી ધાર્મિક અધ્યાપકો તથા જ્ઞાન પ્રત્યે ખૂબ જ બહુમાન ધરાવે છે. તેથી પાઠશાળાના કોઈપણ કાર્ય માટે રાતદિવસ તત્પર રહે છે. અધ્યાપક તૈયાર કરતી શ્રી આદિનાથ જૈન તત્ત્વ પ્રશિક્ષણ કેન્દ્ર જયનગરમાં પણ પૂર્ણ રસ લઈ આ સંસ્થાને સદ્ધર બનાવી છે. શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, જયનગરના તેઓ અધ્યક્ષ છે અને તેમના માર્ગદર્શનાનુસાર વિશાળ સંકુલ ઊભું થયું છે. પ. પૂ. ગચ્છાધિપતિ શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી મંગળપ્રભસૂરીશ્વરજી મ.સા. (ખાખીબાબા)ને પોતાના મહાન ઉપકારી ગણતા કોઠારીજી કહે છે મને બાલ્યાવસ્થામાં ચાતુર્માસમાં નવતત્ત્વ જેવા ગ્રંથનો અભ્યાસ કરાવી શ્રદ્ધાસંપન્ન બનાવ્યો. આજે હું જે કાંઈ છું તે તેમને આભારી છે. જેમના નેતૃત્વ નીચે અનેક ધાર્મિક-સામાજિક ઉત્કર્ષનાં વિવિધ કાર્યો ચાલી રહ્યાં છે-સંપન્ન થઈ રહ્યાં છે એવા કોઠારીજીની એકજ ઇચ્છા છે કે શ્રી આદિનાથ પરમાત્માના Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy