SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા જોરાવર તથા સુરેન્દ્રનગરની તમામ સંસ્થાઓમાં માતબર દાન, (૪) પાટડીની જનરલ હોસ્ટિપલમાં દાન, (૫) સુરતની મહાવીર હોસ્પિટાલમાં દાન, (૬) રામપુરા ભંકોડાની જનરલ હોસ્પિટાલમાં દાન, (૭) ખેરવામાં જીથરી હોસ્પિટાલના સહયોગે ટી.બી.નો કેમ્પ, (૮) ઝાલાવાડ જૈન સોશ્યલગ્રુપ, જૈન જાગૃત્તિ સેન્ટરમાં દાન, (૯) ચૂના ભઠ્ઠી સાયનમાં જૈન જાગૃતિ ચેરિટેબલટ્રસ્ટમાં માતબર દાન તથા તેને વિકસાવવા ચેરમેન તરીકે કામ કર્યું. (૧૦) ઝાલાવાડ જૈન મૂર્તિપૂજક સંઘ બૃહદ્ મુંબઈમાં પ્રમુખપદે તથા મૂર્તિપૂજક ફાઉન્ડેશનમાં સિનિયર વાઈસ ચેરમેનપદે રહ્યા. (૧૧) ઝાલાવાડ જૈન સંઘના નેજા હેઠળ ૫૦ સમુહલગ્નનું આયોજન તેમજ લગ્નેચ્છુ યુવક-યુવતિનો પરિચય મેળાવડો યોજ્યો. (૧૨) જીવદયાના પ્રખર હિમાયતી એટલે સમગ્ર ગુજરાતની પાંજરાપોળમાં દાન, (૧૩) સિત્તેર વર્ષે નિવૃત્તિ બાદ તબીબી અને શિક્ષણક્ષેત્રની સેવાઓ રૂપે માટુંગાની એસ.એન.ડી.ટી. તથા સી.યુ. શાહ મેડીકલ કોલેજમાં દાન. તેઓ રાજકારણ અને ઔદ્યોગિક વિષયક વાંચન રસ ધરાવે છે. સાથે ધાર્મિક ને સાહિત્ય વાંચનનો પણ શોખ છે. તેઓએ ખેરવા ઉપરાંત સુરેન્દ્રનગર, શંખેશ્વર વચ્ચે દેરાસર તથા બે ઉપાશ્રયો બનાવ્યા. ખેરવામાં ટ્યુબવેલ બંધાવી ઘેર-ઘેર નળની સુવિધા પૂરી પાડી. દુષ્કાળના સમયમાં નાતજાતના ભેદભાવ રહિત રસોડા ખોલ્યાં. તેઓને અનુભવે જણાયું છે કે જો માનવ સત્કર્મો કરે તો ઈશ્વર તેને આશિષથી ન્યાલ કરી જ દે છે. તાંજેતરમાં બાર હજાર માણસોની હાજરીમાં તેમને સમાજરત્ન' જેવી ઉપાધિથી સન્માનવામાં આવ્યા ત્યારે તેઓ અત્યંત ભાવુક બની ગયા હતા. તેઓ માને છે કે મારું જીવન ધન્ય થઈ ગયું.' સવિતાબન સાથે ૧૯૪૭માં સંસારે જોડાયા બાદ તેમનો સંસાર ખૂબ જ પ્રસન્નતાભર્યો છે. અને લોકો કહે છે કે ‘નજર લાગે એવો છે.' માવતરની આજ્ઞા ક્યારેય ઉથાપીનથી બલ્કે તેમનાં અવસાન બાદ આજે પણ અક્ષરશઃ પાલન કરે છે. ત્રણ પુત્રી ને એક પુત્રનો પરિવાર કિલ્લોલતો રહ્યો છે. તેઓ પણ પિતાના સન્માર્ગના અનુયાયી રહ્યા છે. બાળપણના મિત્રો સાથે આજે પણ સંબંધો નિભાવે છે. અને આવશ્યકતાએ આર્થિક મદદ કરી મિત્રધર્મ દીપાવે છે. આગલોડવાળા પૂ.આ. ભગવંત ભક્તિસૂરિશ્વરજી મ.સા. તથા આ.ભગવંત ધર્મસૂરિ મ.સા. તથા આનંદઘનસૂરિમ.સા.નો પ્રભાવ તેમના જીવન ઘડતરમાં રહ્યો છે. અને તેઓના સદૈવ Jain Education International For Private ૩૯ આજ્ઞાપાલક રહ્યા છે. આવા ધાર્મિક વાતાવરણને લીધે ખેરવામાં ધર્મપત્નીનાં નામે દેરાસર નિર્માણ કર્યું છે તેમજ કાંદિવલીમાં બે તથા થાણામાં એક દેરાસરમાં મૂર્તિ સ્થાપના કરેલી છે. પૂ. ધર્મસૂરિ મહારાજે સુરેન્દ્રનગરમાં ઉપધાન કરાવ્યું. સમેતશિખર સહિત ગુજરાતના સર્વ તીર્થોની ધર્મયાત્રા સપરિવાર બે વાર કરી છે. એમના આશિષ અને સાનિધ્યમાં જીવન ઘડ્યું છે. તેમને અર્પિત થયેલ સન્માનપત્રમાં લખ્યું છે કે “ચીનુભાઈનું જીવન નવપલ્લવિત અને પુષ્પિત થતું રહો.” તેઓ પણ પરમાત્માને પ્રાર્થના કરે છે કે ``Leave us is dooryard, Blooming with spring." વ્યવહાર કુશળ અને ઉદારચરિત દાનવીર શ્રી ચુનીભાઈ લક્ષ્મીચંદ જામનગરમાં લગભગ પોણાલાખના ખર્ચથી તૈયાર થયેલ “શ્રી લક્ષ્મી આશ્રમ” તેમ જ તેના ઉપરના ભાગમાં વર્તતું જૈનાનંદ પુસ્તકાલય' આ બન્ને ધાર્મિક સંસ્થાઓ શ્રી ચુનીભાઈની ઉદારતાના ખરેખર યશઃપુંજ છે. શ્રી વર્ધમાનતપ આયંબિલખાતામાં અર્પણ થયેલી૩૦,૦૦૦ની રકમમાં પણ પોતાને અર્ધ લાભ આપવાની વડીલ પાસે કરેલી માંગણી એ તેમના ઔદાર્યનો જબ્બર પુરાવો છે. પોતાનાં સુશીલ ધર્મપત્ની શ્રીમતી ચંચળબહેને કરેલ શ્રી નવપદજી, વીશતિસ્થાનક વગેરે તપશ્ચર્યા નિમિત્તે લગભગ એક લાખના ખર્ચે કરાવેલ ભવ્ય ઉદ્યાપન (ઉજવણું) મહોત્સવ અને તે સમયે ઠેઠ ગુજરાતમાં બિરાજમાન પૂ. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજાદિ વિશાળ સાધુસમુદાયને વિજ્ઞપ્તિ કરવાપૂર્વક વિહાર કરાવી જામનગરમાં દબદબાભર્યા પ્રવેશોત્સવ પ્રસંગે શ્રી ચુનીભાઈએ કરેલું બાદશાહી સામૈયું જામનગરની જૈનજૈનેત્તરપ્રજા આજે પણ સંભારે છે. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટીમાં તૈયાર થતાં શ્રી વર્ધમાન જૈન આગમમંદિરમાં સર્વપ્રથમ પચાસથી સાઠ હજારની ઉદાર સખાવત કરનાર તે બીજું કોઈ નહિં પણ આ દાનવીર સંઘપતિ શ્રી ચુનીભાઈ જ. શ્રી પોપટલાલ ધારશીભાઈના જામનગરથી શત્રુંજયતીર્થના નીકળેલી ઐતિહાસિક સંઘયાત્રાના કુલ ખર્ચમાં અર્ધા ભાગીદાર થઈ તીર્થંકર નામકર્મના હેતુભૂત શાસનોન્નતિ કરાવનાર પણ આ નાના સંઘપતિ જ છે. આવી હજારો અને લાખોની ઉદાર સખાવતો સિવાય નાની સખાવતો તેઓશ્રી તરફથી આજસુધીમાં કેટલી થઈ હશે તેની સંખ્યા આંકડામાં તો તેઓ પોતે જ જાણતા હશે. આવી અસાધારણ ઉદારતાને અંગે Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy