SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ o૩૬ પલ્યોપમ સુધી ભોગવીને ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી પરમાનંદમય મોક્ષસુખને પામશે. ૫. મહાશ્રાવક ચુલ્લશતક શ્રી આલંભિકા નગરીમાં ગુલશતક નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેમને બહુલા નામે સ્ત્રી હતી. શ્રાવક માફક તેમને ધનસંપત્તિ, ગોકુલ વગેરે હતાં. પ્રભુશ્રી મહાવીરદેવની પાસે તેમણે વ્રતો અંગીકાર કર્યા હતાં અને શ્રાવકની અગિયારે પ્રતિમાઓ વહન કરી હતી. ચુલનીપિતાને જેમ ઉપસર્ગ થયો હતો તેમ અહીં પણ તેમ થયું હતું, તેમાં તફાવત એટલો હતો કે–આને ધર્મથી ચલિત કરવાને માટે પરીક્ષક દેવે તેના પુત્રને ઉપસર્ગ કર્યો હતો એટલે દેવે પુત્રને મારવાની ધમકી આપી હતી, તો પણ તે ચલાયમાન થયા નહીં. છેવટે દેવે કહ્યું : “હે ચુલશતક, જો તું આ ધર્મને નહીં છોડે તો તારી અઢાર કરોડ સોનૈયા પ્રમાણ તમામ લક્ષ્મીને આ નગરીના ચૌટા આદિ સ્થલે વિખેરી નાખીશ, જે જોઈને તને ઘણું આર્ત રૌદ્રધ્યાન થશે, અને અસમાધિ મરણ થશે.” આ પ્રસંગે ચુલ્લશતકે કોલાહલ કર્યો, જે સાંભળી તેમની સ્ત્રી બહુલાએ આવીને સત્ય બીના જણાવી જેથી તે શાંત થયા. બાકીની બીના શ્રી આનંદાદિની માફક જાણવી. અંતિમ સમયે શ્રાવક ચુલશતક સમાધિ મરણ પામી સૌધર્મ દેવલોકના અરુણસિદ્ધ વિમાનમાં ચાર પલ્યોપમના આયુવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૬. મહાશ્રાવક કુંડકલિક કાંડિત્યપુરની અંદર કંડકોલિક નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેમને પુષ્પા નામની સ્ત્રી હતી. કામદેવની માફક તેમને સમૃદ્ધિ અને ગોકુલો હતાં. પ્રભુશ્રી મહાવીરદેવની પાસે આનંદાદિની જેમ તેમણે દ્વાદશવ્રતમય શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. તે એક વખત મધ્ય રાતે પોતાની અશોકવાડીમાં પૃથ્વીશિલાપટ્ટક પર આવ્યા. ત્યાં આવીને પોતાની નામાંકિત મુદ્રા અને ઉત્તરાસંગ વસ્ત્રને રાખી ધર્મધ્યાનની ઉત્તમ ચિંતવના કરવા લાગ્યા. આ અવસરે એક દેવ પ્રકટ થયો. તેણે તેનાં મુદ્રા અને વસ્ત્રાદિ ત્યાંથી ઉપાડી આકાશમાં અદ્ધર રહી આ પ્રમાણે કહ્યું કે–અરે કંડકોલિક, ગોશાલ અને મંખલિ પુત્રે કરેલી ધર્મપ્રરૂપણા સારી છે, કારણ કે તેમાં ઉદ્યમાદિક કાંઈ પણ નથી. તે એમ કહે છે કે જીવો ઉદ્યમ કરે. છતાં પુરુષાર્થની સિદ્ધિ થતી નથી, માટે સર્વ ભાવ નિયત છે. શ્રી વીરપ્રભુની પ્રરૂપણા ચતુર્વિધ સંઘ સારી નથી, કારણ કે તે ઉદ્યમ વગેરેને સ્વીકારે છે.” આ પ્રમાણે દેવ કહી રહ્યો એટલે કુંડકોલિકે યુક્તિપૂર્વક પ્રશ્ન કર્યો “હે દેવ, જો એમ હોય તો તને આજે દેવતાઈ ઋદ્ધિ મળી છે તે ઉદ્યમાદિક સાધનોની સેવાથી મળી કે તે વિના મળી? એ કહે.” દેવે જણાવ્યું : “હે કુંડકોલિક, ઉદ્યમાદિક સાધનોની મદદ સિવાય હું દેવતાઈ ઋદ્ધિ પામ્યો છું.” કુંડકોલિકે કહ્યું : “જો ઉદ્યમાદિ સાધનો સિવાય તને આ ઋદ્ધિ મળી હોય તો તેવા બીજા જીવોને તેવી ઋદ્ધિ કેમ મળતી નથી? ઉદ્યમાદિ વિનાના જીવોને તારા (ગોશાલાના) મતે દેવપણું મળવું જોઈએ. પણ તેમ તો નથી. અને જો તું એમ કહીશ કેમને ઉદ્યમાદિથી આ ઋદ્ધિ મળી, તો પછી ‘ગોશાલાનો મત સારો છે' એમ તારાથી કહી શકાય જ નહીં.” આથી દેવ નિરૂત્તર બન્યો, એટલે મુદ્રા અને ઉત્તરાસંગ વસ્ત્ર જ્યાં હતું ત્યાં મૂકીને સ્વસ્થાને ગયો. કેટલોક સમય વીત્યા બાદ પ્રભુ મહાવીરદેવ સપરિવાર કાંપિલ્યપુર પધાર્યા. આ બીના જાણી મહાશ્રાવક કુંડકોલિક પગે ચાલીને પ્રભુદેવની પાસે આવ્યા. બાકીની બીના કામદેવની માફક જાણવી. જ્યારે કુંડકોલિક પ્રભુની પાસે આવ્યા ત્યારે સભામાં પ્રભુએ દેવને નિરૂત્તર કરવાની બીના જણાવવાપૂર્વક તેમની પ્રશંસા કરી. શ્રાવક કુંડકોલિકે એ રીતે દેશવિરતિ ધર્મની ચૌદ વર્ષો સુધી આરાધના કર્યા બાદ પ્રતિભાવહન કર્યું અને અંતે એક માસની સંખના કરીને સમાધિમરણ પામીને પહેલા દેવલોકમાં અરુણધ્વજ વિમાનની અંદર ચાર પલ્યોપમના આઉખે દેવ થયા. ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૭. મહાશ્રાવક સદ્દાલપુત્ર પોલાસપુર નગરમાં સદાલપુત્ર નામના એક કુંભકાર શ્રાવક રહેતા હતા. તે ગોશાલાના મતને માનતા હતા. તેમને અગ્નિમિત્રા નામની સ્ત્રી હતી. તેમની ધનસંપત્તિ ત્રણ કરોડ સોનૈયાની હતી. તેમાંનું એક કરોડ નિધાનમાં, તેટલું વ્યાજમાં તથા તેટલું જ દ્રવ્ય વ્યાપારમાં રહેતું હતું. તેમને એક ગોકુળ હતું. તેમને આધીન કુંભારની પાંચસો દુકાન હતી. આ સદ્દાલપુત્ર એક વખત મધરાતે અશોકવાડીમાં ગોશાલાએ કહેલા ધર્મનું ધ્યાન કરતા હતા. આ વખતે એક દેવે પ્રગટ થઈને કહ્યું, “હે દેવાનુપ્રિય, અહીં મહામાહણ કેવલજ્ઞાનકેવલદર્શનના ધારક શ્રી અરિહંત પ્રભુ પધારશે. તમારે તેમની વંદનાદિ વિધિ સાચવી ખરી લાગણીથી સેવના કરવી.” આ પ્રમાણે બે-ત્રણવાર કહીને તે દેવ સ્વર્ગમાં ગયો. દેવનાં આ વેણ સાંભળીને સદ્દાલપુત્રે વિચાર્યું કે—“તેણે કહ્યા પ્રમાણે ગુણોને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy