SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૬ ચતુર્વિધ સંઘ શ્રમણસંસ્કૃતિના સંવર્ધક ઉcોમ શ્રાવકો – ગુણવંત બરવાળિયા - જૈન સમાજના ઇતિહાસમાં અનેક સાધુચરિત વિરલ વિભૂતિઓની શ્રેણીબદ્ધ શૃંખલા અસ્તિત્વમાન છે જેના સંશોધનથી જૈન જગતમાં અનેરો પ્રકાશ પ્રાપ્ત થઇ શકે તેમ છે. અહીં ઉદાત્ત ચરિત્રોને શૃંખલાબદ્ધ રીતે રજુ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. જેથી તેઓ જૈન સમાજની અમૂલ્ય સંપત્તિ લેખે જૈન ઇતિહાસમાં જળવાઈ પ્રેરણાસ્ત્રોત સમા બની રહે. તેઓ જૈનશાસનની મહામૂલી મૂડી છે જેમણે કાર્ય. કલ્યાણકાર્યમાં મહદંશે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. એમના વારસદારો લેખે આપણું કર્તવ્ય છે કે આપણે આપણી નવી યુવા પેઢીઓને એમાણે કંડારેલા કર્તવ્ય પંથ તરફ અંગુલિ નિર્દેશ કરીએ જેથી તેઓ પાણ એજ દિશામાં, એ જ કંડારેલી કેડીએ આગળ વધતાં જૈન શાસન દ્વારા સમાજની સેવા-ઉત્તમ કાર્યો કરતાં જૈન ૫ ઉજજવળ-સુવર્ણ પકોમાં વૃદ્ધિ કરતાં રહે. આવા ઉમદા જૈન ચરિત પુરષોએ માત્ર જૈન સંઘ કે જૈન સમાજ માટે જ નહીં પરંતુ સમસ્ત માનવજાત માટે જે ઔદાર્ય અને સાહસવૃત્તિથી કાર્ય કર્યું છે તે એમના દેશપ્રેમની ઝાંખી કરાવે છે. ભગવાન મહાવીરના દયા-કરુણા, અહિંસા, અપરિગ્રહ જેવો ઉચચ સિદ્ધાંતોને પોતાની જીવનશૈલી દ્વારા જગત સમક્ષ પ્રસારિત કર્યા છે જેના દ્વારા તેઓ સમસ્ત દેશની સંપત્તિ સમા લેખાય છે. આ લેખમાળાના લેખક ગુણવંતભાઇ બરવાળિયાનો પરિચય પણ જોઈએ. અમરેલી જીલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઇમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડાં વર્ષો પ્રેકટીસ કર્યા પછી હાલ મુંબઇમાં ટેક્ષટાઇલ પ્રોસેસ ઇન્ડ.માં પ્રવૃત્ત છે. ગુણવંતભાઇએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વિગેરે વિષય પર ૪૦ જેટલા પુસ્તકોનું સર્જન સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ ઘાટકોપરના મુખપત્ર સહિત અલગ અલગ જૈન સંસ્થાના પાંચ જેટલા મેગેજીનનું સંપાદન કરે છે. અખિલભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ ના મંત્રી તથા “જૈન પ્રકાશ” ના તંત્રીમંડળમાં સેવા આપે છે. વિશ્વ વાત્સલ્ય અને સંતબાલ એવોર્ડ ફાઉન્ડેશન અમદાવાદના ટ્રસ્ટી છે. મુંબઇમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ ગુણવંતભાઇના પ્રમુખસ્થાને યોજાય છે. ફાર ઇસ્ટમાં સિંગાપોર વિ. માં જૈનધર્મ પર તેમના સફળ પ્રવચન યોજાયેલા. ધર્મ અને અધ્યાત્મના વિષયો પર મુંબઇ દૂરદર્શન પર એમના વાર્તાલાપ અવારનવાર યોજાય છે. શ્રી પંડીત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ ઘાટકોપર પ્રેરિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લીટરરી રીસર્ચ સેંટરના ગુણવંતભાઈ ઓનરરી કો.ઓર્ડીનેટર છે. જેમાં જૈનધર્મના પ્રાચીન ગ્રંથો પરનું સંશોધન પ્રકાશનનું કાર્ય પ્રાચીનગ્રંથોની સી.ડી.નું કાર્ય અને જ્ઞાનસત્રો યોજે છે. શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ મુંબઇ સ્થા. જૈન મહાસંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર વિ. સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તથા ચેમ્બર જૈન સંઘના ટ્રસ્ટી, ઘાટકોપર જૈન સંઘમાં સેક્રેટરી તરીકે સેવા આપેલ છે. તેમના ધર્મપત્ની ડૉ.મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડોક્ટરેટ Ph.D પ્રાપ્ત કરેલ છે. | ગુજન બરવાળિયાના નામે તેમના ધર્મ, અધ્યાત્મ ઉપરાંતના વિવિધ વિષયો પર લખાણો મુંબઈ સમાચાર, જન્મભૂમિ, દશાશ્રીમાળી, જૈનપ્રકાશ, શાસનપ્રગતિ, ધર્મધારા, જૈન સૌરભ, વિનયધર્મ, વિ. માં પ્રગટ થાય છે. મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ ગુણવંતભાઇના લેખને ૧૯૯૭ નાં મુંબઈ ‘જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમ.બી.બરવાળિયા ફાઉન્ડેશન, ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેઓ હોલીસ્ટીક હેલ્થકેરને લગતાં પ્રકલ્પો સાથે સંકળાયેલા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy