SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા મૂંગા-બોબડાપણું, દુર્ગંધી મુખપણું, મુખ કે જીભ વગરપણું વગેરે જાણી સત્યવ્રત પસંદ કર્યું, જે થકી કેવું સત્ય બોલવું તેની પણ ઉચિત સમજણ લીધી. હવે જીવનમાં તે વ્રતની પરીક્ષા થાય તેવા અવસરો આવ્યા. ચૈત્ર માસની શાશ્વતી ઓળીના પર્વ-દિવસોમાં રત્નશિખરગિરિ ઉપર આદિનાથજીને વાંઠવા જતાં સમાચાર મળ્યા કે પાડોશી શત્રુ રાજાએ આક્રમણ કર્યું છે, માટે રાજાને પાછા વળવું પડે તેવી વેળા હતી. છતાંય વિપત્તિ વચ્ચે પણ સમાધિ-સંપત્તિને સાચવી રાજાએ તીર્થયાત્રા ન જ છોડી, બલ્કે દ્રઢમનના બની પોતાના નગરને પણ જાત્રા દરમ્યાન વિસારી ધર્મ-પુરુષાર્થને જ પ્રાથમિકતા આપી. તેથી રાજાના બધાય સૈનિકો તથા રાજય પરિવારના બધાય સ્નેહી-સ્વજનો શત્રુના ભયથી જાત્રા મૂકી પાછા વળી ગયા, જયારે એક જ છત્રધારી રાજા સાથે રહ્યો, રાજા હંસે કોઇનીય પરવાહ કર્યા વગર પોતાની સફર આગળ ધપાવી. જંગલમાં પ્રવેશ કરતાં પૂર્વે રાજાને સ્વના રક્ષણની ચિંતા થઇ. તેથી તે છત્રધારીના બી ં વસ્ત્રો માંગી તે પહેરી લીધાં. આભૂષણો છૂપાવી દીધાં અને રાજવા ગોપવી આગળ ચાલ્યા. રસ્તે જતાં એક હરણ પાછળ પડેલ શિકારીના હરણ વિશે પૂછાયેલ પ્રશ્નોના સાવ ઊંધા જવાબો આપી પોતે પાગલ છે તેવો વર્તાવ કર્યો ને હરણ બચાવ્યું. પછી એક સાધુ મહાત્માની પાછળ પડેલા એ ભીલોને ખોટો માર્ગ દેખાડી સાધુ હત્યાનું નિવારણ કરવા ચુકિતપૂર્વક સાચું-ખોટું બોલ્યા. તે પછી પણ એક સ્થાને આરામ ફરમાવતાં લૂંટારુઓની ટોળકીના મુખે છ’રી પાળતા સંઘને લૂંટવાની વાત સાંભળી ક્ષોભ પામ્યા. છતાંય તે પછી તે જ લૂંટારુઓને જબ્બે કરવા રાજાના સૈનિકો આવ્યા ત્યારે રાજાને પૂછતાં હંસરાજાએ ચોરોને-લૂંટારુઓને પકડાવી પાડવા કરતાં સૈનિકોને જ સંઘરક્ષા માટે જવા કહ્યું અને ચોર-લૂંટારુ ઉપર બરાબર નજર નાખતાં રહેવા સૂચન કર્યું. લૂંટારુઓએ રાજાનો યુક્તિભરેલ જવાબ સાંભળી રાજાનું બહુ સન્માન કર્યું. બલ્કે દુષ્ટ પ્રતિ પણ શિષ્ટ વ્યવહારને કારણે રાજાને નમન કરતાં લૂંટારુઓએ લૂંટફાટનું કાર્ય સદ્દા માટે છોડી દીધું. આમ રાજા હંસના સત્ય વચનથી પોતાને અને પરને સૌને નુકસાન થતું અટકાવ્યું, પણ છેલ્લી પરીક્ષામાં રાજાને જ હણવા દુશ્મનનાં સૈન્યો થોડે બેસી આવ્યાં, અને પૂછ્યું કે રાજા હંસ કોણ છે ? કયાં છે ? વગેરે. ત્યારે સત્યાગ્રહી રાજા હંસે પોતાના પ્રાણ બચાવવા અસત્ય ન બોલતાં સત્ય વાત કહી Jain Education International For Private ૫૧ દીધી. હંસરાજાએ પોતાની જાત ઉઘાડી પાડતાં જ શત્રુ સૈનિકે રાજાના મસ્તક ઉપર ખડ્ગ દ્વારા જોરદાર પ્રહાર કર્યો ને રાજા અણનમ રહ્યા. પણ આશ્ચર્ય વચ્ચે ખડ્ગના જ સેંકડો ટૂકડા થઇ ગયેલા. બધોય પરિવાર જાત્રામાં હતો તે નિકટમાં જ ઉપસ્થિત હતો. એક યક્ષે પ્રગટ થઇ રાજા ઉપર પુષ્પવૃષ્ટિ કરી રાજાને સત્યવચન ગુણથી નવાજ્યા. દેવવિમાન વિધુર્વી રાજાને સપરિવાર જાત્રા પૂર્ણ કરાવી. તેજ યક્ષની મદદથી શત્રુસૈન્યને જીતી, રાજા વિજયી બન્યા પણ સંસારના પ્રપંચોથી ઉદ્વિગ્ન બની વૃદ્ધાવસ્થામાં રાજય છોડી ચારિત્ર લીધું. દેવલોક પામ્યા છે. ૧૫ એ વ્રત જગમાં દીવો : નાગિલ ગૃહજીવન પણ જો વ્રત નિયમો વગરનું બેલગામ છે તો જીવનમાં ધર્મનું બીજ વાવી નથી શકાતું, વાવ્યું હોય તો બળી જાય છે, જયારે યમ-નિયમ જીવનમાં મોક્ષ ફળને પણ બક્ષે છે. સ્ત્રી-સંગ-રંગનો ત્યાગ કરી સંપૂર્ણ બ્રહ્મચર્ય શ્રમણ વર્ગ પાળે છે, જયારે શ્રમણોપાસક માટે પ્રભુજીએ સ્વઠારામાં પણ સંતોષ કેળવી બ્રહ્મચર્યલક્ષી જીવન જીવવાનું વિધાન કરેલ છે, કારણ કે બ્રહ્મચર્ય મનોબળથી મંદને દુષ્કર છે, પણ પાળનારને લાક્ષણિક શક્તિ અને લબ્ધિઓ અને ઉમદા સુખ બક્ષે છે. અનેક નારીઓ પણ શીલવ્રતધારી- બ્રહ્મચર્યપ્રેમી હોય છે, જેમના કારણે તેમના પતિદેવો પણ ધર્મ-માર્ગે વળે છે. અભ્યાસમાં ખૂબ આગળ વધેલ જૈનધર્મી નંઠા નામની કન્યા ભોજપુરના લક્ષણ નામના જૈન વણિકની દીકરી હતી. કાજળ વગરનો, તેલની વાટ વગરનો, ચંચળતા વગરનો રત્નદીપક જેની પાસે હોય તેની સાથે જ લગ્ન કરવાં તેવી શર્ત રાખનારી નંદાને ઇચ્છા પૂરનાર કોઇ પતિનો જોગ ન થયો, ત્યારે નાગિલ નામના જુગારીએ તેવો દીપક કોઇ ચક્ષને સાધીને તૈયાર કરાવ્યો અને શર્ત પૂરી થતાં લક્ષણ શ્રાવકને ઉદ્ઘોષણા પ્રમાણે પોતાની પુત્રી નંદાનાં લગ્ન અજૈન યુવક નાગિલ સાથે કરવાં પડયાં. નંદા પણ વચનબદ્ધ હોવાથી પરણી સાસરે આવી. પણ પતિના જીવનમાં જુગારનું ઉગ્ર વ્યસન જાણી દુઃખી બની ઉન્મુખ રહેવા લાગી, જેથી જુગારી નાગિલ પણ ખિન્ન બનવા લાગ્યો. છતાંય પુત્રી ઉપરના સ્નેહ-રાગના કારણે લક્ષણ નાગિલને ખુશ રાખવા રમ-રજત રૂપાનાણું મોકલતો રહ્યો. નાગિલે એકઠા જ્ઞાની મુનિ ભગવંતનો સંપર્ક કરી પોતાની પત્નીની વિપરીત મનોદશા માટે પ્રશ્ન કર્યો, જવાબમાં શ્રુતજ્ઞાની Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy