SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા નહોતો મળ્યો, પણ લગ્ન પછી જયારે વિજયાએ પતિદેવ વિજયને ખુલાસો કર્યો કે પોતાને પણ માસના પંદર દિવસ શુકલ પક્ષના ચતુર્થ વ્રતનો અભિગ્રહ છે ત્યારે વિજય શ્રેષ્ઠીને પોતાના વ્રત-પાલન માટે વિચાર આવ્યો કે કેમ પાળી શકાશે? તેથી વિજયાએ અન્ય નારી સાથે લગ્ન કરી સંસાર સુખ માટે સામે ચડી પોતાના પતિ માટે સહમતિ આપી જેથી પતિને મનભંગનું દુઃખ સહેવું ન પડે. પણ એક નારી સ્વરૂપે રહેલ વિજયાની તે ઉદારતાએ વિજયના મનમાં નવી જ શક્તિ બક્ષી દીધી જેથી તે પણ પત્નીની જેમ આજીવન સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી જીવનલક્ષ્ય બનાવવાના સંકલ્પ યુક્ત બન્યો.,અંતે બેઉએ આપસી મંત્રણા કરી સંસારી સંચમી બની રહેવા પોતાના સંકલ્પને દઢ કરી વ્રતપાલન પ્રારંભ કર્યું, અને સગા માતાપિતાને પણ જાણ થવા ન દીધી. તેમનું સુકૃત ગુમ છતાંય ચંપાનગરીમાં બિરાજી રહેલા વિમલ કેવળીના શ્રીમુખે જિનદાસ શેઠે દંપતી યુગલની સંયમી વૃત્તિ-પ્રવૃત્તિને જાણી અને ફક્ત તેમની ભોજન-ભકિતથી ચોરાશી હજાર સાધુઓના સુપાત્રદાનનું ફળ જાણી છેક ચંપાપુરીથી કચ્છ જઇ શ્રેષ્ઠી વિજય-શેઠાણી વિજયાની ભાવભકિત કરી. જેમની ઉપબૃહણા સ્વયં કેવળી ભગવંતે કરી હોય તેવા ચતુર્થ વ્રતધારી સદાચાર-શ્રેષ્ઠ દંપતીને દર્શન-વંદન અભિવાદન કરી જિનદાસ શ્રાવકે પણ સુંદર લાભ મેળવી લીધો. પણ પોતાના અંગત જીવનનું વ્રત-સંકલ્પનું સુકૃત જાહેરમાં આવી જતાં પોતાના સંકલ્પ પ્રમાણે વિજય શ્રેષ્ઠીએ પ્રવજયાનો પુનિત પંથ પસંદ કર્યો, અને પતિના પગલે પગલે મહાસતી જેવી વિજયા વધૂએ પણ સંયમનો સ્વીકાર સોલ્લાસ ર્યો. બેઉના ગૃહસ્થ જીવનના વ્રતની તે પ્રગતિ સાધુજીવનમાં પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બની અને બેઉ આત્મા તેજ ભવે મોક્ષે સિધાવી ગયા છે. વર્તમાનના ભોગપ્રધાન જીવન અને એમર્યાદ બનેલ સંસ્કારો વચ્ચે વિજય શેઠ-વિજયા શેઠાણીનું ચતુર્થ વ્રતનું જવલંત દષ્ટાંત સાધકોને સચોટ સાધનાબળ બક્ષે છે તથા ૫ ધર્મપુરુષાર્થનું પગલું : શ્રાવક ચંદ્રાવતંસક રાજા Jain Education International સંયમ-સાધનામાં અપ્રમત્ત, બહુપ્રતિભાવંત ગુરુ ગૌતમ સ્વામિને ઉદ્દેશી ભગવાન વીર અવાર-નવાર કહેતા હતા, સમય ગોમય મા પમાયએ'', ધર્મારાધના માટે સમયનો ભરોસો રાખ્યા વગર ક્ષણવારનો પ્રમાદ પણ કરવા જેવો નથી. તે વાતનો ભાવાર્થ રાજા ચંદ્રાવતંસક મનથી જાણી ગયા હતા. પ્રભુ વીરનો તે સંદેશ તેમને જાણે પોતા માટે ઉપયોગી જણાઇ ગયો હતો. તેથી રાજકાર્યથી લગીર ફુરસદ મળે ને તેઓ ધર્મપ્રવૃત્તિમાં જોડાઈ જતા હતા. તેમને આત્મસાક્ષીની સંકલ્પ શુદ્ધિની આરાધનાઓ કુદરતી વરેલી હતી. એક દિવસ રાત્રિના પૂર્વે સંધ્યાકાળે રાજય વહીવટનો શ્રમ ઉતારી પોતાના અંતઃપુરમાં પાછા વળ્યા અને વિચારવા લાગ્યા કે આજે જરા વહેલું છે. રાણીઓને આવવાને થોડી વાર છે, તેઓ આવશે એટલે તેમની સાથેના વાર્તાલાપમાં સમય ફાળવવો પડશે. તે કરતાં બચેલ સમયમાં કાઉસગ્ગ કરી લઉં, કારણ કે રોજ પ્રભુની આજ્ઞા મુજબ દસ-વીસ લોગસ્સના કાઉસગ્ગ કરવાની લગની જાગી હતી અને કરતા પણ હતા, પણ કોણ જાણે આજે ઉલ્લાસમાં અવા અભિગ્રહ ધાર્યો કે સંસારીઓને તુચ્છ ભોગસુખથી વળી પવિત્રતમ, પુણ્યરાશિ પોતાના ઓરડાની બાજુનો દીવો ચાલુ છે, ત્યાં સુધી મારે રૂપ મુક્તિસુખદાયક શીલવ્રત પાળવા, પીયૂષ પ્રેરણા કરે છે. કરોડ કરોડ વંદન હો ભગવાનના શાસનને, જે આવાં વિરતિવંતોને પકવે છે. કાઉસગ્ગ લંબાવવો અને તે માટે મનની સાક્ષી રાખી તેઓ કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. બનવાજોગ એવું થયું કે રાજાની દાસી જે અંતઃપુરની ૪૩ શ્રાવકપણું એટલે સંયમની ઝંખના સાથેનું જીવન. શ્રમણોપાસક સાચો શ્રાવક તે જ છે જે દરરોજ ભાવના રાખે કે સંયમ કબહી મિલે'', પણ તથાપ્રકારી ચારિત્ર-મોહનીય કર્મના કારણે અનેક જીવો પોતાની સાધનાનો વિકાસ ફકત દેશવિરતિ ધર્મ સુધીનો કરી શકે છે, સર્વવિરતિની ભાવના છતાંય શારીરિક માનસિક પ્રતિકૂળતાઓ કે પછી સત્વનો અભાવ તેમને પરાણે પણ સંસારમાં જકડી રાખે છે. છતાંય સંસારનાં બંધનો વચ્ચે જેઓ ધર્મપુરુષાર્થમાં જબ્બર પ્રગતિ સાધે છે તેવા શ્રમણોપાસકોને શ્રમણો પણ નવાજે છે, કારણ કે અનાદિ કાળના દુરાભ્યાસ દ્વારા અર્થ અને કામનાં પરાક્રમોમાં જીવાત્માને મહેનત નથી પડતી, પણ ધર્મની આરાધના માટે સંસ્કાર મૂડી ઊભી કરી તેમાં પા-પા પગલી કરતાં પ્રગતિની હરણફાળ સુધી પહોંચવામાં ખાસ્સો શ્રમ જણાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy