SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ ess સિદ્ધક્ષેત્રમાં ચાતુર્માસની આરાધના કરેલ છે. સૌજન્ય અને શીલતાના ગુણો જીવનમાં પચાવી જાણ્યા છે. શ્રી અને સરસ્વતીનો સમન્વય તેમનામાં જોવા મળે છે. પરમદયાળુ પરમાત્મા તેમને દીર્ધાયુ બક્ષે અને તેઓ સેવા આપતા રહે, તેવી અભ્યર્થના. ઉદારચરિત્–ધર્મપ્રેમી–ગુણગ્રાહી વહાલા વતનના રતન સમા શ્રેષ્ઠીવર્ય શ્રી રતિલાલ દુર્લભદાસ દોશી (મોટા ખુંટવડાવાળા-ઘાટકોપર) સૌરાષ્ટ્રની સુવર્ણભૂમિ પર સમયેસમયે ધર્મશૂરાં તેમજ કર્મશૂરાં નરરત્નો નીપજ્યાં છે. પૂર્વ દિશામાં શ્રી શત્રુંજય મહાતીર્થ અને પશ્ચિમે શ્રી ગિરનારજી તીર્થની મધ્યમાં માલણ નદીના તટે વસેલા રળિયામણા ગામ મોટા ખૂંટવડાની શોભા નિરાળી છે અને ત્યાંના ધર્મભીરુ આત્માઓની વાત ન્યારી છે. ઇન્દ્રધનુષ્ય જેવા નયનાભિરામ વ્યક્તિત્વના સ્વામી એવા ધર્મપરાયણ અને અધ્યાત્મસેવી શ્રેષ્ઠી શ્રી રતિલાલ દુર્લભદાસ દોશીએ જીવનના લગભગ આઠ દસકા વતનમાં વિતાવ્યા બાદ છેલ્લાં પંદરેક વર્ષથી સુપુત્રો સાથે નિવૃત્તિ છતાં પ્રવૃત્તિમય એવું ધર્મોપાસનામય જીવન વ્યતીત કરી રહ્યા છે. જનમભોમકામાં અનાજ તથા ઘીનું હોલસેલ કામકાજ, બહોળા પ્રમાણમાં ઘીનો વેપાર કરતા તેથી ઘીવાળા તરીકેની નામના—શાખ પ્રાપ્ત કરેલ હતી. ગામમાંનાં જૈનનાં ત્રીસ ઘરમાંથી લગભગ સત્તાવીસ સ્થળાંતર કરી ગયાં છે, પણ તેઓ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી શ્રી મોટા ખુંટવડા જૈન સંઘ તેમ જ જિનાલયના વહીવટમાં ટ્રસ્ટીપદેથી સેવાઓ આપેલ છે. સંઘનાં કાર્યો સક્રિયપણે કરવા સાથે ધર્મધ્યાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં પૂર્ણપણે જીવન વિતાવ્યું છે. માલણના નિર્મળ પ્રવાહ જેવું જ નિર્મળ સાદગીસભર જીવન અને આત્મપ્રદેશના અણુઅણુમાં વ્યાપ્ત ધર્મના પરિણામે માર્મિક વાચનની જબરી રુચિ અને તપ-જપમાં અનેરી આસ્થા ધરાવે છે. Jain Education International ચતુર્વિધ સંઘ તેમણે વતનમાં ઉપધાનતપ કર્યાં છે ને શાશ્વતા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં માતુશ્રી અનોપબહેન તેમ જ ધર્મપત્ની રંભાબહેન સાથે ૯ ચાતુર્માસ કર્યાં છે. સં. ૨૦૫૮માં તેઓને પાલિતાણામાં ચાતુર્માસમાં સહધર્મચારિણીનો વિજોગ થયો છે. તેમનાં પૂ. માતુશ્રીનું ૧૦૫ વર્ષની વયે તદ્દન સ્વાસ્થ્યમય અને સમતામય અવસ્થામાં દેહાવસાન થયેલ છે. વર્તમાને સુપુત્રો, પુત્રવધૂઓ, દીકરીઓ, જમાઈઓ, પૌત્ર, દોહિત્રીઓ દરેકના આદરપાત્ર, પ્રીતિપાત્ર બનીને જીવનનો મોટો સમય ગામડામાં ગાળવા છતાં માલણના આ મહોબતીલા માનવી શહેરીજીવનમાં પણ કોઈ મંદિરમાં જ્યોતિનો પ્રકાશ ભળી જાય તેવી સહજ રીતે ભળી ગયા છે. દીકરા ઘેર આવે નહીં ત્યાં સુધી નિદ્રાદેવીનું શરણું સ્વીકારે નહીં, એ જેણે અરિહંતનું શરણ સ્વીકાર્યું હોય-જીવનમાં ધર્મ પચાવ્યો હોય તેના જ દૈનિક જીવનમાં પરિણમવા પામે છે. અનન્ય કુટુંબપ્રેમ અને દરિયાદિલી તેમજ નિઃસ્પૃહી રહેણીકરણી આ બધા તેમના ગુણવિશિષ્ટો છે. મુંબઈમાં વતન છોડીને આવ્યા ત્યારે લેણું માફ કર્યું છે તથા સારી એવી ઘરવખરી પણ ગ્રામજનોને આપતા આવ્યા છે. શરીરની સુખાકારી, સમય અને સંપત્તિની સાનુકૂળતાના સંયોગે કરીને ભારતવર્ષનાં લગભગ દરેક તીર્થોની સ્પર્શના કરવા દ્વારા પુણ્યનું ભાથું બાંધેલ છે. આજેય ૯૪ વર્ષની જૈફ વયે મુંબઈનાં જુદાંજુદાં પરાંઓમાંથી એક દેરાસરનાં દર્શને જવાનો તેઓને નિયમ છે. હંમેશાં વ્યાખ્યાનશ્રવણ, સેવા-પૂજા, જાત્રાપ્રવાસ, ધાર્મિક-વાચન, આધ્યાત્મિક પ્રવૃત્તિમાં મગ્ન તેમજ તપજપાદિમાં રત રહીને તેઓ સદ્વિચારમય જીવન જીવી રહ્યા છે. ધર્માનુરાગી શ્રી રતિલાલભાઈએ આયુષ્યની પળોને પર્વ બનાવીને સૌના સ્નેહાદર જીત્યા છે. તે વર્તમાનયુગમાં સીનિયર સિટિઝનો માટે દિશાસૂચક, પ્રેરણાત્મક, પ્રોત્સાહક ને ઉત્તેજનાત્મક ઘટના છે. સૃષ્ટિના સર્જનહાર ત્રણ ભુવનના નાથ શ્રી અરિહંત પરમાત્મા વટવૃક્ષ સમા, વાત્સલ્યવારિધિ એવા વડીલ મુરબ્બી શ્રી રતિલાલભાઈને સુદીર્ઘ, નિરામય તથા યશકીર્તિરસ્યું શતાયુ બન્ને તેમજ તેઓશ્રી કુટુંબ-પરિવાર તેમજ સમાજ પર જીવનપર્યંત શ્રેય–પ્રેયનાં વારિ સિંચતા રહે તેવી ભાવના-કામના હરકોઈના મનમાં સદાસર્વદા સહજ રીતે રમતી હોય તે નિઃશંક છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy