SearchBrowseAboutContactDonate
Page Preview
Page 882
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૮ આમ તો ઘણી સંસ્થાઓને પોતાના લાગે છે પણ જૈન સોશ્યલ ગ્રુપ-મુંબઈને મન સંઘવી વિશેષ રીતે પોતાના છે. જેન સોશ્યલ ગ્રુપ-મુંબઈ અને જૈન સોશ્યલ ગ્રુપ્સ ફેડરેશનને તેમના જેવા બહુમુખી પ્રતિભાશાળી પ્રમુખ મળ્યા હતા એ કેવા પરમ સૌભાગ્યની ઘટના છે. આજે જૈન સોશ્યલ ગ્રુપ મુંબઈ માટે આનંદ ભર્યા ઋણસ્વીકારનો અવસર છે. સી. એન. સંઘવી વારંવાર થતા નથી. નિ:સ્વાર્થ સમાજ સેવક શ્રી જાદવજી સોમચંદ મહેતાં તા. ૨૧-૧૨-૧૯૧૪ના ભાવનગર જિલ્લાના સાવર- કંડલા ગામે જન્મેલા શ્રી જાદવજીભાઈ ત્રણ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં માતાની ગોદમાં સંસ્કાર પામ્યા. વંડામાં છ ધોરણ સુધી ભણી પાલિતાણાના જૈન બાલાશ્રમમાં ૧૯૩૪માં મેટ્રિક પાસ કર્યું, સાથે અહીં તેમને જાહેર સેવાની તાલીમ મળી તથા સ્વાવલંબન, નીડરતા, શારીરિક તંદુરસ્તી અને શિસ્તપાલન જેવા ગુણો વિકસ્યા. બાદ તેઓ બર્મા ગયા અને ભારતની સ્વતંત્રતાની લડાઈમાં ભાગ નહીં લઈ શકવાના સંજોગો ઉદભવતાં ગ્લાનિ થઈ. બર્મામાં સાત વર્ષ રહ્યા અને સામાજિક સેવાનાં નાનાં-મોટાં કામો પ્રારંભ્યાં. પંડિત નહેરુ જ્યારે બર્માની મુલાકાતે ગયા ત્યારે તેમની સાથે પ્રોમથી માંડલે સુધી હિન્દીઓના પ્રતિનિધિ તરીકે જવાની વરણી થયેલ. ઈ.સ. ૧૯૪૨ સુધી તેમની કંપનીનો વહીવટ સંભાળ્યો. જ્યારે જાપાનીઓએ બર્મામાં પ્રોમ કન્જ લીધું ત્યારે પગપાળા આરાકન ઍર્વત ઓળંગીને માર્ચ મહિનામાં ભારત આવ્યા. પ્રોમમાં વોરકાઉન્સિલની રચના થયેલ, તેમાં પ્રોમ ડિસ્ટ્રિક્ટના મોટા વેપારી તરીકે તેમની વરણી કરવામાં આવેલી. બર્માથી પરત ફરતાં સમયે પરિવાર તથા સ્ટાફના મળી ૪૧ જણા સાથે હતા, જે કોઈ અગમ્ય સહાયે જ સ્વદેશ પહોંચ્યા હતા. તેમાં તેમની નિઃસ્વાર્થ સેવાનો જ ઉપહાર હતો. ઈ.સ. ૧૯૪૨માં જન્મભૂમિમાં એક વર્ષ ગાળ્યું. તેઓ જાતે ખેતી કરતા. નાનાં-મોટાં કામોમાં ક્યારેય નાનપ અનુભવી ન હતી. ગ્રામીણ જીવન અને સેવાકાર્યની તેમની ભાવના પ્રબળ હતી. અલબત્ત સંજોગો વિપરીત હતા. ‘૪૩ ‘૪૪માં ધંધાર્થે મુંબઈ ગયા. અહીં ૫૦ વર્ષના ગાળામાં સગત પરમાનંદભાઈ કાપડિયાના સંપર્કમાં આવેલા અને એટલે જ તેમના નામ સાથેના કામમાં સહભાગી થવાની ઉત્સાહપૂર્વક હા પાડી. ચતુર્વિધ સંઘ ૧૯૪૪-૪૫માં શ્રી સિદ્ધક્ષેત્ર જૈનબાલાશ્રમ-પાલિતાણામાં જોડાયા. આજ પૂર્વે ૫૮ વર્ષ પહેલાં સાવરકુંડલા જૈન વિદ્યાર્થીગૃહના પ્રારંભથી જ મંત્રી તરીકે કામગીરી કરેલી. આજે સિદ્ધક્ષેત્ર એજ્યુ. સોસા.ના નેજા નીચે ચ.મો. વિદ્યાલયની સ્થાપના કરી, જેમાં ૮૫૦ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. તેના ટ્રસ્ટી તથા પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા છે. વઢવાણ સ્થિત વિકાસ વિદ્યાલય તથા સુરેન્દ્રનગર સ્થિત અનાથઆશ્રમ આદિ સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંલગ્ન રહ્યા. આજથી ૩૫ વર્ષ પૂર્વે સુરેન્દ્રનગરમાં શ્રી મનસુખભાઈ દોશી લોકવિદ્યાલયની સ્થાપના કરી. શ્રી ઘનશ્યામભાઈ તથા રતુભાઈ અદાણીની પ્રેરણાથી વંડામાં પોતાનાં માતુશ્રીની યાદમાં પ્રાથમિક શાળા બંધાવી, જેમાં 200 બાળકો વિદ્યા પામી રહ્યા છે. વંડા હાઇસ્કૂલના પ્રેરક લલ્લુભાઈ હતા. શ્રી જાદવજીભાઈએ સાવરકુંડલામાં બે હરિજન છાત્રાવાસો, બંગલાવાડીમાં બે આશ્રમશાળા વગેરેના નિર્માણમાં નોંધપાત્ર ફાળો આપ્યો. હવે જીવનની સંધ્યાએ ૯ વર્ષ પૂર્વે સદ્વિચાર સ્ફર્યો કે મુંબઈમાં જ્યાં નિવાસ હતો એ મરીનડ્રાઇવ પરની ખૂબ મોકાની જગ્યા જે સમાજની છે, તે વેચી આવેલી રકમમાંથી સમાજલક્ષી કાર્યો કરવાં અને નિવૃત્ત જીવન મુંબઈ છોડી વડોદરા કે વંડામાં ગાળવું. આવાં સત્કાર્યોની સફળતા પાછળ માતાનાં પ્રેમ, પ્રેરણા ને ત્યાગસ્વાર્પણ તેમજ પ્રસન્નતાથી કપરા સંજોગોમાં સાથ આપનાર સહધર્મચારિણીનો સહકાર સમાયેલો છે. આજે તેઓ વડોદરાવંડા તથા સાવરકુંડલામાં યથાશક્તિ યોગદાન આપે છે. તેઓએ સ્વામીશ્રી સચ્ચિદાનંદનાં ત્રણ દળદાર પુસ્તકોનો એક સંપુટ એવા ૫૦૦ સંપુટોનું સસ્તાભાવે તેઓના વિચાર પ્રચારાર્થે વિતરણ કર્યું છે. પાદરા તાલુકાના પછાત એવા વણછરા ગામે લોકોને સ્વનિર્ભર બનાવવા સીવણકામ, બચતયોજના આદિ કામો કરે છે. ઉપરાંત માતુશ્રી ઉજમબહેન સોમચંદ એન્ડ પ્રભાવતી મહેતા ફાઉન્ડેશન બનાવી આરોગ્યવર્ધક દેશી વનસ્પતિઓના ઉકાળા બનાવીને સમાજમાં તેનું વિતરણ કરે છે, જેનું નામ ‘આરોગ્યવર્ધક અમૃતપાન વિતરણ અભિયાન' રાખવામાં આવેલ છે તથા ડાયાબીટીસની દવાનું વિતરણ કરી રહ્યા છે. આમ આજે ૯૦ વર્ષની ઉંમરે પણ સમાજકાર્યનો જીવંત સંપર્ક રાખ્યો છે. સ્વ. શ્રી પરમાનંદભાઈ કાપડિયાની સ્મૃતિમાં સફાઈ પુરસ્કારની વાતને તેમણે પોતાની કરીને તેટલી જ રકમ ઉમેરીને “કાપડિયા એન્ડ મહેતાપરમાનંદ કુંવરજી કાપડિયા અને જાદવજી સોમચંદ મહેતા રાષ્ટ્રીય સફાઈ પુરસ્કાર આપી રહેલ છે. રાષ્ટ્રીય સફાઈ પુરસ્કાર પ્રવૃત્તિને ખૂબ પ્રોત્સાહન આપેલું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy