SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૬ હાલ મુંબઈમાં લોખંડના વ્યાપારની લાઇનમાં છે. શ્રી હરખચંદભાઈએ વિદ્યાભ્યાસ કરી મુંબઈ આવી કાપડ માર્કેટમાં વ્યાપારનો અનુભવ મેળવવા નોકરીથી પ્રથમ જીવન શરૂ કર્યા બાદ ત્યાંથી છૂટા થઈ, શ્રીયુત બાબુભાઈ મૂળચંદના સહકારથી ઝવેરી બંધુને ત્યાં રહ્યા અને ત્યાં ઝવેરાતના ધંધામાં નિષ્ણાંત થઈ ઝવેરાતના ધંધામાં ઝુકાવ્યું. તેઓશ્રી સરલ સ્વભાવી, માયાળુ હોવા સાથે અનેક ચડતી-પડતીનાં ચક્રોમાંથી પસાર થતાં ધર્મ પ્રત્યે પૂર્ણ પ્રેમ અને ભાવના વડે ધંધામાં પ્રગતિ થવા લાગી અને જેમ જેમ લક્ષ્મી પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ ગુપ્તદાન દેવા સાથે મહુવા બાલાશ્રમમાં રૂા. પ૦૦૧), મહુવામાં થયેલ છેલ્લી પ્રતિષ્ઠા વખતે રૂા. ૧૫૦૦૦, અનેક આદેશોમાં, મુંબઈ નજીક અગાશી ગામમાં રૂા.૧૫૦૦૦, ખર્ચી સર્વ સામગ્રી સહિત સેનેટોરિયમ બંધાવ્યું, અને પોતાના પ્રિય પુત્ર શ્રી બિપિનકુમારની જન્મગાંઠના દિવસે જૈન નરરત્ન શેઠ રમણભાઈ દલસુખભાઈ J.P. ના વરદ મુબારક હસ્તે ઉદ્ઘાટન કરાવ્યું. પાલિતાણા, કદંગિરિ, કુંડલા, બોટાદ, ગિરનારજી, મહુવા, સમેતશિખરજી, ભોયણી, તળાજા વગેરે સ્થળે ઉદારતાપૂર્વક સખાવતો કરી, ગુપ્તદાન તો ચાલુ જ છે. તેમના પરિવારમાં એક પુત્ર બિપિનચંદ્ર અને ત્રણ પુત્રીઓ છે. ધાર્મિક સાહિત્યમાં પંચ પ્રતિક્રમણ, જૈન નિત્યપાઠસંગ્રહ વિદ્યાર્થીઓ માટે છપાવી પ્રસિદ્ધ કરેલ છે. પુણ્યાનુબંધી પુણ્યથી મળેલ લક્ષ્મીનો આત્મકલ્યાણ માટે સદ્બય કરે છે. તેમનાં મોટાંબહેન ચંદનબહેને પણ ૧૦૧ ઓળી કરી ધંધુકા મુકામે પારણું કરેલું. તપશ્ચર્યાઓ ચાલુ હોય છે. તેમના પુત્ર બિપિનચંદ્રને ૨૬ વર્ષથી એકાસણાં ચાલુ છે તથા ત્રણ વર્ષીતપ તેમાં એક વર્ષીતપ ચોવિહાર છઠ્ઠના પારણે ઠામ ચોવિહાર એકાસણું કરેલ તથા તેમના પુત્ર વિશાલ (M.Com) તથા નીલેશ (B.M.S., M.Com) સાથે ઝવેરાતના ધંધામાં પ્રગતિ કરી રહ્યા છે. તેમના પિતાનો સખાવતી વારસો આગળ ધપાવી વર્ષે બે વાર સાધર્મિક વાત્સલ્ય, ગુપ્તદાન, સંઘજમણ, સંધપૂજા, મોટાંપૂજનો, પ્રતિષ્ઠા (મહુવા, ખંભાત, બેંગલોર, સુરત, નાસિક વિલ્હોળી) વગેરે ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ જીવન સફળ કરી રહ્યા છે. મહુવામાં હરખચંદ વીરચંદ ટેકનિકલ હાઇસ્કૂલ તથા હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, ભોંયણીમાં સેનેટોરિયમમાં બ્લોક વગેરે કાર્યો કરી જીવન સફળ બનાવ્યું. તેમના કુળની યશોગાથા ઉજ્વળ કરી. તેમના પુત્ર બિપિનચંદ્ર મહુવા બાલાશ્રમ તથા મહુવા સેવાસમાજમાં યશાશક્તિ યોગદાન આપી રહ્યા છે. પાલિતાણા યશોવૃદ્ધિ જૈન બાળાશ્રમ તથા શકુંતલા ગર્લ્સ હાઇસ્કૂલમાં ટ્રસ્ટ કરેલ છે. મુંબઈમાં શ્રી શ્વેતાંબર કોન્ફરન્સના Jain Education International For Private ચતુર્વિધ સંઘ ૨૦મા અધિવેશનમાં સ્વાગત પ્રમુખ તરીકે સફળ કામગીરી બજાવેલ તથા સમસ્ત જૈનસમાજને યોગ્ય દિશા બતાવી અનેક સ્થળોએ ગુપ્તદાન, અનુકંપાદાન, જીવદયા, સાધર્મિક ભક્તિ, ગુરુ મહારાજોની વૈયાવચ્ચ, જીર્ણોદ્ધાર, ઉપાશ્રય સાધર્મિકભક્તિ, સંધપૂજનો, પ્રતિષ્ઠિત મહોત્સવો, ધાર્મિક તથા સામાજિક અનુષ્ઠાનો સાતે ક્ષેત્રમાં લક્ષ્મીનો સર્વ્યય કરી જીવન સફળ બનાવેલ. પ.પૂ.આ. ભ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ. સાહેબની અગ્નિસંસ્કાર ભૂમિ ઉપર શિખરબંધી દેરાસર બનાવી શ્રી મહુવા સંઘને અર્પણ કરેલ છે. ઘરમાં શ્રી મહાવીરસ્વામીનું ઘરદેરાસર બનાવી લાભ લીધેલ છે. જીવનમાં નવકારમંત્રનો જાપ પૂરો કરેલ. આયંબિલ, સામાયિકો, જાપ વગેરે ધાર્મિક ક્રિયાઓ કરેલ. તળાજામાં ચૌમુખજીમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં લક્ષ્મીનો સદ્બય કરી અનેક લાભો લીધેલ તથા પ.પૂ.આ. ભ. શ્રી વિ. નેમિસૂરીશ્વરજી મ. સાહેબની પ્રતિમાની સ્થાપના કરેલ તથા ચૌમુખજીમાં પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલ. પાલિતાણામાં કેશરિયાજી નગરમાં પહેલે માળે પ્રતિમા પધરાવી પ્રતિષ્ઠા કરાવેલ. અનેક સુકૃત્યો કરી જીવન સફળ બનાવેલ. તેમના પુત્ર બિપિનચંદ્રએ મહુવા નેમિવિહારદેરાસરમાં, ચૌમુખજીમાં તથા જીવિતસ્વામીના દેરાસરમાં શ્રી નેમિનાથજી, મંત્રાધિરાજ પાલકનાથ તથા શ્રી અનંતનાથ પ્રભુની પૂજા–પ્રતિષ્ઠા કરાવેલ છે. નાનાં–મોટાં અનેક દાનો કરી જીવનમાં લક્ષ્મીનો સદ્યય કરી જીવન સફળ બનાવી રહ્યા છે. શ્રી સાકેરચંદ છગનભાઈ સરકાર મુંબઈના ઝવેરી બજારમાં નામાંકિત ઉદાર અને ધર્મનિષ્ઠ કુટુંબના શેઠશ્રી છગનભાઈ અમરચંદ સરકાર અને શ્રીમતી પ્રભાવતીબહેનના સુપુત્ર શેઠશ્રી સાકેરચંદ છગનભાઈ સરકારે પોતાનાં માતા-પિતા તથા મોસાળપક્ષનો વારસો સારી રીતે જાળવ્યો છે. મહાન પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી લક્ષ્મીવંતને ધર્મની પ્રાપ્તિ થાય છે. તેમનો જન્મ સુરતમાં તા. ૨૫-૧-૧૭, સંવત ૧૯૭૩, મહા સુદ ૩ના રોજ થયો હતો. મોટું કુટુંબ હોવા છતાં તેમનો સંપ અને ધાર્મિક સંસ્કારો આદર્શરૂપ છે. આજે ૭૦ વર્ષની ઉંમરે પણ તેઓ શ્રદ્ધાસંપન્ન, ક્રિયાશીલ અને આચારપ્રધાન જીવન ગાળી રહ્યા છે. ઝવેરીબજારમાં મોતીના ધંધામાં સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. વિશાળ ધંધો હોવા છતાં તેઓ રાત્રિભોજન કરતા નથી. અભક્ષ્ય અનંતકાય તો તેમને નાનપણથી જ જિંદગીભર વર્જ્ય છે. તેઓ વાલકેશ્વર રહે છે. સવારના પ્રતિક્રમણ, સ્નાત્ર, સામાયિક, પૂજા, ગુરુવર્યોનાં Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy