SearchBrowseAboutContactDonate
Page Preview
Page 881
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ને પોતાના શુભ સંકલ્પની વાત કહી. પૂજ્ય ગુરુદેવશ્રી અપાર ખુશ થઈ ગયા અને આશીર્વાદના ધોધ વહાવવાપૂર્વક પોતાના આ લાડલા શિબિર–શિષ્યને આજીવન બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરાવ્યું. સર્વત્ર આનંદની લહેરો ઊછળી. પછી તો ‘મારે ચારિત્ર ન લેવાય ત્યાં સુધી મૂળથી ઘી-ત્યાગ'ની કુમારપાળે પ્રતિજ્ઞા કરી. કુમારપાળની ભીષ્મપ્રતિજ્ઞા અને ભવ્ય સંકલ્પ જૈનશાસનમાં એક ઇતિહાસ સર્જ્યો. તેમાં ગુરુકૃપા બળે ચાર ચાંદ લગાવ્યા. અનેક શાસનપ્રભાવક કાર્યો થયાં. સાધર્મિક ભક્તિ, સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ, દેરાસરોનાં નિર્માણ, જીર્ણોદ્ધાર, પાઠશાળા, ઉપાશ્રયોનાં નિર્માણ, જૈન ધાર્મિક શિક્ષણશિબિરો, સંઘોને શાસ્ત્રાનુસારી માર્ગદર્શન, સત્સાહિત્યનું પ્રકાશન, જૈન સંસ્કારોનો પ્રચાર-પ્રસાર, કુદરતી હોનારતોમાં સહાય, પાંજરાપોળ–જીવદયાનાં કાર્યો ઇત્યાદિ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કુમારપાળભાઈ મૂકપણે નિત્ય કરતા જ રહે છે. ગુરુદેવ પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નું મનનીય ચિંતન ‘દિવ્યદર્શન’ હિન્દી અને ગુજરાતી પાક્ષિક અને સાપ્તાહિક પત્રોનું વર્ષો સુધી સંપાદન કરી કુમારપાળભાઈએ સત્સાહિત્ય લોકો સુધી પહોંચાડ્યું છે. વળી જિનપૂજા, સામાયિક, શાસ્ત્ર સ્વાધ્યાય-મનન ચિંતન આ બધાં નિત્યનાં આત્મજાગૃતિ લાવનારાં કર્તવ્યો તો કુમારપાળભાઈના જીવનમાં ખરાં જ ખરાં; તેઓ ખૂબ જ ઉદાર, પ્રેમાળ, સહાનુભૂતિપૂર્ણ દિલવાળા, ઉત્તમ વિચારક અને આચારસંપન્ન છે. કુમારપાળભાઈના અનેકવિધ સદ્ગુણોમાંથી આપણે સૌ ઉત્તમ પ્રેરણા લઈએ એવી શુભાભિલાષા. જૈન સોશ્યલ ગ્રુપ સંસ્કારયાત્રાના મોવડી શ્રી સી. એન. સંઘવી મુંબઈ શહેર અને ભારતભરની વીસ કરતાં વધુ પ્રતિષ્ઠિત વ્યાવસાયિક, વ્યાપારી, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને વૈદકીય સંસ્થાઓમાં તેમણે વિવિધ અધિકારીપદે રહીને કર્તવ્યનિષ્ઠ અને નોંધપાત્ર સેવાઓ કરી છે અને કરતા રહ્યા છે. જૈન સોશ્યલ ગ્રુપ જે જૈન સંસ્કાર ગ્રુપ બની મહેંકી રહ્યું છે, તેના ફેડરેશનની સ્થાપનામાં તેમની દૂરંદેશીતા, કાર્યદક્ષતા અને સૌને સ્નેહથી પોતાનાં કરી લેવાની આત્મસૂઝનો ફાળો ઘણો મોટો છે. Jain Education International For Private ૮૫૦ વિદેશોમાં જૈન સોશ્યલ ગ્રુપ્સની સ્થાપનામાં પણ અગ્રેસર રહ્યા. ફેડરેશને ઇન્ટર નેશનલ એક્સટેન્શન કમિટીના ચેરમેન તરીકે નિમણૂક કરી અને આ પદને અમેરિકામાં બે ગ્રુપો સ્થાપી શોભાવ્યું અને અમેરિકા, આફ્રિકામાં વધુ ગ્રુપો સ્થાપવામાં પ્રયત્નશીલ રહ્યા. શિકાગો અને લોસ એન્જલસનાં ગ્રુપોનાં ઉદ્ઘાટન વખતે સૌ સભ્યોને અમેરિકાની યાત્રા કરાવી અને ‘સંઘવી’ અટક સાર્થક કરી. ગચ્છ-સંપ્રદાય કે અન્ય ભેદભાવો ભૂલીને સૌ જેનો એક પ્રેમમય વાતાવરણમાં હળેમળે અને ઉત્કર્ષ સાધે એ જોવા સમય, શક્તિ અને સંપત્તિનો ભોગ આપ્યો. તેમની અધ્યક્ષતાના દેદીપ્યમાન સમયમાં ભારતભરમાં સત્તર ગ્રુપોની સ્થાપના થઈ. સંઘવી સાહેબ, બહુધા સફારી સૂટમાં નજરે પડે છે, જેમાં વધુ ખિસ્સાં હોય છે અને એ ખિસ્સાંઓમાં સામાજિક સંસ્થાઓ કે વ્યક્તિઓને આર્થિક સહયોગ આપવાની ઉદાર તત્પરતા હોય છે, પણ માત્ર દાન આપી અટકી જવું કે એનાથી કોઈને પંગુ બનાવી દેવામાં નથી માનતા. તેઓ માને છે કે, સહયોગ આપી અન્યને સ્વાવલંબી બનાવવો. માનવનું ગૌરવ જળવાય એ રીતે વર્તવાની ખાનદાની ભરી રીતભાત દરેક કાર્યમાં જોવા મળે છે. ૧૯૫૨માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રેક્ટિસ શરૂ કરી અને ટૂંક સમયમાં જ પ્રેક્ટિસ જમાવી પણ એ ટેબલ-ખુરશી અને ઓફિસની દુનિયા માંહ્યલાને નાની પડવા લાગી. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઝંપલાવ્યું, જ્યાં ‘માંહી પડ્યા તે મહા સુખ માણે' જેવું નથી હોતું, છતાં પળેપળની અપ્રમાદ કર્તવ્યનિષ્ઠાથી જેવા કર્મવીર એક સફળ ઉદ્યોગપતિ તરીકે બહાર આવ્યા. હજી ચેતનના ઘોડા ઘટમાં થનગને છે. તેમની સૌજન્યશીલ વ્યાવહારિકતા, સ્પષ્ટ છતાં ડંખરહિત વિચારધારા અને કાર્યને સર્વાંગ સુંદર રીતે પાર પાડવાની અનોખી આત્મસૂઝ અને સામેની વ્યક્તિના વિચારો સમજવાની નમ્રતાને કારણે પુરોગામીઓના પ્રીતિપાત્ર, સહગામીઓના વિશ્વાસપાત્ર અને અનુગામીઓના શ્રદ્ધાપાત્ર બન્યા છે. જિંદગીમાં વરસો નથી ઉમેરતાં પણ વરસોમાં જિંદગી ઉમેરે છે. ઘણી વાર સેમ્યુઅલ જોન્સનનું વાક્ય ટાંકે છે : “એવા દરેક દિવસને હું વેડફાયેલો ગણું છું કે જ્યારે મેં એકાદ પણ નવો પરિચય ન બાંધ્યો હોય.” જેની સામે માનવ માત્રના કલ્યાણનું ધ્યેય હોય, સમાજઉત્કર્ષ માટે તાલાવેલી હોય, તે એક પણ દિવસ ક્યાંથી વેડફે? મિત્ર બનવું એ પણ એક લહાવો છે અને એમ કહેનારાંઓની સંખ્યા નાનીસૂની નથી. “સંઘવીના સંગમાં સૌ રાજી રાજી.' Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy